ગુજરાતના આ જીલ્લામાં ઘરે-ઘરે હજામ છે. ઘરે જ વાળ-દાઢી કરી લેવામાં હોશિયાર..

પર્સનાલિટીને વ્યવસ્થિત રાખવા માટે માણસો સલૂનની મદદ લેતા હોય છે. લેડીસ હોય કે જેન્ટ્સ, સલૂનમાં જઈને લૂકને એક્સ્ટ્રા લૂકમાં કન્વર્ટ કરી શકે છે. પુરૂષોને દાઢી-વાળ માટે સલૂનમાં જવું પડે છે. કદાચ કોઈ પુરૂષ એવો પણ હોય કે ઘરે જ દાઢી કરી લે પણ વાળ સેટ કરાવવા માટે તો સલૂનની મદદ લેવી જ પડે. આ વાત બધા માટે એકસરખી જેવી જ છે પણ એક ગામ એવું છે જ્યાં આજ સુધી કોઈપણ માણસે હજામની મદદ લીધી જ નથી.

આ વાત જાણીને ઘણાને અચરજ થતું હશે, પણ આ એક સત્ય વાત છે. ઘણા ગામ એવા છે; જ્યાં કોઇપણ માણસે હેર સલૂન કે બ્યુટી પાર્લરની મદદ લેવી જ નથી પડી. આ સિલસિલો લગભગ ત્રણ પેઢીથી ચાલ્યો આવે છે. અહીં ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ પેઢીના લોકો એવા છે, જેને વાળ કપાવવા કે દાઢી કરાવવા અથવા લેડીસ હોય તો તેને બ્યુટી પાર્લરમાં હેર કટિંગ માટે જવું પડ્યું નથી. જી હા, આ બિલકુલ સાચી વાત છે, વાંચો આગળની માહિતી…

ગુજરાતના સાબરકાંઠા જીલ્લાના આ ગામોમાં ઘરે-ઘરે એક નાઈ છે, જે પોતાનું અને ઘરના સભ્યોનું સલૂનમાં થતું બધું જ કામ જાતે કરી લે છે. આ કારણથી એવું થયું કે, અહીંના ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકોને કોઈ પ્રોફેશનલ હજામની જરૂર પડતી જ નથી.

ગામમાં રહેતા એવા નાઈ સાથે વાતચીત દરમિયાન ઘણી એવી માહિતી મળી હતી, જેને કારણે કહી શકાય કે અહીં કોઈને પ્રોફેશનલ નાઈની જરૂર જ નથી પડતી. બધા નાઈમાંથી “સુકમા અંબા” ગામના એક એવા હજામ છે જે બહુ લોકવિખ્યાત છે અને સાથે સાબરકાંઠા જીલ્લાના ઘણા માણસો તેને નામ માત્રથી ઓળખી જાય છે. ૨૮ વર્ષના “શાંતિલાલ મકવાણા”, આમ તો તે એનજીઓ સંસ્થા ચલાવે છે અને સાથે ટીચિંગ સંસ્થામાં સુપરવાઈઝર તરીકેનું કામ કરે છે. ગામના બધા લોકો શાંતિલાલ મકવાણાને હેર સ્ટાઈલ બનાવવાના માસ્ટર તરીકે ઓળખે છે. અહીં તેની એટલી મોટી ખ્યાતી છે કે, તેને ઓળખાણની બહુ ઓછી જરૂર પડે છે. કારણ કે તે ગામમાં હેર સ્ટાઇલના માસ્ટરનો ટેગ હાંસિલ કરીને મોર્ડન જમાનાના મોર્ડન નાઈ તરીકેની તે ઓળખ પામ્યા છે.

મકવાણાની, વધુ વાત કરીએ તો અહીંના આસપાસના ગામના લોકો સ્પેશીયલ હેર કટિંગ કરાવવા માટે તેની પાસે આવે છે; કારણ કે તેની પાસે નવી તથા જૂની એવી બધી જ પ્રકારની હેર સ્ટાઈલ બનાવવાનું નોલેજ છે. બહુ ઓછા સમયમાં સ્ટાઈલીશ હેર કટિંગ કરી આપતા આ મકવાણા અહીંના યુવાનોની ધડકન છે. આ ગ્રામ્ય વિસ્તારમાં શાંતિલાલ મકવાણાનું માન એટલે કોઈ સેલિબ્રિટીને આપવામાં આવતા માન બરાબર ગણવામાં આવે છે.

આટલી માહિતી જાણ્યા પછી મકવાણા સાથે સીધી વાતચીત કરી ત્યારે એ જણાવતા હતા કે, બચપણથી તેના ઘરમાં હજામના ધંધાને માન મળતું આવ્યું છે, સાથે તેને કાતર અને દાંતિયા સાથે બહુ લગાવ રહ્યો છે. આ એકમાત્ર એવું કારણ બન્યું કે, તેને લોકો આજે ઓળખતા થઇ ગયા છે. આમ તો શાંતિલાલ મકવાણાનું કામ તો વિદ્યાર્થીઓને ભણાવવાનું છે પરંતુ એ કામને કુશળતાથી નિભાવવાની સાથે તેઓ હેર કટિંગ પણ સારું કરે છે. આશ્ચર્યની બાબત એ છે કે ૨૫૦૦ જેટલી વસ્તી ધરાવતા ગામમાં ૨૦૦ નાઈ છે. અને તમામ નાઈ પાસે હેર કટિંગ અને બીયર્ડના સેપ બનાવી શકવાની અલગ-અલગ ક્ષમતા છે.

આ પણ એક કારણ છે જેને લીધે ઘરે ઘરે નાઈ છે..

અહીં ગ્રામ્ય વિસ્તાર છે અને અહીં જીવન પણ એ રીતે જીવવું પડે છે. બહુ ઓછી સવલતો મળે છે, જેને પરિણામે માનવ જીવનનું શહેરીકરણ થાય. એક મુદ્દો એવો છે જેને લીધે અહીં ઘરે-ઘરે નાઈ છે. એ વાતમાં એવું છે કે, અહીં સામાન્ય ગણીએ એક ઘરમાં ચાર-પાંચ બાળકો છે, એ બધાને શહેરમાં એકસાથે હેર કટિંગ માટે લઇ જવા અને કોઈ પ્રોફેશનલ નાઈ પાસે જઈએ તો એટલા પૈસા પણ ચુકવવા એ અઘરૂ પડે છે. આ પ્રશ્નને સોલ્વ કરવા માટે નાઈનું કામ ઘરે જ શીખી લઈએ તો આ પ્રશ્નનું નિરાકરણ થઇ જાય.

ગામમાં લોકો પ્રોફેશનલ નાઈને જોયા નથી..

અહીં મોટી ઉંમરના વડીલોને પૂછવામાં આવ્યું ત્યારે એ જણાવતા હતા કે, મારી ઉંમર ૮૨ વર્ષની છે અને મારા ગામમાં ૪૦૦૦ લોકોની વસ્તી છે પણ કોઈએ આજ સુધી પ્રોફેશનલ નાઈને જોયો નથી. આવું એટલા માટે છે કે અહીં ગામમાં જ એવા લોકો છે, જે પ્રોફેશનલ નાઈની જેમ કામ કરી આપે છે. સાથે મનગમતી સ્ટાઈલ બનાવવી એ નાઈ માટે એકદમ સહેલી વાત છે. બસ, આ એક જ કારણ છે કે આજ સુધી શહેરના પ્રોફેશનલ સલૂનમાં જવાની જરૂર નથી પડી.

ગુજરાતના સાબરકાંઠા જીલ્લાના ઘણા એવા ગામો છે કે જ્યાં આજ સુધી પ્રોફેશનલ સલૂન ખુલ્યા જ નથી અને અહીં ગ્રામ્ય વિસ્તારમાં રહેતી વસ્તીમાંના લોકોને શહેરમાં વાળ-દાઢી માટે જવાની જરૂર જ નથી પડી.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

By continuing to use the site, you agree to the use of cookies. more information

The cookie settings on this website are set to "allow cookies" to give you the best browsing experience possible. If you continue to use this website without changing your cookie settings or you click "Accept" below then you are consenting to this.

Close