પાંચ વાતને યાદ રાખો તો બાળક આવ્યા પછી પણ પ્રેમને પહેલા જેવો રાખી શકાય..

પતિ-પત્નીના લગ્ન પહેલાના સંબંધો અને લગ્ન પછીના સંબંધોમાં ઘણો ફેરફાર થતો જોવા મળે છે. જે કપલ બાળક માટે દિવસ-રાત સપના જોતું હતું અને પ્રિ-પ્લાનિંગ કરતા થાકતું નહીં એ બાળક આવ્યા બાદ કંઈક અલગ રીતે રહેવા લાગે છે. મતલબ કે, જે બે વ્યક્તિઓ એકબીજામાં ખોવાયેલા રહેતા એ બંને પાસે હવે શાંતિથી વાત કરવાનો સમય પણ મળતો નથી. બાળકને ઉછેરવામાં ‘માં’ને બધા રોલ નિભાવવા પડે છે અને એમાંથી સમય કાઢવો અઘરો થઇ જાય છે.

તો આજનો આર્ટીકલ બધા માટે સ્પેશીયલ છે. કારણ કે, અહીં બહુ રસપ્રદ માહિતી જણાવી છે. પેરેન્ટ્સ બન્યા પછી પતિ-પત્ની બંને વચ્ચે હંમેશા ફરિયાદ રહેતી હોય છે કે, “હવે પહેલા જેવો પ્રેમ નથી રહ્યો.” એ માટે ઘણીવાર આપણે ખૂદ પણ જિમ્મેદાર હોય છીએ. કેમ કે પતિ-પત્નીના સંબંધને પહેલા જેવા બનાવવા માટે પ્રયત્નો કર્યા ન હોય. સામાન્ય કારણમાં બાળક થયા પછી બંને એકબીજાને સમય આપી શકતા નથી એટલે કપલ વચ્ચેનું બોન્ડીંગ નબળું પડે છે.

જો તમે પણ એક મજબૂત સંબંધ બનાવવા માંગો છો? બાળકના આવ્યા પછી પણ પહેલા જેવો જ પ્રેમ બંને વચ્ચે રાખવા માંગો છો? તો માત્ર આ આર્ટીકલમાં લખેલ પાંચ વાત વાંચવાનું ભૂલતા નહીં.

(૫) એકબીજાની વાતની નોંધ કરો અને વખાણ પણ કરો

બાળક આવ્યા પછી મોટાભાગની મહિલાઓ પોતાનું ખૂદનું ધ્યાન રાખવાનું છોડી દે છે તેનું મુખ્ય કારણ એ બને છે – ‘સમય.’ આ સમયે પતિએ પત્ની તરફથી સારી લગતી વાતની નોંધ કરવી જોઈએ અને વખાણ પણ કરવા જોઈએ. જેનાથી સંબંધમાં તાજગી આવે છે.

(૪) નો કમ્પેરીઝન…

જો સંબંધને પહેલા જેવા જ મજબૂત અને પ્રેમ ભર્યા રાખવા હોય તો સૌથી પહેલા તો અન્ય કોઈ સાથે કમ્પેરીઝન કરવાનું બંધ કરી દો. દરેકના ઘરની પદ્ધતિ અલગ-અલગ હોય છે. જેમાં બીજા માટે ખરાબ એ આપણા માટે સારૂ પણ હોઈ શકે. પાર્ટનરનો બધી વાતેવાતે વિરોધ કરવાનો બંધ કરવું જોઈએ.

(૩) સારા પ્રેમી બનો, હક અને ફરજને હળવા બનાવો

બાળક પછી મહિલા વધુ વ્યસ્ત રહેવા લાગે છે ત્યારે પતિએ તેને હેલ્પ કરવી જોઈએ. એ ફરજ ગણાય છે. એથી વિશેષ પત્નીને આખો દિવસનો થાક લાગતો હોય ત્યારે તેને મદદ સાથે સંબંધની હૂંફ આપો. જેથી પાર્ટનરના મનમાં સારા પ્રેમીની છાપ પણ છપાઈ જશે. એમ, પતિના કિસ્સામાં પણ બાળકની ‘માં’ના હકમાંથી પત્નીએ બહાર નીકળીને પતિની ‘પ્રેમિકા’ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ રીતનું બોન્ડીંગ બંને વચ્ચેનું અંતર ઘટાડીને પહેલા જેવો પ્રેમ ડેવલપ કરવામાં કારગર સાબિત થશે.

(૨) પાર્ટનરને ક્રેડીટ આપો એટલે કે પાર્ટનરને ઈજ્જત આપવાની ભૂલવાની નહીં

જયારે બાળક આવી જાય ત્યારે સમયની વ્યસ્તતાના કારણે ભૂલી જવાય છે કે, બંને વચ્ચે પેરેન્ટસ સિવાય પણ એક સંબંધ છે. જે સંબંધને મીઠાસભર્યા સ્વાદનો બનાવવા પાર્ટનરની નાનામાં નાની વાતની નોંધ કરવી જોઈએ અને પાર્ટનરને ઈજ્જત પણ આપવી જોઈએ.

(૧) ડીનર પર અથવા આઉટ ઓફ હોમ ફરવા જવાનો પ્લાન સેટ કરો

જેમ લગ્ન પહેલા અને બાળક પહેલા એકબીજાના હાથમાં હાથ નાખીને ડીનર કે લંચ માટે જતા એ દિવસોને બાળક આવ્યા પછી પણ રીપીટ કરવા જોઈએ. હોલી-ડેમાં પરવડે તેવી ટૂર સેટ કરીને ફેમીલી સાથે ટાઈમ એન્જોય કરવો જોઈએ.

આ પાંચ મુદ્દાઓ એવા છે, જે જીવનને બનાવશે એકદમ કૂલ. બાળક આવ્યા પછી પણ વ્યવસ્થિત રીતે લાઈફને સેટ રાખવા માટે કઈ મોટી મહેનતની જરૂર નથી!! માત્ર સમજદારીની જરૂર હોય છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *