તમને ખબર છે? સેક્સ કરતી વખતે મહિલાઓ પુરૂષ પાસેથી શું ઇચ્છાઓ રાખે છે?

સેક્સ સંબંધ માત્ર કોઈ પ્રક્રિયા નથી. સેક્સ દ્વારા બે વ્યક્તિના હદયનું મિલન થાય છે અને બે વ્યક્તિના મન એકદમ નજીક આવે છે. સેક્સમાં કંઇક મજા હોવી જોઈએ અને સેક્સમાં હદથી વધારે આનંદ હોવો જોઈએ. એ માટે તમે આ ટીપ્સ જાણી લો જે તમને ખુબ જ કામ લાગશે. કોઇપણ મહિલા સેક્સ કરતી વખતે પુરૂષ પાસે શું ઇચ્છતી હોય છે? ઘણા ખરાને આ પ્રશ્નનો જવાબ ખબર નથી હોતી એટલે સેક્સ બોરિંગ લાઈફ જેવો થઇ જાય છે.

તો ચાલો જાણીએ મહિલાના મનમાં સેક્સને લઈને કેવા વિચારો હોય છે અને પુરૂષ પાસેથી મહિલા કેવી ઈચ્છા રાખે છે?

આ લેખ એક્સપર્ટ લોકોએ કરેલા પ્રયોગોના રીપોર્ટ પરથી તૈયાર કરવામાં આવ્યો છે. એટલે આ માહિતી ખરેખર જાણવા જેવી છે. તો વધુ માહિતી માટે વાંચો નીચેનો પેરેગ્રાફ :

() કામક્રીડા :

મોટાભાગના પુરૂષને કામક્રીડા પર વધુ ધ્યાન હોય છે. સેક્સનું જેવું ચક્કર પૂર્ણ થાય અને ડીસ્ચાર્જની સ્થિતિ થાય પછી પુરૂષને ઊંઘ આવવા લાગે છે અને ઘણા ખરા પુરૂષો તો સુઈ પણ જાય છે. આ સમયે સ્ત્રી વધુ આનંદ લેવા માટે ઇચ્છતી હોય છે. પુરૂષ તેને જ્યાં સુધી સંપૂર્ણપણે સંતૃપ્ત ન કરે ત્યાં સુધી ઉતેજના ઠંડી પડતી નથી. જે પુરૂષ સ્ત્રીને ચરમસીમાએ પહોંચાડે છે તે કપલની સેક્સ લાઈફ સુંદર હોય છે.

() ફોરપ્લેનો અહમ રોલ :

મહિલામાં સેક્સનો આનંદ ચરમસીમાએ પહોંચે ત્યાં સુધી હોય છે એ વાત તો ખરી પણ મહિલાના મનમાં ફોરપ્લેનો અહેસાસ કંઇક અલગ જ થાય છે. ફોરપ્લેનો અહેસાસ એટલો મધુર હોય છે કે મહિલા એકદમ ઉતેજીત થઈને પુરૂષને પણ સંતોષ આપે છે. એટલા માટે જ ફોરપ્લેની પ્રક્રિયા એવી છે જે બહુ અગત્યની છે. મહિલા એવું ઇચ્છતી હોય છે કે પુરૂષ તેને ફોરપ્લેમાં જબરદસ્ત આનંદ કરાવે.

() આરામથી સેક્સ :

બધી જ મહિલાઓ એવું ઇચ્છતી હોય છે કે, શરીરના કોમળ અંગોને પુરૂષ હળવા હાથથી સ્પર્શ કરે અને કોઇપણ પ્રકારની તકલીફ ન આપે. આ બાબતે અમુક પુરૂષો ઉતાવળા થઈને સ્ત્રીને સ્પર્શના અહેસાસને બદલે દર્દ આપતા હોય છે એવું પણ બને છે. આ લેખ વાંચ્યા પછી ફીમેલ પાર્ટનર તેના મેલ પાર્ટનર સાથે આ બાબતની ચર્ચા કરજો અથવા મેલ પાર્ટનર જાતે જ સમજી જજો. દરેક સ્ત્રીને હળવો મુલાયમ સ્પર્શ અદ્દભુત લાગણી આપતો હોય છે.

() વાતાવરણની અસર :

દરેક માણસ પર વાતાવરણની અસર હોય છે એમ સેક્સ લાઈફ કેવી છે એ આધાર બેડરૂમના વાતાવરણ પર હોય છે. બેડરૂમનું વાતાવરણ મનમોહક હોય તો સ્ત્રી અંદરથી ખુશ થાય છે. મહિલાને અનુકુળ વાતાવરણ હોય તો સેક્સનો આનંદ બમણો થઇ જાય છે.

() સેક્સ માટેની પોઝીશન :

સૌથી અગત્યની વાત આ મુદ્દામાં સમાયેલ છે. સેક્સ વખતે સેક્સની પોઝીશન મહત્વનો ભાગ ભજવે છે, જેનાથી સેક્સના આનંદને વધારી શકાય છે. તમારા પાર્ટનર સાથે સેક્સની કઈ પોઝીશન વધુ પસંદ છે એ વિશેની ચર્ચા કરો અને જાણો તેને કઈ પોઝીશનમાં સૌથી વધુ આનંદ મળે છે. જે પોઝીશનથી ઉતેજનામાં વધારો થાય એ પોઝીશનથી સેક્સ કરવાથી સ્ત્રીને મોહિત કરી શકાય છે.

આ પાંચ મુદ્દા એવા છે જે સ્ત્રી એક પુરૂષ પાસે ઈચ્છા રાખે છે. આ ઇચ્છાઓને સંતૃપ્ત કરવી એ પુરૂષના હાથમાં હોય છે.પુરૂષ જો સ્ત્રીને ખુશ રાખી શકે તો સેક્સ રીલેશન બોન્ડીંગ મજબૂત થાય છે, જેની અસર સમગ્ર લાઈફ પર હોય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *