અખરોટનું સેવન કરવાથી દૂર થાય છે ગંભીર શારીરિક સમસ્યાઓ, જાણો કેવી રીતે અને ક્યારે કરવું તેનું સેવન 

Image Source

કોરોના કાળે ભલે વ્યક્તિને કંઈક આપ્યું હોય કે નહીં પરંતુ સ્વાસ્થ્યને લઈને હવે દરેક વ્યક્તિ ખૂબ જ સજાગ થઈ ગયા છે. દરેક વ્યક્તિ ભલે તે પછી ગરીબ હોય કે અમીર હોય તે પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સજાગ થઈ ગયું છે આમ તો અંગ્રેજીમાં એક ખૂબ જ સારી કહેવત છે કે,

“હેલ્થ ઇઝ વેલ્થ”. તો આવો આપણે જાણીએ કે કેવી રીતે સવારે ખાલી પેટ અખરોટ ખાવું આપણા સ્વાસ્થ્યને ખુબજ નિરોગી બનાવી શકે છે અખરોટ નો ઉપયોગ કરવાથી કેંસર જેવી ભયંકર બીમારી પણ દૂર થઇ જાય છે. અખરોટ ડ્રાયફ્રુટ ની શ્રેણીમાં આવે છે અને જેને ‘વિટામિનનો રાજા’ પણ કહેવામાં આવે છે.

Image Source

ત્યાં જ અખરોટમાં મળતા તત્વો ની વાત કરીએ તો તેમાં ફાઇબર, હેલ્ધી ફેટ વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેનાથી ન માત્ર આપણું દિમાગ મજબૂત થાય છે પરંતુ મેમરી પણ ખૂબ જ સારી થઈ જાય છે.અને તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તે સિવાય વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક તેનું સેવન સંપૂર્ણ માનવ શરીર માટે લાભદાયક હોય છે. તેનું દરરોજ સેવન કરવાથી ઘણાં પ્રકારની બીમારીઓ માંથી નિજાત મેળવી શકાય છે. તમે અખરોટ ડાયરેક્ટ ખાવાની જગ્યાએ પલાળીને ખાવ.

સ્વાસ્થ્ય વિશેષજ્ઞો ની વાત માનીએ તો અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ જોવા મળે છે. જે આપણા હૃદયને સ્વસ્થ રાખે છે. એવામાં જો આપણે દિલને મજબૂત બનાવવું છે તો અખરોટનું સેવન વ્યક્તિએ જરૂર કરવું જોઈએ. હા, અહીં વિશેષ વાત એ છે કે અખરોટને સામાન્ય રૂપથી ન ખાતા તેને પલાળીને ખાવું ખૂબ જ ફાયદાકારક હોય છે  હવે સામાન્ય વ્યક્તિ નો સવાલ હોય તો અખરોટ દરરોજ કેવી રીતે ખાઇ શકાય? તે ખૂબ જ મોંઘા મળે છે. એવામાં તમને જણાવી દઈએ કે મોંઘા સસ્તા ની કોઈ વાત હોતી નથી. કારણ કે જો આપણે સ્વસ્થ રહીશું તો મસ્ત રહીશું અને એમ પણ બે પલાળેલા અખરોટ દરરોજ ખાવાના છે.તમે જોશો કે તમારા સ્વાસ્થ્યમાં ખૂબ જ બદલાવ આવવા લાગ્યો છે.

અખરોટમાં જોવા મળતા પોષક તત્વો માં પ્રોટીન વસા, ફાયબર અને કાર્બોહાઇડ્રેટ જોવા મળે છે એટલું જ નહીં તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, કોપર,ઓમેગા 3 ફેટી એસિડ,મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડ, ફોસ્ફરસ, સેલેનિયમ અને ઝીંકમાં પણ જોવા મળે છે. જે આપણા શરીરની ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

Image Source

અખરોટ આપણને કયા રોગોથી બચાવે છે

ઘણા અધ્યયનમાં એ વાત સામે આવી ગઈ છે કે અખરોટનું સેવન કરવાથી બ્રેસ્ટ કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સર અને કોલોરેક્ટલ કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ ઓછું કરી શકાય છે.. અખરોટમાં ‘પોલીફેનોલ એલાગિટાનિન્સ’ પણ જોવા મળે છે જે ઘણા પ્રકારના કેન્સર વિરુદ્ધ સુરક્ષા પ્રદાન કરવામાં મદદ કરે છે.ત્યાં જ અખરોટ ખાવાથી હોર્મોનથી જોડાયેલું કેન્સરનું જોખમ પણ ઓછું થઈ જાય છે.

હાડકા અને દાંતને પણ અખરોટ ખૂબ જ મજબૂત બનાવે છે તેની પાછળનું કારણ ખરેખર અખરોટમાં ‘અલ્ફા લીનોલેનીક એસિડ’ જોવા મળે છે જે હાડકાને મજબૂત કરવા માટે ખૂબ જ સક્ષમ હોય છે.

જો તમે મોટાપાના શિકાર થઈ રહ્યા છો અને ખૂબ જ જલ્દી તમારું વજન વધી રહ્યું છે તો સવારે 2 પલાળેલી અખરોટ ખાવાથી તમારી આ સમસ્યા ઓછી થઇ શકે છે.

Image Source

અખરોટ ડાયાબિટીસમાં પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. આજે ભારતમાં ડાયાબિટીસની સમસ્યા ખૂબ જ વધી રહી છે એવામાં ડાયાબિટીસથી છુટકારો મેળવવા માટે અખરોટ નો ઉપયોગ કરી શકાય છે. ઘણા સર્વે એ પણ જણાવે છે કે જે લોકો દરરોજ બેથી ત્રણ ચમચી અખરોટનું સેવન કરે છે તેમનામાં ટાઈપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ ઓછું થઈ જાય છે. અખરોટ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જેનાથી ડાયાબિટીસનું જોખમ ઓછું કરી શકાય છે. અખરોટ પ્રાસ પાચન પ્રણાલી ને પણ મજબૂત કરે છે જેનાથી કબજીયાત જેવા રોગોમાંથી છુટકારો મળી શકે છે.

તેથી જ અખરોટને વિટામિનનો રાજા કહેવામાં આવે છે તેથી તેના ગુણ પણ એ પ્રકારના જ હોય. બધી રીતે જોવા જઈએ તો અખરોટનું સેવન કોઈપણ રીતે નુકસાનકારક નથી. તો પછી દરરોજ 2 પલાળેલી અખરોટનું સેવન શરૂ કરીને નિરોગી સ્વાસ્થ્ય મેળવો. માત્ર એક વાતનું ધ્યાન રાખો કે કોઈ પણ પ્રકારની એલર્જી હોય તો અખરોટનું સેવન ડોક્ટરની સલાહ લઈને કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment