અમદાવાદ બન્યું એકદમ ઝડપી – આખરે આ ટ્રેન લોકો માટે ખુલ્લી મુકવામાં આવી – ??? મહિનાથી ચાલુ થશે આ ટ્રેન..

ટૂર પ્લાન ગમે ત્યાંનું હોય પણ ટ્રેનથી સફર કરવાની મજા કંઈક અલગ હોય છે. ખુલ્લા હવામાન નીચે ટ્રેનની સફર આહલાદક આનંદ આપે છે. તો ટ્રેનને લઈને નવા સમાચાર આવ્યા છે. ચાલો, આપણે પણ જાણીએ શું છે એ વાત?

અમદાવાદમાં મેટ્રો ટ્રેન ચાલુ કરવામાં આવી છે કે જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તે દિવસ આવી જ ગયો. જે લોકો મેટ્રો ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા તે બધાની ઇન્તેજારીનો ધ એન્ડ આવી ગયો. આખરે મેટ્રો ટ્રેન અમદાવાદમાં દોડી. અમદાવાદ મેટ્રો એક સ્ટેશનથી બીજા સ્ટેશન સુધીનું પ્રથમ ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું. બપોરના સમયમાં ૩:૪૫ના સમયે આ ટ્રેન એપરલ પાર્કથી નીકળી વસ્ત્રાલ જવા રવાના થઇ હતી.

ટ્રાયલ રન સફળ રહ્યો હતો. જેથી હવે માર્ચ મહિનાથી અમદાવાદમાં મેટ્રોની મુસાફરી માણી શકાશે એવી શક્યતા છે. મેટ્રો ટ્રેનની પ્રથમ વખત ૬.૫ કિલોમીટર જેટલી ટ્રાયલ કરવામાં આવી હતી. એ સાથે મોર્ડન જમાનાની મોર્ડન ટ્રેનનું ટેસ્ટીંગ સફળ રહ્યું હતું. મેટ્રોના ટેકનીકલ અધિકારીએ જણાવ્યું,   “આ વિશ્વની ખૂબ જ મોર્ડન કહી શકાય તેવી સ્ટેઈનલેસ સ્ટીલની મેટ્રો ટ્રેન છે.” અત્યારે તો આ ટ્રેનને ચલાવવા માટે ડ્રાઈવરની જરૂર પડે છે પરંતુ ભવિષ્યમાં ડ્રાઈવર લેસ ટ્રેન પણ આવી શકે છે. આ ટ્રેનને ઈન્ટરનેટથી પણ કંટ્રોલ કરવામાં આવશે.

અમદાવાદ મેટ્રો ટ્રેનની એક ખાસિયત એ છે કે તેના કોચિંસ ખુબ જ મોર્ડન છે. આ મેટ્રો પ્રોજેક્ટ આગળ પણ ચાલુ રાખવામાં આવશે. બીજા ફેઝમાં થલતેજ થી સરદાર પટેલ સ્ટેડીયમ સુધી ટ્રેનને દોડાવવામાં આવશે. આવનારા સમયમાં અમદાવાદને મેટ્રો ટ્રેનનું હબ બનાવી બધા રેસ્ટોરન્ટોને એકબીજા સાથે જોડવામાં આવશે.

અમદાવાદ મેટ્રો ટ્રેનને લઈને ખુબ ઉત્સુકતા લોકોમાં જોવા મળે છે. જેને મોઢે જોવો તેના મોઢે આ જ ચર્ચા ચાલી રહી છે. તો કદાચ એવું પણ બની શકે કે, હવે બીજીવાર અમદાવાદ જઈએ ત્યારે મેટ્રો ટ્રેનનો લાભ મળી પણ શકે છે. આમ પણ ગુજરાતના બધા શહેરોમાં મેટ્રો ટ્રેનની ઓળખાણ અમદાવાદથી શરૂ કરવામાં થઇ છે.

તો માહિતીની સફર કરીએ અહીં પૂર્ણ તમે અમારા આ ફેસબુક પેઇઝને લાઈક કરવાનું ભૂલશો નહીં.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *