ઉનાળામાં આ વસ્તુઓ જરૂર ખાવ, શરીરને ઘણી રાહત મળી રહેશે. જાણો કઈ કઈ વસ્તુઓ તમારે ખાવી જોઈએ..

Image Source

ગરમીઓમાં મોટા ભાગે આપણાને કોઈ પણ કામમાં મન લાગતું નથી. સાથેજ કંટાળો પણ આવતો હોય છે. અને કોઈ પણ વસ્તુ ખાવાની પણ ઈચ્છા નથી થતી. મોટા ભાગના લોકો ગરમીઓમાં લીક્વીડ વધારે પીવાની સલાહ આપતા હોય છે. પંરતુ આપને જણાવી દઈએ કે ગરમીઓમાં ખોરાક પણ આપણા શરીર માટે તેટલોજ જરૂરી છે.

કારણકે જો આપણે ગરમીઓમાં યોગ્ય પ્રમાણમાં ખોરાક લઈશું તોજ આપણે ડિહાઈડ્રેશન, સન સ્ટ્રોક તેમજ ઈન્કેકશન વાળા ચેપી રોગોથી બચી શકીશું. જેના કારણે ઉનાળામાં આપણા શરીરની કાળજી રાખવી પણ ખૂબજ જરૂરી છે. ખાસ કરીને ઉનાળામાં આપણાને કામ પ્રત્યે મન નથી લાગતું જેના કારણે આપણે શરીરને .યોગ્ય માત્રામાં અને યોગ્ય પ્રમાણમાં ખોરાક નથી આપતા.

જોકે એ વાતને પણ નકારી ન શકાય કે બોડીનું સંતુલન રાખવા માટે ઉનાળામાં પાણી પણ વધારે માત્રામાં પિવું જોઈએ. આ સલાહ તો ડૉક્ટરો અને ડાયેટિશિયન પણ આપતા હોય છે. ત્યારે આજે અમે તમને એવી વસ્તુઓના સેવન વીશે જણાવીશું કે જેને અનુસરવાથી તમારું શરીર ઉનાળામાં પણ ઘણું એક્ટિવ રહેશે.

જોકે ઉનાળામાં કઈ કઈ વસ્તુઓનું સેવન કરવાથી તમને ફાયદો થશે તે વીશે તો અમે તમને જણાવીશું સાથેજ એ મુદ્દે પણ માહિતી આપીશું કે ગરમીમાં તમારે શું ન ખાવું જોઈએ.

શું ખાવું જોઈએ ?

  • ઉનાળામાં તમે રાત્રીના સમયે એક ચમચી વરિયાળી અને 5 થી 6 કાળી સુકી દ્રાક્ષ પલાળીને રાખજો અને સવારમાં ઉઠીને તેને ખાવાનું રાખજો. જેથી તમારા શરીરને ઘણો ફાયદો મળી રહેશે.
  • આ સીવાય તમે સવારના સમયે કોઈ ફ્રુટ ખાઈ શકો છો. જેમા ટેટી અને તરબૂચ જેવા ફ્રુટ આપણા માટે ઘણાજ લાભદાયક છે. કારણકે ગરમીઓમાં ફ્રુટનું સેવન પણ ઘણુંજ ફાયદાકારક માનવામાં આવે છે.
  • ખાસ કરીને ગરમીઓમાં સલાડ, છાશ ખાવા જોઈએ જેમા વધારે મરી મસાલા ન હોવા જોઈએ. એ સીવાય કોથમીર, લીંબુનું પાણી અને કોલ્ડ ગ્રીન ટી પણ ઉનાળામાં બેસ્ટ માનવામાં આવે છે. જોકે રાત્રીના સમયે વેજિટેબલ સુપ. દૂધ પૌઆ, ખચીડી પણ તમે ખાઈ શકો છો.
  • ફળોમાં જો આપણે જોવા જઈએ તો દ્રાક્ષ, તરબૂચ,લીંબુ, પાઈનેપલ, કેળાનું જ્યુસ વગેરે તમે ખાઈ શકો છો કારણકે તેના સેવનને કારણે તમારા શરીરમાં ડિહાઈડ્રેશનની સમસ્યા નહી સર્જાય. સાથેજ રોજના આહારમાં તમે કાકડીનો સમાવેશ પણ કરી શકો છો.

આ તો થઈ ખાવાની વાત પરંતુ જો તમે ગરમીઓણાં બહાર નીકળો તો તમારે ખાસ કરીને સનસ્ક્રીન અને સન પ્રોટેક્ટિવ કપડા પહેરવા જોઈએ. સાથેજ હેલ્મેટ પહેરાવાનું પણ ખાસ રાખો. જેથી લૂં લાગવાનો ભય ઓછો રહેશે..ઉપરાંત ઉનાળામાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધી જતો હોય છે. જેથી ઘરમાં સાફસફાઈ અવશ્ય રાખજો જેથી તમારા ઘરમાં રોગચાળો ન થાય…

તો મિત્રો આતો અમે તમને જાણકારી આપી કે તમારે શું ખાવું જોઈએ અને શું કરવું જોઈએ. પરંતુ હવે અમે તમને એ વીશે જાણકારી આપીશું કે ગરમીઓમાં તમારે

શું ન ખાવું જોઈએ.

  • ફ્રાય અને હેવી ફુડ
  • ઉનાળામાં ખાસ કરીને હલકા ખોરાક ખાવાની આદત પાડવી જોઈએ. જેમા શાકભાજી વાળા ખોરક જો તમે ખાશો તો તમને ફાયદો થશે. શિયાળામાં જે રીતે આપ ભારે ખોરાક ખાતા હોઈએ છે. એવો ખોરાક આપણે ઉનાળામાં ન ખાવો જોઈએ…

Image Source

એક્પાઈરી ડેટ ચેક કરો

  • ખાસ કરીને જ્યારે તમે ઉનાળામાં કોઈ પ્રવાહી વાળી ચીજવસ્તુઓ ખાવાનું રાખો છો. ત્યારે તે વસ્તુમાં તમારે એ ચેક કરવું જોઈએ કે તે ખરાબ તો નથી થઈ કે પછી તે વસ્તુની એકપાઈરી ડેટ તો નથી જતી રહી. કારણકે એ વસ્તુઓને કારણે આપણે ફુડ પોઈઝનીંગ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. જેથી દરેક વસ્તુની એક્સપાઈરી ડેટ ખાસ ચેક કરવી જોઈએ..

ઉલ્લેખનિય છે કે ગરમીઓમાં ખાસ કરીને ડિહાઈડ્રેશન અને સનસ્ટ્રોક જેવી સમસ્યા વધતી હોય છે. જેના કારણે ચામડીના રોગ સન બર્ન, હાઈ ગ્રેડ ફીવર અને ગેસ્ટ્રોએન્ટેરીટીસની સમસ્યા વઘી જતી હોય છે. જેથી ગરમીઓમાં શક્ય બને ત્યા સુધી બહારનું ખાવાનું ટાળજો. કારણકે તેના કારણે ડાયેરિયા જેવી સમસ્યા પણ વધી જતી હોય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *