‘બાળક થઈ ગયા પછી બધું જ સરખું થઈ જશે’ પરણિત લોકોએ બતાવી એવી વાતો જેનું આજના સમયમાં કોઈ મૂલ્ય નથી 

લગ્ન એક એવુ બંધન છે જેમાં બે લોકો જીવનભર માટે એક બીજાના સુખ દુઃખના સાથી બનીને રહે છે, અને આ જ એક કારણ છે કે આપણે જીવનસાથી પસંદ કરવામાં જરાક પણ ઉતાવળ કરવી જોઈએ નહીં.

એ વાતમાં કોઈ જ બેમત નથી કે એક ખુશહાલ અને લગ્નના પવિત્ર સંબંધ ને ચલાવવા માટે પતિ-પત્ની વચ્ચે પ્રેમ, વિશ્વાસ સમજ, સમજદારી અને બલિદાનની ભાવના હોવી જોઈએ. આવું એટલા માટે થાય છે કારણ કે તેમાં કોઈ એક પણ વસ્તુની કમી હશે તો તમારા સંબંધમાં ખટાસ જરૂરથી આવશે તે સ્વાભાવિક છે પતિ-પત્ની વચ્ચે નાના મોટા ઝઘડા, મીઠી નોક ઝોક સારું છે કારણ કે તેનાથી તે બંને વચ્ચે પ્રેમ વધે છે પરંતુ જ્યારે ઝગડો ખૂબ વધી જાય ત્યારે સંબંધ તૂટવાનું કારણ પણ બની શકે છે.

તેથી જ કહેવામાં આવ્યું છે કે પતિ-પત્નીને એક સલાહકારની ભૂમિકા માં હોવું જોઈએ, જો કે લગ્નને લઇને અલગ-અલગ લોકો પાસે આપણને અલગ અલગ અનુભવ સાંભળવા મળે છે પરંતુ અમુક એવી વાતો સામે આવે છે જે આપણને જણાવે છે કે જે લોકોનું કહેવું છે કે લગ્ન પછી બધું જ બરાબર થઈ જશે તો તે વાક્ય તદ્દન ખોટું છે.

 લગ્ન તમને ખુશ રાખશે

ઘણા લોકોને હજુ પણ એવું જ લાગે છે કે લગ્ન પછી તેમની જિંદગીની બેરુખી સંપૂર્ણ રીતે ખલાસ થઈ જશે,પરંતુ અમુક લગ્નજીવનમાં લોકો આ વાતને ખોટી માને છે તેમનું કહેવું છે કે જ્યારે આપણે આપણા પાર્ટનરને પ્રેમ કરીએ છીએ ત્યારે તેમની સાથે આપણને સારો અહેસાસ થાય છે પરંતુ આ અહેસાસ હંમેશા માટે રહેવાનો નથી.

તમે તમારા પાર્ટનરના વિશે અમુક એવી વસ્તુઓ શીખી શકો છો જેનાથી તમે તેમની સાથે ખુશ રહેવાના બહાનાં શોધી શકો પરંતુ અમુક સમય પછી જ્યારે તમારા બંનેની વચ્ચે વિવાદ વધશે ત્યારે તમારે ખુશ રહેવા માટે પોતાનો રસ્તો જાતે જ શોધવો પડશે પોતાની જાતને ખુશ રાખવા માટે લગ્ન જેવી વસ્તુ પર ભરોસો કરી શકતા નથી.

બાળક થઈ ગયા પછી બધું જ સારું થઈ જશે

લગ્ન કરેલા કપલ જ્યારે પોતાના સંબંધમાં ઘણા સંઘર્ષોનો સામનો કરે છે, ત્યારે લગભગ બધા તેમને એવી સલાહ આપતા નજરે ચડે છે કે ‘બાળક થઈ ગયા પછી બધું જ સરખું થઈ જશે’ પરંતુ એ લોકોને એવું ન ભૂલવું જોઈએ કે બાળક થયા પછી ઘણા બધા નવા મુદ્દાઓ પણ ઉભા થઇ શકે છે.

બની શકે છે કે તમારા બેમાંથી ત્રણ થવાની ફરજનું પ્રેસર તમારી ઉપર કેવી રીતે હાવી થઇ જાય કે તમે સાથે રહેવાની જગ્યાએ એકબીજાથી અલગ રહેવું વધુ સારું સમજો. બાળક ખરેખર તમને તમારા લગ્ન નું ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઓછો સમય આવશે જેના પછી તમારો સંબંધ  પહેલાથી વધુ ખરાબ થઈ શકશે.

Image Source

અલગ સ્વભાવનો માણસ આપણા માટે વધુ યોગ્ય રહેશે

ઘણા લોકોનું એવું માનવું છે કે તમારો સ્વભાવ તમારા પાર્ટનરના સ્વભાવથી અલગ હોય તો વધુ સારું રહે છે. પરંતુ પરણીત વ્યક્તિઓ આ વાત પર ના ને બરાબર હા કહે છે. તેમનું કહેવું છે કે અલગ સ્વભાવ વાળા સાથે સાથે તાલમેલ બેસાડવામાં ખૂબ પરેશાનીનો સામનો કરવો પડે છે.

લગ્ન જેવા જટિલ સંબંધ માં બેલેન્સ બનાવી રાખવા માટે લોકોએ તેમનો જેવો સ્વભાવ હોય તેવા જ સ્વભાવ વાળો તેમનો સાથે મળે તેનાથી તેમને તેમનો સંબંધ વ્યવસ્થિત ચાલવાની એક આશા રહે છે. અને અન્ય કોઇ વાત પર તેમનો સાથી  બેપરવા થઇ જાય તો પણ તેમના સુધારાની એક આશ રહે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “‘બાળક થઈ ગયા પછી બધું જ સરખું થઈ જશે’ પરણિત લોકોએ બતાવી એવી વાતો જેનું આજના સમયમાં કોઈ મૂલ્ય નથી ”

Leave a Comment