ઠંડીની ઋતુમાં પણ તમારા ચહેરાને બનાવી રાખશે ચમકીલો, જાણો આ 3 આસન અને તેના ફાયદાઓ વિશે

યોગનો એક મહત્વપૂર્ણ લાભ એ છે કે તે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ ને મજબુત બનાવે છે, જેમાં કોઈ પણ પ્રકારના બેક્ટેરિયલ ઇન્ફેકશન નો મજબૂતી થી સામનો કરી શકાય છે. તેનાથી તમારી ત્વચાના ખીલ, દાગ ધબ્બા દુર થાય છે. તેનાથી ઠંડીમાં થનારી સ્કીન ડ્રાયનેસથી છુટકારો મેળવી શકાય છે. જેનાથી ચેહરાની ચમક બની રહે છે.

3 અસરકારક આસન જેનાથી શિયાળામાં બની રહેશે તમારા ચેહરાની ચમક :

સર્વાંગાસન

સૌથી પહેલા તમે પીઠ પર સુઈ જાઓ. શરીર સીધું પરંતુ ઢીલું રાખો અને હાથ ના તાળવા જમીન પર રાખી દો. હવે બંને પગને એકસાથે ઉપર ઉઠાવો. ૯૦ ડીગ્રી સુધી પહુચ્યા બાદ, હાથને જમીન પર જ રાખી, કમર પણ ઉપર ઉઠાવો. હાથને કોણીથી વાળી કમરને સહારો આપો. અંતિમ ચરણોમાં પહુંચી આંખો બંદ કરી દો. આસન થી પાછા આવવા માટે પગને પહેલા માથા બાજુ લાવી હાથ જમીન પર રાખી દેવા. ધીરે ધીરે કમર અને પછી નિતંબ જમીન પર રાખ્યા બાદ પગ જમીન પર રાખવા.

લાભ –

આ આસન ચેહરા પર રક્ત પરિભ્રમણ તેજ કરે છે. તે ચેહરા સુધી ઓક્સીજન અને પોશાક તત્વ પહોચાડવા માં મદદ કરે છે. જેનાથી આપણા ચેહરા પર ચમક આવે છે. આ આસન થી પાચન શકતી સારી રહે છે અને યાદશક્તિ પણ વધે છે. વજન ને નિયંત્રણ રાખવામાં આ આસન ખુબ જ ફાયદાકારક છે.

સાવધાની –

જો કમર માં દર્દ, ચક્કર આવતા હોઈ, ગરદનમાં દર્દ, સ્લિપ ડિસ્ક ની સમસ્યા હોઈ તો તેને ના કરવું. હૃદય ના દર્દીએ આ આસન કરવું નાં જોઈએ.

મત્સ્યાસન

સૌથી પહેલા પદ્માસન લગાવવું અને તેની સાથે પીઠ પર સુઈ જાઓ. ત્યારબાદ બંને હથેળીઓ ને માથાની બાજુમાં રાખી તેના સહારે માથું અને ધડ ઉપર ઉઠાવવું. હવે માથાનો ઉપરી ભાગ જમીન પર ટકાવી હાથ ની આંગળીઓ થી પગના અંગુઠા પકડી લો. કોણીઓ ને જમીન પર રાખી દો. પૂરું શરીર ઢીલું રાખવું. આ આસન છોડતી વખતે પહેલા પગના અંગુઠા છોડી પીઠ સીધી કરી જમીન પર રાખો અને ઉઠીને ત્યારબાદ બેઠયા પછી ફરીથી સામાન્ય સ્થિતિમાં આવી જાઓ.

લાભ –

આ આસનથી ત્વચામાં લચીલાપણું આવે છે. તેનાથી ત્વચા આકર્ષક બને છે. તે શરીરને કાંતિમય બનાવે છે. તેનાથી લોહી નું પરિભ્રમણ સારું રહે છે. દમ, ખાંસી દુર કરવા માં લાભદાયક છે.

સાવધાની –

પેટની કોઈ પણ પ્રકારની સર્જરી બાદ આ આસન કરવું ના જોઈએ. જો તમને હાઈ બ્લડપ્રેશર કે ચક્કર આવતા હોઈ તો આ આસન કરવાથી બચવું.

સિંહાસન

વજ્રાસન માં બેસો. બંને ઘૂંટણને જેટલું થઈ શકે એટલા દુરી પર રાખો. બંને હાથને ઘુટણ વચ્ચે રાખો. હાથની આંગળીઓ ને શરીર તરફ ખેંચો. બંને હાથોને સીધા રાખી આગળ ની બાજુ નમો. માથાને પાછળ ની બાજુએ ઝુકાવો. મોઢાને જેટલું થઈ શકે એટલું ખોલો. જીભ બહાર કાઢો. આંખોને ખોલીને રાખો અને ભમર વચ્ચે જુઓ. હવે શ્વાસ અંદર ની બાજુ લો. ત્યારબાદ ધીરે ધીરે શ્વાસ બહાર છોડો. અંત માં પુનઃ વજ્રાસન માં બેસી જાઓ.

લાભ –

ત્વચાની ચમક વધે છે. આ ઋતુમાં થતું ડ્રાયનેસ દુર થાય છે. યાદશક્તિ વધે છે. છાતી અને પેટના રોગો દુર થાય છે. શરદી ખાસી ની અસર ઓછી થાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *