આજે પણ મોજુદ છે રાવણની અશોક વાટિકા, જ્યાં કેદમાં હતા સીતા માતા

ભારતમાં નાના બાળકોથી લઈ ઘરડા સુધી બધાને રામાયણની કહાની તો ખબર જ હશે. બધા જ જાણે છે કે સીતાના વિવાહ બાદ તેને 14 વર્ષ માટે વનવાસ પર જવું પડ્યું હતું. વનવાસમાં તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તે દરમ્યાન લંકાના રાજા રાવણે સીતામાતા નું હરણ કર્યું હતું અને તેની સાથે લંકા લઈ જઈ તેને અશોક વાટિકામાં ઘણા દિવસ રાખ્યા હતા. આજે અમે તમને રાવણની અશોક વાટિકા ની એક ઝલક દેખાડીશું આવો જાણીએ તેના વિષે…

હરણ કર્યા બાદ આ જગ્યાઓ પર રહ્યા હતા સીતામાતા

રાવણે જયારે સીતામાંતાનું હરણ કર્યું ત્યારે તેને સીધો તેના મહેલ લઈ ગયો હતો, તે સીતામાતાને રાણી બનાવીને રાખવા ઈચ્છતો હતો. પરંતુ સીતામાતા તેના માટે તૈયાર ના હતા. ત્યારે રાવણે સીતામાતાને એક ગુફામાં રાખ્યા, ત્યારબાદ અશોક વાટિકામાં રાખ્યા, જે રાવણના મહેલમાં જ બનેલો હતો. સીતા અશોકના જે ઝાડ નીચે બેસતી તે જગ્યા સીતા એલ્યાના નામથી પ્રસિદ્ધ છે.

હનુમાનજીના પગના નિશાન

રામાયણમાં પણ વર્ણન છે કે જયારે હનુમાનજી સીતાને શોધવા માટે સમુદ્ર પાર કર્યો ત્યારે તેમેણે વિશાળ રૂપ ધારણ કર્યું હતું. માટે જયારે તે શ્રીલંકા પહોંચ્યા ત્યારે તેના પગના નિશાન ત્યાં બની ગયા હતા જે આજે પણ અહીં ઉપસ્થિત છે. હનુમાનજીના પગના નિશાન જે પથ્થર પર પડ્યા છે ત્યાં તેના પગના આકારના ખાડાઓ બની ગયા છે. આ નિશાન આજે પણ જોઇ શકાય છે.

  મળે છે હિમાલયની દુર્લભ જડીબુટ્ટીઓ

શ્રીલંકામાં તે સ્થાન પર જ્યાં લક્ષ્‍મણ મૂર્છિત થયા હતા અને તેને સંજીવની આપવામાં આવી હતી ત્યાં હિમાલયની દુર્લભ જડી-બુટીઓના અંશ મળ્યા છે. હિમાલયની જડી બુટીઓને શ્રીલંકામાં મળી આવવું ભગવાન રામના હોવાનું પ્રમાણ છે

રાવણનો મહેલ

કહેવાય છે કે લંકાપતિ રાવણનો મહેલ, જેમાં તે પોતાની પટરાણી મંદોદરિ સાથે નિવાસ કરતો હતો તેના હવે માત્ર અવશેષો જ મોજુદ છે. આ એ જ મહેલ છે, જેને પવનપુત્ર હનુમાને લંકાની સાથે સળગાવી દીધો હતો. લંકા દહનને રાવણના વિરુદ્ધ રામની પહેલી મોટી રણનીતિક જીત માનવામાં આવી શકે છે કારણ કે મહાબળી હનુમાનના આ કૌશલથી ત્યાંના બધા રહેવાસી ઘબરાઈને કહેવા લાગ્યા હતા કે જ્યારે સેવક આટલો શક્તિશાળી છે તો સ્વામી કેટલો શક્તિશાળી હશે. અને જે રાજાની પ્રજા ઘબરાઈ જાય તે અડધી જંગ તો એમ જ હારી જાય છે. આ કૈલાની નદીના કિનારે સ્થિત છે, તેના અવશેષ આજે પણ જોવા મળે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *