દરરોજ અથવા અઠવાડિયામાં બે થી ત્રણ વાર, કેટલી વાર વાળને ધોવા સારા રેહશે!! જાણો નિષ્ણાંત પાસેથી

Image Source

વાળ સફેદ થવા અને ખરવા જેવી સમસ્યાઓ સામાન્ય થઈ ગઈ છે. હંમેશા લોકોના મનમાં વિચાર આવે છે કે વાળની સરખી રીતે સંભાળ કેવી રીતે કરવામાં આવે. નિષ્ણાતો મુજબ સ્વસ્થ અને ચમકદાર વાળ માટે યોગ્ય પ્રોડક્ટની પસંદગી તો જરૂરી છે જ સાથે લાઇફસ્ટાઇલનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. ઘણા લોકો મુંઝવણમાં રહે છે કે વાળને કેટલી વાર ધોવા જોઈએ? ખરેખર, કેટલાક લોકો દરરોજ વાળને ધોવાનું પસંદ કરે છે તો કેટલાક લોકો અઠવાડિયામાં બે અથવા ત્રણ વાર ધોવે છે.

ત્વચા નિષ્ણાંત ડૉ જુશ્યા ભાટિયા સરીન એ એના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વાળની સંભાળ અને રૂટિન વગેરે વિશે ઘણી બાબતો શેર કરી છે. તે કહે છે કે આપણી ખોપરી ઉપરની ચામડી એક તેલ બનાવે છે, જે સ્વસ્થ અને ચમકદાર વાળ માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે. પરંતુ શેમ્પુની જાહેરાતોમાં ઘણું વિપરીત બતાવ્યું છે. શેમ્પૂ માથામાંથી નીકળતા આ વધારાના ઓઈલને દૂર કરે છે. તેમજ, વધારે તેલ વાળને ચીકણા બનાવી દે છે.

વાળને કેટલી વાર ધોવા જોઈએ?

ડૉ જુશ્યા કહે છે કે કોઈપણ વ્યક્તિ તેમના વાળને કેટલી વાર ધોવે છે તે એક ખુબજ વ્યક્તિગત બાબત છે. પરંતુ મોટાભાગના લોકોને તેના વાળ દરરોજ અથવા દર બીજા દિવસે ધોવાની જરૂર હોતી નથી. તેમ કરવાથી ખોપરી ઉપરની ચામડી તેમના કુદરતી ઓઈલને થોડા સમય માટે ગુમાવી બેસે છે અને પછી ખોડા જેવી સમસ્યાઓ થાય છે. તે કહે છે કે તૈલીય ખોપરી ઉપરની ચામડીવાળા લોકો દરરોજ શેમ્પૂ કરી શકે છે અને શુષ્ક ખોપરી ઉપરની ચામડી પવાળા લોકો અઠવાડિયામાં બે અથવા ત્રણ વાર વાળને ધોઈ શકે છે.

યોગ્ય ઉત્પાદનની પસંદગી કરો

ડૉ જુશ્યા યોગ્ય શેમ્પૂ પસંદ કરવાની જરૂરિયાત પર ભાર આપતા કહે છે કે જો તમને ખોડાની સમસ્યા હોય અથવા ખોપરી ઉપરની ચામડી પર વધારે ઓઈલ આવે છે તો તમે દરરોજ તમારા વાળને ધોઈ શકો છો કેમકે આવી પરીસ્થિતિમાં તમે અસ્વસ્થતા અનુભવી શકો છો. પરંતુ વાળ પ્રમાણે યોગ્ય ઉત્પાદન પસંદ કરવું વધારે જરૂરી છે. શેમ્પૂ પસંદ કરતી વખતે મૂળભૂત બાબતો ધ્યાનમાં રાખો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment