ભારતીએ પતિ હર્ષ વિશે કર્યો ખુલાસો: કંઈક આવું થયું કે અચાનકથી ડરી ગયી કૉમેડી ક્વીન😲

ટીવીની ફેમસ કૉમેડી ક્વીન ભારતી બધાની ફેવરેટ છે, દર વખતે બધાને હસાવતી ભારતી પોતાના જૉકસને લઈને હેડલાઇન્સમાં રહેતી હોય છે. ગયા વર્ષે ૩ ડિસેમ્બરના ભારતીએ પોતાના બોયફ્રેન્ડ હર્ષ સાથે ગોવામાં સાત ફેરા લઈ બધાને ચોંકાવી દીધા હતા. તેમના લગ્ન ઘણા સમાચારની હેડલાઇન્સ બન્યા હતા આને ઘણા બધા ફેમસ સેલિબ્રિટીઝએ લગ્નમાં હાજરી આપી હતી.

લગ્ન પછી આ કપલ એક લાંબા હનીમૂન માટે નીકળી ગયા હતા. આ બધા ઉપરાંત હંમેશા એક ચર્ચા બની રહે છે કે હર્ષ જે ભારતી ના પતિ છે એ ભારતીના કમાયેલા પૈસા ખર્ચે છે અને આ બાબત માટે હર્ષ હંમેશા સોશ્યિલ મીડિયામાં ટ્રોલ થાય છે.

તાજેતરમાં ભારતી પોતાના પતિ હર્ષ સાથે એક રિયાલિટી શૉ ‘જઝબાત’ માં પોહચી, આ શૉમાં ભારતીએ પોતાની લાઈફને લગતા ઘણા સ્તરો જાહેર કર્યા અને આ બધી વાતોની વચ્ચે એમને પોતાને અને હર્ષને લગતો એક કિસ્સો પણ જણાવ્યો.

વાત-વાતમાં ભારતીએ જણાવ્યું કે હર્ષ હંમેશા આ વાતને લઈને હેડલાઇન્સમાં રહે છે અને ટ્રોલ થાય છે કે તે તેમની પત્ની ભારતીના પૈસા ખર્ચે છે. તેમને એ પણ કીધું કે, થોડા વર્ષો પહેલા જ્યારે હર્ષે એક વૈભવી કાર ખરીદી હતી ત્યાર બાદ લોકોએ હર્ષને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું કે જે કાર તેમને ખરીદી છે તે ભારતીના પૈસાથી લેવામાં આવી છે.

લોકોએ હર્ષ પર ખરાબ કૉમેન્ટ્સ કરવાના પણ શરૂ કરી દીધા હતા. પછી ભારતીએ કહ્યું કે તે આ રિયાલિટી શૉમાં બધાની વચ્ચે કહે છે કે આ બધી વાતો સાંભળીને તેમને ખરાબ લાગે છે. લોકોને લાગે છે કે હર્ષ પોતાના પૈસાથી ગાડી સુધ્ધા નથી ખરીદી શકતા, તે એકદમ ખોટી વાત છે અને મેં હર્ષને કોઈ ગાડી ગિફ્ટ નહતી કરી ઉપરાંત તેમને પોતાની જાતે રાત દિવસ એક કરી પૈસા કમાઈને પોતાના માટે ગાડી લીધી હતી. તે મને ખુશ રાખવા બધી રીતે પ્રયાસ કરતા અને આ વાત માટે મને મારા પતિ પર ખૂબજ ગર્વ છે.

આ બધા ઉપરાંત, શૉમાં કાંઈક એવું પણ થયું હતું કે ભારતી સંપૂર્ણપણે શૉક થયી ગયી હતી. આ શૉ દરમિયાન ખૂબ જ મસ્તી-મજાક ચાલી રહ્યું હતું, બધા લોકો ખુશ હતા અને ભારતી પણ પોતાના જીવનના કેટલાક ગંભીર અને નમકીન ક્ષણો વિશે જણાવી રહી હતી કે ત્યારેજ કંઈક એવું થયું કે ભારતી સંપૂર્ણપણે ડરી ગયી.

શૉ દરમિયાન શૉનાં હોસ્ટ રાજીવ ખંડેલવાલ અચાનકથી બેહોશ થઈ ગયા અને આ જોઈને ભારતીના હોંશ ઉડી ગયા, તે મદદ માટે ચિલ્લાવા લાગી અને થોડીક જ વારમાં બધા લોકો સેટ પર ભેગા થઈ ગયા. પરંતુ આ બધાની વચ્ચે ભારતી હજી વધું શૉક થઈ ગયી જ્યારે રાજીવ અચાનકથી ઉભા થઈ ગયા, તેમને ભારતીને જણાવ્યું કે આ બધી એક મજાક હતી અને બધાને પોતાના મજાકના જાળમાં ફસાવવા વાળી આ વખતે પોતે પ્રેન્કનો શિકાર બની ગયી.

ભારતી અને હર્ષ બંને શૉમાં ખૂબ જ સરસ લાગી રહ્યા હતા, ભારતીએ ગ્રીન રંગનું ગાઉન પહેર્યું હતું, ત્યારે હર્ષ પણ ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા. દર્શકો માટે આ એપિસોડ જોવું ખરેખર ખૂબ જ મજેદાર હશે. ભારતી અને હર્ષની જોડીને ઘણા લોકો પસંદ કરે છે અને ખાસકરીને ભારતીની ફેન ફોલોઇંગ લોકોમાં ખૂબ જ વધારે છે. ભારતીની કોમિક ટાઇમિંગના બધા લોકો દીવાના છે.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *