ગર્ભાવસ્થા દરમિયાન દરેક સ્ત્રી એ બનાવી જોઈએ એક ચેક લિસ્ટ, જાણો કેટલી ઉપયોગી છે તે

Image Source

પ્રેગ્નેન્સી દરમિયાન તમારે ઘણી બધી વસ્તુ માં બદલાવ કરવો પડે છે. જેમા તમારે કેટલીક નવી વસ્તુ ઓ ને પણ શામેલ કરવી પડતી હોય છે. તો ત્યાં જ કેટલીક જૂની આદતો ને છોડવી પણ પડે છે. આ સમય દરમિયાન તમારે કેટલીક નવી વસ્તુઓ ખરીદવાની જરૂર પડે છે. જેમ કે, ક્રિબ, સ્ટ્રોલર,આવી બીજી ઘણી વસ્તુ છે કે જે તમને પ્રેગ્નેન્સી દરમિયાન અને તે પછી પણ કામ આવે છે. આ લેખ માં તમારી પ્રેગ્નેન્સી ને સરળ કરવાનો પ્રયાસ કર્યો છે. અને અહી કેટલીક વસ્તુ ઓ ની લિસ્ટ આપવા માં આવી છે જે તમને પ્રેગ્નેન્સી દરમિયાન ખૂબ કામ આવે એમ છે. જેથી તમારો સમય સારો આરામદાયક બની રહે.

પ્રેગ્નેન્સી દરમિયાન માતા પાસે આ સામાન હોવો જોઈએ

તમે પ્રેગ્નેન્સી માંટે કઈ પણ ખરીદો તો એ પહેલા વસ્તુ ની એક લિસ્ટ બનાવી લો. પછી નક્કી કરો કે તમારે કઈ વસ્તુ ની જરૂર છે. આ લિસ્ટ ની મદદ થી તમે જરુરી વસ્તુ ની શોર્ટ લિસ્ટ બનાવી શકો છો.

Image Source

આખા શરીર માંટે પ્રેગ્નેન્સી પીલો(ઓશીકું)

ગર્ભવસ્થા દરમિયાન તમારા શરીર પર સૌથી વધુ તણાવ પડે છે. જેના લીધે દરરોજ નું કામ પણ મુશ્કેલ થી થતું હોય છે. તમને વળવા માં પણ તકલીફ થાય છે. પછી તમને ધીરે ધીરે સુવા માં પણ તકલીફ થવા લાગે છે. એટલે તમારા શરીર ના હિસાબ થી પ્રેગ્નેન્સી પીલો આવે છે . જેના મદદ થી તમારા શરીર ને  આરામ મળે છે. તે એવી રીતે ડિજાઇન કરવા માં આવે છે કે જેથી તમારા શરીર ને આરામ મળે. જેમ જેમ તમારું પેટ વધવા લાગે છે તેમ તેમ તમારે આ પીલો ની જરૂર પડશે. એટલે તમારે આ પીલો લઈ લેવું જોઈએ તેમાં જ તમારી સમજદારી છે. પીલો ની જરૂરિયાત તમને બીજા કે ત્રીજા મહિના માં વધુ રહે છે.

બ્રા એક્સટેન્ડર

પ્રેગ્નેન્સી દરમિયાન તમારે ફક્ત તમારા બ્રા ના કપ ની જ સાઇઝ બદલાતી નથી પણ બેન્ડ સાઇઝ  પણ બદલાય છે. આ વસ્તુ તમારા પ્રેગ્નેન્સી ના પહેલા જ અઠવાડિયા માં થવા લાગે છે. તમારી મેમરી ગ્રંથિ તમારી છાતીની આસપાસ ફેલાય છે.જેમ જેમ તે મોટા થશે તેમ તેમ તમે જોશો કે તમારા બ્રા ની સાઇઝ તો બરાબર છે પણ તમારી બ્રા ની પટ્ટી બરાબર નહીં બેસે. બ્રા એક્સટેન્ડર થી તમને ઘણી રાહત મળી શકે છે.

બ્રા એક્સટેન્ડર ની જરૂર ક્યારે પડે છે ?

તમારા સ્તન લગભગ 6 થી 8 અઠવાડિયા માં વધવા લાગશે. એટલે જ પહેલા 3 મહિના માં તમે તેનો ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ તમે તમારી આખી ગર્ભાવસ્થા દરમિયાન કરી શકો છો.

મેટરનિટી બ્રા

ગર્ભાવસ્થા પહેલા અને પછી પણ તમારા બ્રેસ્ટ ના કપ ની સાઇઝ એક થી બે ગણા જેટલી વધેલી રહે છે. કારણ કે તે દૂધ નું ઉત્પાદન શરૂ કરે છે. એટલે જ તમારે સારા કોલીટી ની મેટરનિટી બ્રા ખરીદવી જોઈએ. જે તમારા બ્રેસ્ટ ને સારી રીતે સપોર્ટ કરે.

મેટરનિટી બ્રા ની જરૂર ક્યારે પડે છે?

તમારે તમારા બીજા કે ત્રીજા મહિના માં જ આ બ્રા ખરીદી લેવી જોઈએ. આ બ્રા ખાસ કરી ને બ્રેસ્ટ ફીડિંગ કરાવતી માં માંટે ખૂબ જ ઉપયોગી છે.

Image Source

ટેનિસ બોલ્સ

શું તમે જાણો છો કે ટેનિસ બોલ ને આ લિસ્ટ માં કેમ શામેલ કરવામાં આવ્યો છે?કારણ કે તે લોઅર બેક મસાજ માંટે ખૂબ જ ઉપયોગી છે. ગર્ભ માં મોટા થતાં બાળક ના લીધે તમારા પીઠ પર ખૂબ જ તણાવ આવે છે. આ તણાવ ને દૂર કરવા માંટે તમારે ટેનિસ બોલ ની જરૂર પડશે. તમે તમારા પતિ કે ઘર ના કોઈ વ્યક્તિ પાસે થી આ બોલ ની મદદ થી  લોઅર બેક નું મસાજ કરાવી શકો છો. મસાજ ની મદદ થી તમને દુખાવો પણ ઓછો થશે.

ટેનિસ બોલ ની જરૂર ક્યારે પડે છે?

ત્રીજા મહિના થી જ તમારે ટેનિસ બોલ થી મસાજ કરવો. કારણ કે તમારું પેટ ભારે થઈ જાય છે અને પીઠ ના નીચે ના ભાગ પર તણાવ આવે છે.

Image Source

મસાજ ઓઇલ કે લોશન

જેમ જેમ તમારી ગર્ભાવસ્થા આગળ વધે છે તેમ તેમ તમારી આંતરિક બોડી માં પણ તણાવ આવે છે. સાથે જ હાથ અને પગ માં પણ બ્લડ સરક્યુંલેશન ઓછું થાય છે. પ્રેગ્નેન્સી દરમિયાન ઓઇલ થી મસાજ કરવાથી હાથ અને પગ માં બ્લડ સરક્યુંલેશન વધે છે. સારું મસાજ ઓઇલ, લોશન કે મોઈશ્ચરાઈજર ક્રીમ વાપરવાથી બ્લડ સરક્યુંલેશન સારું થાય છે. સાથે જ સ્કીન ની સમસ્યા જેમ કે હાથ અને પગ ની ચામડી સૂકી પડતી અટકે છે. જે ગર્ભાવસ્થા દરમિયાન થતી સામાન્ય સમસ્યા છે.

આની જરૂર ક્યારે પડે છે?

સૂકી ત્વચા ની સમસ્યા તમને પહેલા મહિના થી જ થવા લાગે છે. આ માંટે તમારે મસાજ ઓઇલ કે લોશન નો ઉપયોગ કરવો.

આદું

મોર્નિંગ સિકનેસ ને દૂર કરવા માંટે આદું ખૂબ જ જરુરી છે. આ તે સમય માટે ખાસ ઉપયોગી બને છે જ્યારે તમે ઊબકા અનુભવો છો. તમે આદું ની ચા કે પછી ગ્રીન ટી ની સાથે પણ મિક્સ કરી ને પી શકો છો. સાથે જ આદું નો ખાવા માં પણ ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે આદું ની કેન્ડી પણ ખાઈ શકો છો. જે દરેક સમયે તમારા પર્સ માં રાખી શકો છો. ખાસ કરી ને જ્યારે તમે પ્રેગ્નેન્સી માં બહાર જવાના હોવ.

આની જરૂર ક્યારે પડે છે?

મોર્નિંગ સિકનેસ નો અનુભવ તમને પહેલા ના ત્રણ મહિના ના બીજા ભાગ માં જ થવા લાગશે. એટલે તમે આ સમયે તમારી પાસે આદું ની કેન્ડી રાખી શકો છો.

Image Source

ગરમ પાણી ની બોટલ

એક ગરમ પાણી ની બોટલ તમારી પાસે રાખવી જેથી પીઠ માં દર્દ, પગ માં દર્દ,વગેરે માં રાહત મળી શકે છે. સાથે જ તમે તે બોટલ ની મદદ થી મસાજ પણ કરી શકો છો. આ માટે, તમે બેટરી ઓપરેટેડ મસાજિંગ હોટ વોટર બોટલની પણ મદદ લઈ શકો છો, જેનાથી તમે હલકું અનુભવ કરશો.

આની જરૂર ક્યારે પડે છે?

તમને ગરમ પાણી ની બોટલ બીજા અને ત્રીજા મહિના માં જરૂર પડશે.

હાર્ટ બર્ન માંટે એન્ટાસીડ

પ્રેગ્નેન્સી દરમિયાન એસિડ નું પ્રમાણ વધી જાય છે અને આ એસિડ ભોજન નલિકા ની તરફ જવા લાગે છે. જેના લીધે તમને બળતરા થવા લાગે છે. આ સમસ્યા ગર્ભવતી મહિલા ઓ માં સામાન્ય હોય છે. કારણ કે તમારું પેટ વધતું જ જતું હોય છે. અને તમારા અંગ પર દબાણ પડે છે. માંટે જ તમારે એન્ટાસીડ જોડે રાખવી.

આની જરૂર ક્યારે પડે છે?

એસિડ રેફલક્સ ની જરૂરિયાત પહેલા ના ત્રણ મહિના અને છેલ્લા ત્રણ મહિના માં વધુ જરૂર પડે છે. એટલે તમને એન્ટાસીડ જરૂર વધુ પડી શકે છે.

Image Source

ફ્લેટ તથા આરામદાયક જૂતા

તમે મનો કે ના માંનો પ્રેગ્નેન્સી માં તમારા પગ અહેમ ભૂમિકા નિભાવે છે. પ્રેગ્નેન્સી દરમિયાન તમારા પગ માં સોજા આવી શકે છે. એટલે જ તમારે પ્રેગ્નેન્સી માં તમારે આરામદાયક તથા એથ્લેટીક જૂતા પહેરવા.

આની જરૂર ક્યારે પડે છે?

તમારા જૂના જૂતા બીજા મહિના પછી ફિટ થવા લાગશે. તમારા પંજા ની સાઇઝ પણ વધી જશે. જે પ્રેગ્નેન્સી ના છેલ્લા મહિના સુધી રહે છે. એટલે જ્યારે તમે જૂતાં ખરીદો તો એક કે બે સાઇઝ મોટા જ લેવા.

Image Source

સ્લીપ માસ્ક

થાક, દુખાવો, ગભરાટ, જુદા જુદા વિચારો આવા વગેરે પ્રેગ્નેન્સી દરમિયાન થાય છે જે નોર્મલ છે. ગર્ભાવસ્થા દરમિયાન સારી રીતે ઊંઘ લેવી પણ ખૂબ જ જરુરી હોય છે. જેનાથી તમારું શરીર સારી રીતે રિલેક્સ થાય છે. પણ જો તમને લાઇટ થી તકલીફ થતી હોય તો તમારી ઊંઘ ને ખલેલ પહોંચે છે. એટલે તમારે સ્લીપ માસ્ક ની જરૂર પડે છે.

આની જરૂર ક્યારે પડે છે?

તમે ત્યારે જ સ્લીપ માસ્ક ખરીદો જ્યારે તમને તેની ખૂબ જરૂર હોય. જો કે તમને સજેશન આપવામાં આવે છે કે તેને તમે પહેલા ત્રણ મહિના માં જ ખરીદો. જેથી તમને પ્રેગ્નેન્સી માં કામ આવે.

Image Source

મેટરનીટી બેલ્ટ

અલગ અલગ પ્રકાર ના મેટરનિટી બેલ્ટ મળે છે. જે તમારા પેટ ને સપોર્ટ આપે છે. જેમ બ્રા તમારા બ્રેસ્ટ ને સપોર્ટ કરે છે તેવી જ રીતે આ બેલ્ટ પીઠ અને હિપ્સ ને સપોર્ટ કરે છે.

આની જરૂર ક્યારે પડે છે?

જ્યારે તમારો બીજો કે ત્રીજો મહિનો ચાલતો હોય ત્યારે પીઠ માં વધુ દુખાવો થાય છે. ત્યારે તમને મેટરનિટી બેલ્ટ ની જરૂર પડે છે.

મલ્ટી વિટામિન સપ્લીમેન્ટ્સ

સપ્લીમેન્ટ્સ માં ખાસ કરી ને વિટામિન d અને ફોલિક એસિડ ખૂબ જ જરુરી હોય છે. કારણ કે તે બાળક માંટે ખૂબ જ જરુરી છે. પ્રેગ્નેન્સી દરમિયાન તમારે રોજ મલ્ટી વિટામિન ની જરૂર પડે છે. જેમા આ બંને ન્યુટ્રીયન પણ હોય છે. મલ્ટી વિટામિન થી તમને તે વસ્તુ મળે છે જે તમને ભોજન માંથી પણ નથી મળતું. જો કે તમારે કોઈ પણ દવા લેતા પહેલા ડોક્ટર ને જરૂર થી પૂછો.

આની જરૂર ક્યારે પડે છે?

જેવી જ તમને પ્રેગ્નેન્સી ની ખબર પડે છે એવું જ ડોક્ટર તમને મલ્ટી વિટામિન ની ગોળીઓ આપે છે. તમારે પ્રેગ્નેન્સી દરમિયાન કોમન મલ્ટી વિટામિન ની ગોળીઓ ન લેવી કારણ કે તેમા અમુક સામગ્રી એવી હોય છે જેનાથી બાળક ને નુકશાન થઈ શકે છે.

Image Source

મેટરનીટી જીન્સ

મોટા ભાગ ની સ્ત્રી ને 9 મહિના નો સમય ઘણો લાંબો લાગતો હોય છે. અને આ સમયે તમારા કપડાં તમને ફિટ લાગવા લાગે છે. જેના લીધે તમારી ત્વચા બરાબર સ્વાસ નથી લઈ શકતી. આવા માં તમારે 2 જોડી જીન્સ લેવી જોઈએ. જેને તમે બહાર જતા સમયે પહેરી શકો છો. તમે તમારા માંટે સુપર સ્ટ્રેચ મેટરનિટી જીન્સ ખરીદો.

આની જરૂર ક્યારે પડશે?

આજ કાલ પ્રેગ્નેન્સી જીન્સ તમારા શરીર માં થતાં બદલાવ ને આધારે ચેંજ થાય છે. અને તે ખૂબ જ આરામદાયક હોય છે. બીજા મહિના દરમિયાન તમારે મેટરનીટી જીન્સ ખરીદવી જોઈએ.

સ્ટ્રેચ માર્ક ઓઇલ અથવા લોશન

પ્રેગ્નેન્સી દરમિયાન તમારું શરીર ખૂબ વજન સહન કરે છે. અને વધતાં વજન ને કારણે તમારી ત્વચા પણ ફેલતી જાય છે. જેના કારણે તમને સ્ટ્રેચ માર્ક પડી જાય છે. અને તમને ખંજવાળ અને બળતરા થાય છે. મોઈશ્ચરાઈજર નો ઉપયોગ કરી ને અથવા એંટિ-સ્ટ્રેચ માર્ક ઓઇલ થી તમે તમારી ત્વચા ને શાંત કરી શકો છો. અને હેલ્થી પણ રાખી શકો છો.

આની જરૂર ક્યારે પડે છે.

તમારે તમારા બીજા મહિના થી તેનો ઉપયોગ કરવા નો ચાલુ કરી દેવો જોઈએ. કારણ કે તમારા શરીર માં આ સમય થી જ વધુ બદલાવ આવા લાગે છે.

Image Source

ટિસ્યૂ પેપર

જો તમે પેપર ટિસ્યૂ નો ઓછો વપરાશ કરો છો તો તમારે એ ટેવ બદલવી પડશે. પ્રેગ્નેન્સી નો સમય ઘણો નાજુક હોય છે. એટલે તમારે ટિસ્યૂ પેપર ની આદત પાડવી પડશે. બાળક ના જન્મ પછી તેની જરૂર વધુ પડશે. જેમ કે ટેબલ પર થી બાળક ના ખોરાક ને સાફ કરવું,અથવા તો તેને લૂછવા માંટે પણ ઉપયોગી થશે. બ્રેસ્ટફીડિંગ પછી પોતાને લૂછવું વગેરે આ બધા રોજિંદા કામો માંટે તમને ટિસ્યૂ પેપર ની જરૂર પડશે.

આની જરૂર ક્યારે પડશે?

તમને એવું કહેવા માં આવે છે કે તમારે હમેશા ટિસ્યૂ પેપર નો ઉપયોગ કરવો. ભલે પછી તમારા પ્રેગ્નેન્સી નો કોઈ પણ મહિનો ચાલતો હોય.

Image Source

હેલ્થી સ્નેક

હા એ ખૂબ જ બેસિક વાત છે. કે તમારે પ્રેગ્નેન્સી દરમિયાન હેલ્થી સ્નેક ખાવો જોઈએ. પણ તેને લિસ્ટ માં શામેલ કરવુ જરુરી છે. કારણ કે તેના વિશે કોઈ વાત નથી થતી. પ્રેગ્નેન્સી દરમિયાન બીપી, ડાયાબિટિસ, અને કબજિયાત જેવી તકલીફ થાય છે. આ ઉપરાંત ગર્ભવતી ને મળતા ખરાબ પોષણ ના લીધે તેની અસર બાળક પર પણ પડે છે. અને તેમા વધુ વજન અને ડાયાબિટિસ નો ખતરો પણ રહે છે. એટલે જ તમને જ્યારે પ્રેગ્નેન્સી માં ભૂખ લાગે તો હેલ્થી સ્નેક લો. આજ એક સારો ઉપાય છે જેનાથી તમે તમારા શરીર ને સારું પોષણ આપી શકશો. અને કોઈ પણ હેલ્થ ઇસ્યુ થી પોતાને બચાવી શકો છો.

આની જરૂર ક્યારે પડે છે?

જેવુ જ તમને તમારી પ્રેગ્નેન્સી વિશે ખબર પડે એવું જ તમારે મલ્ટી વિટામિન લેવાનું શરૂ કરવું જોઈએ. જેનાથી તમારુ ડાયટ સારુ રહે.

ફેસ કેર પ્રોડક્ટ

પ્રેગ્નેન્સી ના શરૂઆત માં તમને ખીલ થવા લાગશે. કારણ કે આ સમયે તમારા હોર્મોન્સ માં ઘણા ઉતાર ચઢાવ આવે છે. આ માટે તમારે હળવા ઓઇલ બેલેન્સિંગ ફેસ ક્લીંઝરનો ઉપયોગ કરવો જોઈએ અને મોઈશ્ચરાઈજર પણ ઉપયોગ કરવો જોઈએ જે તમારી ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કોઈ પણ સખત એન્ટિ-ખીલ ફેસ વોશ અથવા અન્ય ક્લિયરિંગ ઉત્પાદનોનો ઉપયોગ કરશો નહીં. તમે જેવા નોર્મલ થશો એવી જ તમારી ત્વચા પણ નોર્મલ થઈ જશે.

આની જરૂર ક્યારે પડે છે?

પહેલા ત્રણ મહિના માઇલ્ડ ફેસ વોશ નો ઉપયોગ કરવો હિતાવહ રહેશે

Image Source

શુ ઇન્સર્ટ

પ્રેગ્નેન્સી દરમિયાન તમારું વજન ઘણું વધી જાય છે. પ્રેગ્નેન્સી માં તમે વધુ જડપ થી પણ ચાલી નહીં શકો. એટલા માંટે જ તમારે શુ ઇન્સર્ટ ની જરૂર પડે છે જેથી તમારા પગ ને સપોર્ટ મળી રહે. શુ ઇન્સર્ટ થી તમારા પગ ના આર્ચ ને સારો સપોર્ટ મળે છે. સાથે જ તમે તમારા પતિ ને કહી ને હલકા હાથે પગ રબ પણ કરાવી શકો છો.

આની જરૂર ક્યારે પડે છે?

ગર્ભાવસ્થા ના ત્રીજા મહિના થી તમારા પગ ને વધુ સપોર્ટ આપો. અને તેને શુ ઇન્સર્ટ થી સપોર્ટ કરી શકો છો.

સોફ્ટ ટુથ બ્રશ

પ્રેગ્નેન્સી દરમિયાન તમારે સોફ્ટ ટુથ બ્રશ નો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે ગર્ભાવસ્થા દરમિયાન તમારા પેઢા સૂજી જાય છે. અને લોહી પણ નીકળવા લાગે છે. જો તમે સોફ્ટ બ્રશ નો ઉપયોગ નથી કરતાં તો જલ્દી જ તમે તેનો ઉપયોગ ચાલુ કરી દો.

આની જરૂર ક્યારે પડે છે?

ગર્ભાવસ્થા ના પહેલા ત્રણ મહિના થી જ સોફ્ટ બ્રશ વાપરવાનું ચાલુ કરી દો.

 

રીડિંગ મટિરિયલ

કુટુંબ અને તમારા પડોશના લોકો તમને સગર્ભાવસ્થા દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે વિશે ઘણાં સૂચનો આપશે. પરંતુ, ગર્ભાવસ્થા માં જે બાબતોમાંથી તમે પસાર થઈ રહ્યાં છો, તમારે તેનુ  વાંચન કરવું જોઈએ. આ સમયે તમે ઘણી બધી બાબતોનો સામનો કરી રહ્યા છો અને તમને ખૂબ હિંમતની જરૂર છે, આવી રીતે સારા પુસ્તકો વાંચવાથી તમને ખૂબ સારું લાગશે. તમે મેગેઝિનો અને ઓનલાઇન કોઈ પણ બૂક વાંચી શકો છો.અને જરુરી માહિતી મેળવી શકો છો. પરંતુ ધ્યાનમાં રાખો કે તમે જે પણ વાંચો તેનો  સોર્સ વિશ્વસનીય હોવો જોઈએ.

આની જરૂર ક્યારે પડે છે?

પ્રેગ્નેન્સી દરમિયાન અને તે પછી પણ તમે તેને શરૂ કરી શકો છો.

બાથ સોલ્ટ

બાથ સોલ્ટ થી તમારા માશપેશી માં થતો દુખાવો તેમ જ ક્રમપિન્ગ માંથી રાહત મળે છે. જે પ્રેગ્નેન્સી દરમિયાન થતી ખૂબ જ સામાન્ય તકલીફ છે. તમારા પગ ને એક ટબ માં પાણી ભરી તેમા બાથ સોલ્ટ નાખી ને થોડી વાર રાખી મૂકો. તમે તમારા બાથ ટબ માં પણ થોડું બાથ સોલ્ટ/ એપ્સમ સોલ્ટ નાખી શકો છો.

આની જરૂર ક્યારે પડે છે?

પ્રેગ્નેન્સી ખબર પડતાં જ તમને તમારી માશપેશી ઓ માં થકાવો થવા લાગે છે. તે સમય દરમિયાન તમે બાથ સોલ્ટ નો ઉપયોગ કરી શકો છો.

કંપરેશન સોક્સ

જેમ જેમ તમારી ગર્ભાવસ્થા આગળ વધે છે તેમ તેમ તમારા પગ માં સોજો વધતો જાય છે. અથવા તો ક્રેમ્પ જેવુ લાગે છે. જો કે તમને તમારા પિંડી અને પગ ને સપોર્ટ કરવા માંટે કંપરેશન સોક્સ ની જરૂર પડશે. આ સોક્સ જે મહિલા ઓ ને વધુ હરવું ફરવું પડતું હોય તેની માંટે ખૂબ જ સારા છે.

આની જરૂર ક્યારે પડે છે?

તમારે બીજા કે ત્રીજા મહિના થી જ આ સોકસ નો ઉપયોગ કરવો જોઈએ કે જ્યારે તમારા પગ જૂતા માં ન ફિટ થતાં હોય.

આ કેટલીક મૂળભૂત બાબતો છે, પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે ગર્ભાવસ્થા દરમિયાન ખૂબ ઉપયોગી છે અને તમારે તમારી ગર્ભાવસ્થાની ખરીદી માટે અહીં જણાવેલ આવશ્યક ચીજોની સૂચિ ધ્યાનમાં રાખવી જોઈએ, આનાથી તમને માનસિક અને શારીરિક તાણથી થોડી રાહત મળશે.  અમે જાણીએ છીએ કે સગર્ભાવસ્થા દરમિયાન તમારા ખર્ચા ખૂબ જ થાય છે, પરંતુ યોગ્ય આયોજન અને બજેટ દ્વારા, તમે બધું મેનેજ કરી શકો છો. આ રીતે, તમને તાણ નહીં આવે અને તમારી ગર્ભાવસ્થાનો આ મુશ્કેલ સમય થોડો સરળ થઈ જશે.

ખાસ નોંધ : ઉપરોક્ત દરેક માહિતી અમે ઇન્ટરનેટ ઉપર થી એકત્રિત કરેલ છે તો આપ ને વિનંતી છે કે નિષ્ણાત ની સલાહ આવશ્યક છે કોઈ પણ વસ્તુ કરતાં પેહલા

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment