જરૂર કરતાં વધુ લસણના સેવનથી શરીરને થઈ શકે છે નુકસાન, અને વધી શકે છે સમસ્યાઓ 

જરૂર કરતાં વધુ લસણનું સેવન કરવાથી થઇ શકે છે સમસ્યાઓ જો તમે જરૂર કરતાં વધુ લસણનું સેવન કરો છો તો તે તમારા માટે સમસ્યાઓ ઉભી કરી શકે છે.

આપણા રસોડામાં એવા ઘણા ફૂડ આઈટમ ઉપસ્થિત હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. તેમાંથી જ એક છે લસણ. તેની બેમિસાલ સુગંધ ન માત્ર આપણા ખોરાક ને એરોમા આપે છે પરંતુ તેની સાથે સ્વાસ્થ્યને પણ ખૂબ જ લાભ મળે છે. એટલું જ નહીં લસણમાં ઘણા બધા પ્રકારના પોષક તત્વો જેમ કે કેલ્શિયમ, પોટેશિયમ,ફોસ્ફરસ,આયરન અને વિટામિન બી 1પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે જે આપણા શરીર પર ઘણા પ્રકાર નો પ્રભાવ નાખે છે.

પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુની અતિ આપણા પ્રતિનો કારણ બની શકે છે. એવું જ કંઈક લસણ સાથે પણ હોય છે આમ તો લસણને ગુણોનો ખજાનો કહેવામાં આવ્યો છે પરંતુ જો તમે આવશ્યકતા થી વધુ તેનું સેવન કરો છો તો તે તમારી માટે સમસ્યા ઉત્પન્ન કરી શકે છે. એટલું જ નહીં તેનાથી તમને ઘણા બધા પ્રકારના હેલ્થ પ્રોબ્લેમ પણ થઈ શકે છે. તો ચાલો આજે આ લેખમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ હોસ્પિટલના  ESIC હોસ્પિટલની ડાયટિશિયન રીતુ પુરી આપણને જણાવવા જઈ રહ્યા છે કે આવશ્યકતા થી વધુ લસણનું સેવન કરવાથી આપણને કઈ કઈ સમસ્યાઓ થઈ શકે છે.

Image Source

મોં માંથી દુર્ગંધ આવવી

જરૂર કરતાં વધુ લસણનું સેવન જે એક સમસ્યા દરેક વ્યક્તિને હોય છે. અને તે છે મોંમાંથી દુર્ગંધ આવવી. આ વાત તો આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ કે લસણની એક તીખી ગંધ હોય છે. અને જો તમે તેનું વધુ સેવન કરો છો તો તેનાથી તમારા મોંમાં સ્મેલ આવવા લાગે છે.

હાર્ટ બર્નની સમસ્યા થઈ શકે છે

લસણનું વધુ પડતું સેવન હાર્ટ બર્નની સમસ્યા નું કારણ બની શકે છે. લસણ નેચરમાં એસિડિક હોય છે અને તેથી જ તેનું વધુ સેવન કરવામાં આવે તો આપણને છાતીમાં બળતરા થઈ શકે છે. ખાસ કરીને જો કોઈને એસીડીટીની સમસ્યા હોય છે તો તમારે લિમિટેડ માત્રામાં જ લસણનું સેવન કરવું જોઈએ. તમે એક દિવસમાં ચારથી પાંચ લસણની કળી નું સેવન કરી શકો છો પરંતુ તેનાથી વધુ લસણનું સેવન કરવાથી દૂર રહો.

જો તમને ડાયેરિયાની સમસ્યા હોય

જો તમને ડાયેરિયા અથવા તો ગેસની સમસ્યા રહે છે તો તમે કોશિશ કરો કે તમે ખાલી પેટે લસણનું સેવન બિલકુલ ન કરો.ખરેખર તો લસણમાં સલ્ફર જોવા મળે છે જેનું સેવન ખાલી પેટ કરવામાં આવે તો તમને ડાયેરિયા ની સમસ્યા વધી શકે છે અને તમે તકલીફમાં મુકાઇ શકો છો.

જો તમને ક્યાંક વાગ્યું હોય તો

જો તમે ક્યાંક વાગ્યું છે અને તે દરમિયાન તમે લસણનું સેવન કરો છો તો તમારે તેનાથી દૂર રહેવું જોઈએ ખરેખર તો લસણ લોહી જાડું કરવાનું કામ કરે છે તેથી જ તે દરમિયાન લસણનું સેવન કરવામાં આવે તો તેનાથી બિલ્ડીંગ બંધ થતું નથી.જેનાથી તમને સમસ્યા વધી શકે છે. તમને બહારથી બ્લીડિંગ થાય છે અથવા ઇન્ટર્નલ બ્લીડિંગ થાય ત્યાં સુધી લસણનું સેવન ઓછું કરવું જોઈએ. તમે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઇ જાવ ત્યાં સુધી તમારે લસણનું સેવન ઓછું કરવું જોઈએ.

Image Source

માતાના દૂધ નો ટેસ્ટ બદલાઈ શકે છે

જો તમે બ્રેસ્ટ-ફીડિંગ કરાવી રહ્યા છો તો તમે કોશિશ કરો કે લસણનું સેવન ઓછી માત્રામાં કરો. ખરેખર તો તમે વધુ માત્રામાં લસણનું સેવન કરો છો તો તેનાથી માતાના દૂધનો સ્વાદ પણ બદલાઇ શકે છે અને પછી બની શકે છે કે તમારું બાળક બદલાયેલા ટેસ્ટ ને કારણે આ દૂધ પીવાનું એવોઇડ કરે.

બ્લડ પ્રેશર લો થઈ શકે છે

 જો તમે એ લોકોમાંથી છો જેમને બ્લડપ્રેશરની સમસ્યા રહે છે તેવામાં તમે લસણનો વધુ માત્રામાં સેવન કરો છો તો તમને તકલીફ વધી શકે છે તેથી લસણનું સેવન ઓછું માત્રામાં કરવું જોઈએ અથવા તો તેનાથી દૂર રહેવું જોઈએ લસણમાં અમુક એવા કમ્પાઉન્ડ જોવા મળે છે જે બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે પરંતુ જો તમે પહેલેથી જ લો બ્લડપ્રેશરની સમસ્યા કે તો તમારા માટે લસણનું સેવન હાનિકારક સાબિત થઈ શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment