કોઈ પણ માણસ ની ઓળખ તેની યોગ્યતા થી થાય છે.. ચાલો જાણીએ એક મજેદાર કહાની..

એક રાજ્ય માં એક સમજદાર સાહુકાર હતો. આ સાહુકાર દરેક વસ્તુ ની કિમત એકદમ સારી રીતે લગાવતો. આ રાજ્ય ના લોકો ને સાહુકાર પર ખૂબ જ વિશ્વાસ હતો. સાહુકાર કોઈ પણ વસ્તુ ની કિમત લગાવે તેને લોકો કોઈ પણ મોલ તોલ વગર જ લઈ જતા. એક દિવસે આ રાજ્ય ના રાજા ને સાહુકાર વિશે ખબર પડી.મંત્રી એ રાજા ને કહ્યું કે આ સાહુકાર વસ્તુ જોઈ ને તેનો ભાવ કહી દે છે. સાહુકાર ની આટલી તારીફ સાંભળીને રાજા એ મંત્રી ને  કહ્યું કે તમે સાહુકાર ને દરબાર માં લઈ આવો. હું આ સાહુકાર ની પરીક્ષા લેવા માગું છું. અને જોવા માગું છું કે સાચે માં જ સાહુકાર બધી વસ્તુ નો બરાબર ભાવ લગાવે છે કે નહીં.

Image Source

રાજા ની વાત માનતા મંત્રી એ સાહુકાર ને દરબાર માં બોલાવ્યો. સાહુકાર ને જોઈને રાજા એ તેને કેટલીક કિમતી વસ્તુ બતાવી. અને તે વસ્તુ નો ભાવ પૂછ્યો. સાહુકારે વધારે સમય ન બગાડતાં દરેક વસ્તુ નો ભાવ કીધો. સાહુકાર દ્વારા કહેવામાં આવેલ બધા ભાવ સાચા પડ્યા.

રાજા એ સાહુકાર ને હજી વધુ પારખતા કહ્યું કે હવે હું તમને જે વસ્તુ બતાવા જઇ રહ્યો છું એના ભાવ પણ મને કેજો. આમ કહી ને રાજા એ તેના છોકરા ને દરબાર માં બોલાવ્યો. અને સાહુકાર ને કહ્યું કે તમે આ રાજ્ય ના રાજકુમાર ની કિમત  કહો.

Image Source

સાહુકાર આ વાત સંભાળી ને ચોંકી ગયો.અને ડરતા ડરતા રાજા ને કહ્યું મહારાજ હું રાજકુમાર ની સાચી કિમત તો કહી દઉં પણ મને વાયદો કરો કે તમે ગુસ્સે નહીં થાવ. રાજા એ ક્રોધિત ન થવા નો વાયદો કર્યો. અને સાહુકારે રાજકુમાર ની કિમત આકતા કહ્યું કે  રાજકુમાર ની કિમત બે રૂપિયા થી વધુ નથી.

સાહુકાર ની આ વાત સાંભળી ને રાજકુમાર ને ગુસ્સો આવ્યો. અને કહ્યું કે સાહુકાર ને સજા આપવામાં આવે. પરંતુ સાહુકાર ની આ વાત સાંભળી ને રાજા ને ગુસ્સો ન આવ્યો અને તે ખુશ થઈ ગયા. ખરેખર તો રાજા સમજી જ ગયા કે સાહુકારે રાજકુમાર ની કિમત એક સામાન્ય માણસ ની જેમ જ કરી છે. જો રાજકુમાર દરરોજ મજૂરી કરે તો તેને 2 જ રૂપિયા મળે. રાજા એ રાજકુમાર ને શાંત કર્યા. અને સાહુકાર ની ખૂબ જ તારીફ કરી. રાજા એ ભેટ સ્વરૂપ સાહુકાર ને ઘણા બધા પૈસા આપ્યા.

Image Source

આ વાર્તા થી એ શીખ  મળે છે કે માણસ ની ઓળખ તેની યોગ્યતા પર કરવામાં આવે છે. તમારા માં જેટલી યોગ્યતા હશે તમે એટલા જ જીવન માં સફળ થશો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment