વડોદરાના આ કર્મચારીઓ સ્પે. સાઇકલ લઈને ઓફિસે આવે છે…

વડોદરાના GST ઓફીસમાં કામ કરતા કર્મચારીઓ ઓફિસે આવવા માટે સ્પે. સાઈકલ લઈને આવે છે અને વડોદરાને પ્રદુષણ મુક્ત રાખે છે. તમે ઓળખો છો આ લોકોને? જાણો એ વિશેની તમામ માહિતી આ લેખમાં..

પેટ્રોલ-ડીઝલના ભાવ દિવસે-દિવસે આસમાને પહોંચતા જાય છે અને વાહન ચલાવવા માટે આજકાલ તો વધુ ઇંધણમાં ખર્ચ થવા લાગ્યો છે. પણ અમુક માણસો એવા પણ છે આજના સમયમાં પણ સાઈકલને પાક્કી મહોબ્બત કરે છે. આજના આર્ટીકલમાં વડોદરાના સાઇકલ પ્રેમી કર્મચારીઓ વિશે માહિતી જાણવાના છીએ તો આ લેખને અંત સુખી વાંચવાનું ભૂલતા નહીં.

વડોદરા શહેરની આ સરકારી કચેરીમાં સાઈકલને અનેરું સ્થાન મળ્યું છે કારણ કે અહીંના હાઈ પ્રોફાઈલ કર્મચારીઓ પણ ખુદ સાઈકલ લઈને ઓફીસ પર આવે છે. સુભાનપુરાની સેન્ટ્રલ જીએસટી ઓફીસમાં કામ કરતા કર્મચારીઓ સાઈકલને અતિ ઉપયોગી અને ઈંઘણના પૈસા બચાવનારી વસ્તુ ગણે છે. આ ઓફીસમાં કર્મચારીઓનું એક સાઈકલીંગ ક્લબ ગ્રુપ છે, જે બધા એકસાથે મળીને ઓફીસ સુધી પહોંચવા માટે સાઈકલ લઈને આવે છે.

જીએસટી વિભાગમાં કામ કરતા સાઈકલીંગ ક્લબના ૨૦-૨૫ કર્મચારીઓ દર બુધવારે સાઈકલ લઈને ઓફિસે આવવાના નિર્ણય પર ચાલે છે. માત્ર વાત આટલી જ નથી આ ગ્રુપના સભ્યોએ સાઇકલને વ્યવસ્થિત પાર્ક કરી શકાય એ માટે જીએસટી ભવનની નીચે સ્પે. પાર્કિંગની સુવિધા પણ કરેલ છે. આ વાત જાણ્યા પછી દરેકના મનમાં એક જ વિચાર આવે કે અંતે આ વિચાર આવ્યો કઈ રીતે? તો એ પણ જણાવી દઈએ…

સાઇક્લિંગ ગ્રુપના સભ્ય એવા સંજયભાઈએ કહ્યું કે, પહેલા જયારે આ વિચાર પર્સનલી હતો પછી આ વિચાર સાથે ચાર-પાંચ સભ્યો જોડાયા અને પછી એ સંખ્યામાં વધારો થતો ગયો. હવે તો આ ગ્રુપમાં ઘણા બધા સભ્યો જોડાયા છે. અઠવાડિયાના દર બુધવારે તેઓ બધા ઓફિસે પહોંચવા માટે સાઈકલનો ઉપયોગ કરે છે અને સાથે ઇંધણ પણ બચાવે છે અને શહેરને પ્રદુષણ મુક્ત બનાવે છે. આ પ્રવૃત્તિ ચાલી રહી છે તેને એકાદ વર્ષનો સમય પણ વીતી ગયો છે અને આવનારા સમયમાં આ પ્રવૃત્તિ ચાલુ રહે તેવું બધા કર્મચારીઓ ઈચ્છે છે.

સરકારી કર્મચારીઓના આ ઉમદા વિચારથી શહેરમાં જાગૃતિ આવે અને લોકો પણ દિવસે દિવસે સાઈકલ પ્રત્યે આકર્ષાય એ માટે પણ કર્મચારી પ્રયત્નશીલ છે કારણ કે, વાતાવરણમાં અત્યારે ભયંકર પ્રદુષણ છવાઈ ગયું છે અને એ માટે હવે પછી કાળજી પણ આપણે જ રાખવી પડશે. અમે તો ઇચ્છીએ છીએ કે માત્ર આ સાઇક્લિંગના સભ્યો જ નહીં વડોદરાની અન્ય જાહેર જનતાને પણ અનુરોધ કરીએ છીએ કે શક્ય ત્યાં સુધી સાઈકલ યુઝ કરો અને શરીર સાથે વાતાવરણને પણ સારું રાખો.

આમ પણ સાઇકલ ચલાવવાના અનેક ફાયદાઓ છે. જે ખુદના શરીરથી લઈને આર્થિક પણ ફાયદો આપે છે. તો તમે પણ વધુ નહીં તો અઠવાડિયાના એક દિવસે સાઈકલ યુઝ કરવાનું રાખો સાથે પર્યાવરણનો પણ ફાયદો કરો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.


Author : Ravi Gohel

Leave a Comment