સફળ એરેંજ મેરેજ ના એક્સક્લુઝિવ ૧૫ મંત્રો

દાદી-નાની અથવા માતા-પિતા ના સમયના એરેંજ મેરેજ ની સફળતાનું સૂત્ર આજના સમયમાં બંધ બેસતું નથી. આધુનિક યુગમાં શું છે સફળ એરેંજ મેરેજના મંત્ર, ચાલો જાણીએ. કહેવાય છે કે લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે અને દરેક લોકો માટે કોઈને કોઈ જીવનસાથી જરૂર હોય છે. પરંતુ આજની યુવા પેઢી આ કથનમાં વધારે વિશ્વાસ કરતી નથી. એતો લવ મેરેજને વધારે મહત્વ આપે છે. પરંતુ મેટ્રો સિટી અને ખુલ્લા વિચારોવાળા પરિવારને છોડી દેતા, તો આજે પણ મોટાભાગના લગ્ન ઍરેંજ જ થાય છે અને વિવાહિત જીવન પણ સફળ થાય છે, તો ચાલો સફલ એરેંજ મેરેજ ના આ મંત્રોને જાણીએ.

Image Source

૧. લગ્નને સફળ બનાવવા નો મૂળ મંત્ર છે – પ્રેમ, વિશ્વાસ, સમાધાન અને સંવાદિતા. ધીમે ધીમે એકબીજાને સમજવા, વ્યવસ્થિત થવા માટે સમય અને જગ્યા આપો. પછી જુઓ કેવી રીતે સંબંધ મજબૂત બને છે.

૨. એરેંજ મેરેજમાં બંને સાથી એકબીજા માટે અજનબી હોય છે. એટલે નર્વસ થવું સ્વાભાવિક છે. જો તમે પણ તેઓ અનુભવ કરી રહ્યા છો તો કારણ જાણવાનો પ્રયત્ન કરો. ઘણીવાર કોઈ અજાણ વ્યક્તિ સાથે રહેવાની કલ્પના, નવા પરિવાર સાથે તાલમેલ બેસાડવાનો ડર, ત્યાંના રીત રિવાજો ની ચિંતા વગેરેથી મન ડરે છે. મનના ગભરાટને સાથી સાથે શેર કરો. એના માધ્યમથી પરિવાર વિશે જાણવાનો પ્રયત્ન કરો. જીવનસાથી સાથે સહજતા કેળવી લેવાથી પરિવાર સાથે સમાધાન કરવામાં મુશ્કેલી પડતી નથી.

૩. એરેંજ મેરેજનો અર્થ છે – વધારે જવાબદારીઓ અને વધારે આશાઓ. બંને જીવનસાથી પર તે બધી વાતોને અનુરૂપ રેહવાનું દબાણ રહે છે, દબાણ જરૂર લો, પરંતુ એટલો પણ નહિ કે પરસ્પર તાલમેળ પણ બગડે.

૪. જરૂરી નથી કે જીવનસાથીને તમારી દરેક પસંદ-નાપસંદ માં રુચિ હોય અથવા તમારા બંનેના વિચારો એક સરખા હોય. ક્યારેક-ક્યારેક અલગ સ્વભાવ વાળા જીવનસાથી પણ ખૂબ ખુશ રહે છે.

૫. બની શકે છે નવા પરિવાર ના વિચાર તમારા જીવન મૂલ્યોને સાચા ન માને અને તમને સતત જણાવવામાં આવે કે આ પરિવારમાં આવું જ થાય છે. નક્કી તેવા વાતાવરણમાં તમે પરેશાન થઈ જાઓ, ગૂંગળામણ પણ થાય, પરંતુ આરામ કરો. લગ્નમાં સંવાદિતતા અને અનુકૂળતા પણ હોય છે. તેવી સ્થિતિમાં જીવનસાથી સાથે સાચા શબ્દોની પસંદગી થી હળવા સ્વરમાં વાત કરો. તેને તમારી સમસ્યા બતાવો, જેથી પરિવારના કોઈપણ સભ્યને નારાજ કર્યા વગર સમસ્યાનું સમાધાન નીકળી શકે.

૬. શરૂઆતમાં જીવનસાથી અથવા પરિવારના સભ્યોની કોઈ પણ વાત, ટિપ્પણી અથવા વ્યવહારને દિલ પર ના લો. કે જેવા સાથે તેવું કરવાની ભાવના પણ ન રાખી.પરંતુ જે લોકો સમસ્યાઓ ઉભી કરે છે, તેનાથી સંભાળીને રહો. સમજદારીથી સ્થિતિને સંભાળો. નક્કી તેવો વ્યવહાર તમને બંનેને ખુશી આપશે. એકબીજાની નજીક લાવશે.

૭. પરિવારમાં થનારી દરેક નાની નાની વાત ની ફરિયાદ જીવનસાથીને ન કરવી, વાત વાત પર આંસુ લાવવા. યાદ રહે કે તે પણ તમારી જેમ જ વધારે નહીં તો થોડી ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે.

૮. પ્રેમ એક એવી ભાવના છે, જે દરેક મુશ્કેલીઓને સરળ બનાવી દે છે. એરેંજ મેરેજમાં પણ ક્યારેક તો જોતા જ પ્રેમ થઈ જાય છે અને ક્યારેક સાથે ચાલતા ચાલતા પ્રેમ થઈ જાય છે, તે પણ તેવો કે જીવનના દરેક વાવાઝોડાનો સામનો કરવાની તાકાત બની જાય છે. પ્રેમ દેશો તો પ્રેમ મળશે પણ.

૯. પ્રેમનો આધાર છે વિશ્વાસ. જીવનસાથી પર વિશ્વાસ કરો અને તેના ભરોસાને પણ ટકાવી રાખો. ધીરજ થી કામ લો. જીવનસાથી અથવા પરિવારના સભ્યોની ભૂલોને માફ કરો. જે બીજ આપણે વાવીએ છીએ, તેજ ફળ આપણને મળે છે.

૧૦. લગ્ન એક પ્રતિબદ્ધતા છે, જ્યાં તમે તમારી બેફિકર દુનિયામાંથી નીકળીને જવાબદારીઓ, પ્રતિબદ્ધતા, ત્યાગ અને કરારના ભવરમાં ફરતા રહો છો. પરંતુ આજ વાતો લગ્નને મજબૂત બનાવે છે.

૧૧. થઈ શકે છે તમે તમારા નવા પરિવારના મુકાબલે આર્થિક રૂપથી વધારે સંપન્ન પરિવારથી હોવ, વધારે હોશિયાર અથવા દરેક રીતથી શ્રેષ્ઠ હોય પરંતુ યાદ રાખો, લગ્ન એ કોઈ હરીફાઈનું મંચ નથી. હવે આ પરિવાર તમારો છે, તેને શ્રેષ્ઠ બનાવવામાં સહયોગ આપો.

૧૨. સંબંધને મજબૂત કરવા માટે સંવાદ સૌથી મુખ્ય છે. ક્યારેય પણ તમારા જીવનસાથી સાથે જૂઠું બોલવુ નહિ. એક અસત્ય તમને મુશ્કેલીમાં નાખી શકે છે. એકવાર તમારુ જૂઠાણું પકડાઈ ગયુ, તો પછી તે વિશ્વાસ મેળવવો અસંભવ થઇ જાય છે.

૧૩. લગ્નની સફળતા માટે બંને પરિવારોને જોડીને રાખવા એ પણ તમારુ અને તમારા જીવનસાથી નું કામ છે. તે ત્યારે સંભવ છે જ્યારે બંને પરિવારો પ્રતિ સ્નેહ અથવા આદરનો સમાન ભાવ હોય.

૧૪. સંબંધોને જાળવી રાખવા માટે હાસ્ય બહુ મોટું કામ કરે છે. તમે જાતે પણ ખુશ થાવ છો અને બીજાના મન પણ જીતી લો છો.

૧૫. આ બધી વાતો ઉપરાંત કેટલીક વ્યક્તિગત વાતો પણ હોઈ શકે છે, જેને પોતાની રીતે ઉકેલીને લગ્નને સફળ બનાવી શકાય છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *