ભરૂચ જિલ્લાના એક બીમાર પિતાની અંતિમ ઈચ્છા “મારું મૃત્યુ થાય તો પણ દીકરીના લગ્ન અટકાવવા નહીં”

કહેવાય છે ને કે એક પિતા પોતાની દીકરી માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર હોય છે, અને આ જ વાક્યને સાર્થક કરતો એક કિસ્સો ભરૂચ જિલ્લામાં બની ગયો હતો, જેમાં એક પિતાની અંતિમ ઇચ્છા હતી કે મને લગ્ન દરમિયાન કંઈ પણ થઈ જાય તેમ છતાં મારી દીકરીનું લગ્ન અટકાવવું નહીં.

‘બાપની પળ પળ ચિંતા કરે તેનું નામ દીકરી’

ખૂબ જ કરુણ અને હૃદય કંપાવી દે તેવી ઘટના ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ગીઝરમ ગામે દીકરીના લગ્ન પ્રસંગ વખતે જ એક પિતાએ અંતિમ શ્વાસ લીધા હતા ત્યારે બની હતી. અને આશ્ચર્યની વાત તો એ છે કે તેમના પિતા ઘણા બધા સમયથી બિમાર રહેતા હતા, અને તેમની બીમારી ના જ કારણે તેમની દિકરીના લગ્ન તાત્કાલિક લેવા પડ્યા હતા, અને અચાનક જ તેમના પિતાનું મૃત્યુ થતાં તેમની અંતિમ ઈચ્છાને માન આપીને લગ્નની વિધિ ને ટૂંકમાં કરીને દીકરીને સાસરે વળાવી હતી. ત્યારબાદ નવવધુ સાસરીમાં જઈને સાંજે પિતાની અંતિમ ક્રિયા માં જોડાયા હતા.

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ગીઝરમ ગામમાં જશવંતસિંહ માંગરોલા જે જેસપોરની નવચેતન શાળામાં આચાર્ય હતા. અને તે દસ વર્ષ પહેલાં જ નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ બાદ તેમની તબિયત બરાબર રહેતી ન હતી. જશવંત સિંહને સંતાનમાં માત્ર ત્રણ દીકરીઓ જ હતી કોમલ, રોશની અને ડોક્ટર શિવાની. ડોક્ટર શિવાનીના લગ્ન યોજાવામાં આવ્યા હતા અને તેમની પિતાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે આ લગ્નને થોડા જલ્દી લેવામાં આવ્યા હતા.

બારડોલીના વૈભવ સિંહ બળવંત પરમાર સાથે ડોક્ટર શિવાનીની લગ્ન વિધિ થાય તે પહેલા જ તેમના પિતાએ અંતિમ શ્વાસ લીધા હતા. પરંતુ જશવંતસિંહની પહેલેથી જ એવી ઇચ્છા હતી કે ભલે તેમનો અચાનક જ લગ્ન વિધિ દરમિયાન મૃત્યુ થઈ જાય પરંતુ લગ્ન વિધિ ને અટકાવવી નહીં. તેમની ઈચ્છાને માન આપીને લગ્નની વિધિ ને ટૂંકમાં પતાવીને ડોક્ટર શિવાની અને ડોક્ટર ભૈરવસિંહ તેમના ગામ બારડોલી ગયા હતા અને ત્યાં લગ્ન પછી કરવાની દરેક વિધિ ને ટૂંકમાં પતાવી ને આ નવદંપતી ફરીથી પિતાની અંતિમ ક્રિયા કરવા માટે ગીઝરમ ગામે આવ્યું હતું.

અને આ રીતે જશવંતસિંહ માંગરોલાને સંતાનમાં માત્ર ત્રણ જ દીકરી હોવાથી ત્રણેય દીકરીઓએ કીમ નદીના કિનારે પોતાના પિતાને અગ્નિદાહ આપીને અંતિમ સંસ્કાર કર્યા હતા.
આમ આજના જમાનામાં આ ત્રણે દીકરીઓ એ એક પુત્રની ગરજ સારી ને રાજપૂત સમાજમાટે એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment