લેપટોપ અને મોબાઈલ પર વધારે પડતું કામ કરવાથી ત્વચા પર ખરાબ અસર પડી શકે છે, તો આ ૬ રીતે ત્વચાની સંભાળ રાખો

Image Source

ડેસ્કટોપ જોબના કારણે દિવસ દરમિયાન લેપટોપ અને મોબાઈલ પર વિતાવવો પડે છે. લાંબા સમય સુધી લેપટોપ પર કામ કરવાથી ફક્ત સ્વાસ્થ્ય પર તેની અસર પડતી નથી, પરંતુ તેમ કરવાથી તમારી ત્વચા પર પણ ખરાબ અસર પડે છે. આ ઉપરાંત જે લોકોને લાંબા સમય સુધી ટીવી જોવાની ટેવ હોય છે, તેની ત્વચા અને આંખો પણ ખરાબ થવા લાગે છે. ટીવી અને લેપટોપ માંથી નીકળતા કિરણોને કારણે ત્વચા પર ફોડલી, કરચલીઓ વગેરે સમય પેહલા થાય છે. આજે અમે તમને આ લેખમાં તેની સમસ્યાઓને ઓછી કરવા માટેના ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ તેના ઉપાયો વિશે –

બરફના ટુકડાથી ચેહરાને સાફ કરો:

દિવસ દરમિયાન ઘરમાં કામ કર્યા પછી સાંજે ચેહરા પર ઘણી વધારે સુસ્તી જોવા મળે છે. આવું થાય તો ચેહરા પર થોડા સમય માટે બરફથી માલિશ કરો. તેનાથી ત્વચા પર સુસ્તી અને સનબર્નની સમસ્યાથી છુટકારો મળશે. ઉપરાંત, ત્વચાનો ભેજ જળવાઈ રહેશે.

ટામેટાની પેસ્ટ લગાવો:

ત્વચા ખરાબ થવા પર તમે તમારા ચેહરા પર ટામેટાની પેસ્ટ લગાવી શકો છો. ટામેટાની પેસ્ટ લગાવવાથી દાઝેલી ત્વચાને ખૂબ વધારે રાહત મળે છે. સાથેજ તેનાથી ત્વચા પર થતી સમસ્યા દૂર થાય છે.

ઠંડા પાણીથી ચેહરાને સાફ કરો:

ત્વચાની સમસ્યા ઓછી કરવા માટે ચેહરાને વારંવાર તાજા, ચોખ્ખા અને ઠંડા પાણીથી ધોવો. જેનાથી તમારા ચેહરાને આરામ મળશે અને ચેહરો તાજગીસભર પણ રેહશે.

મધ અને લીંબુ:

ત્વચા પર તાજગી જાળવી રાખવા માટે એક ચમચી મધમાં બે ચમચી લીંબુનો રસ ઉમેરો અને આ પેસ્ટને અડધા કલાક માટે ચેહરા પર લગાવો. ત્યારબાદ તાજા પાણીથી ત્વચાને સાફ કરી લો. તેને દરરોજ ચેહરા પર લગાવો. તેનાથી ચેહરામાં ચમક આવશે.

કાકડીનો પલ્પ અને દહીં:

તૈલીય ત્વચાને રાહત આપવા માટે કાકડીના પલ્પને દહીંમાં ઉમેરો. આ પેસ્ટને લગભગ ૨૦ મિનીટ માટે તમારા ચેહરા પર લગાવો. ત્યારબાદ ચોખ્ખા પાણીથી ચેહરાને ધોઈ લો. તેનાથી તમારી તૈલીય ત્વચા સરખી થઈ જશે.

Image Source

તલના પાણીનો ઉપયોગ:

એક મુઠ્ઠી તલને પીસીને તેને અડધા કપ પાણીમાં ઉમેરી લો અને બે કલાક સુધી મિશ્રણને કપમાં રાખ્યા પછી પાણીને ગાળીને તેનાથી ચેહરાને સાફ કરી લો. તેનાથી ત્વચા કોમળ અને ચેહરો તંદુરસ્ત થશે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment