દરરોજ કોળાના બીજ ખાવાથી આ ૮ ઉતમ ફાયદા થાય છે, જે સારી ઉંઘ અને વાળના વિકાસ માટે ફાયદાકરક છે

Image Source

કોળાના બીજ ખાવાથી ઉતમ ફાયદા થાય છે. આ ઉત્તમ બીજનો ઉપયોગ પુરુષ અને સ્ત્રી બંને માટે પોષક નાસ્તા તરીકે કરી શકાય છે. તે ઉત્તમ નાસ્તો છે કારણ કે તે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. અહી કોળાના બીજના સેવન કરવાના કેટલાક સ્વાસ્થ્ય લાભ વિશે જણાવવામાં આવ્યુ છે.

નાના ગોળ આકારના કોળાના બીજ જેને પેપિટસ તરીકે ઓળખવામાં આવે છે, જે એક પોષક તત્વોનું પવાર હાઉસ છે. નટ્સ ની જેમ, કોળાના બીજ ઓમેગા-૬ ફેટી એસિડ સહિત પ્રોટીન અને અસંતૃપ્ત ચરબીનો એક મોટો સ્ત્રોત છે. કોળાના બીજ ખાવાથી ઘણા સારા ફાયદા થાય છે. તેને તમારા દૈનિક આહારમાં સમાવેશ કરી તમને સ્વાસ્થ્ય ફાયદાની એક લાંબી સૂચિ મળી શકે છે. કોળાના બીજમાં આયર્ન, કેલ્શિયમ, બી ૨, ફોલેટ અને બીટા કેરોટિન સાથે પોષક તત્વો સારી માત્રામાં હોય છે, જે શરીર વિટામિન એ માં ફેરવે છે. કોળાના બીજમાં જરૂરી ફેટી એસિડના ઉચ્ચ સ્તર હોય છે જે લોહીમાં સ્વસ્થ રક્ત વાહિનીઓ અને અનિચ્છનીય કોલેસ્ટ્રોલને જાળવવામાં મદદ કરે છે. કોળાના બીજ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ ફાયદાકારક હોઈ શકે છે.

આ બીજ ઝીંક , મેગ્નેશિયમ, મેંગેનીજ, કોપર, એન્ટી ઓક્સિડન્ટ અને ફાઈટોસ્ટરોલ જેવા કિંમતી પોષક તત્વોના પણ સ્ત્રોત છે. આ આશ્ચર્યજનક બીજનો ઉપયોગ પુરુષ અને સ્ત્રી બંને માટે પોષક નાસ્તા તરીકે થઈ શકે છે. તે ઉત્તમ નાસ્તો છે કેમકે તે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે.

Image Source

અહી કોળાના બીજના સેવન કરવાથી કેટલાક સ્વાસ્થ્ય લાભો વિશે જણાવવામાં આવ્યુ છે.

૧. ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક:

કોળાના બીજ ઓક્સિડેટિવ તણાવને ઓછું કરીને બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ બીજ પણ સુપાચ્ય પ્રોટીનથી સમૃદ્ધ છે, જે રક્ત શર્કરાના સ્તરને સ્થિર કરવામાં મદદરૂપ માનવમાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓ આ બીજને ભોજનમાં સમાવેશ કરી ઘણા ફાયદા લઈ શકે છે.

૨. વજન ઘટાડવામાં પ્રોત્સાહન આપે છે:

મોટાભાગના લોકો માટે ફિટનેસ ક્રેઝ વજન ઓછું કરવા પર છે. કોળાના બીજ પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે તમને વધારે સમય સુધી સંપૂર્ણ રહેવામાં મદદ કરે છે. કોળાના બીજમાં ઘણી માત્રામાં ફાઇબર જોવા મળે છે જે તમને તૃપ્ત રાખે છે અને તમને અનિચ્છનીય ખાવાથી રોકે છે.

૩. વાળના વિકાસ માટે અદ્ભુત :

કોળાના બીજમાં ક્યુક્રબિટાસિન હોય છે, જે એક અદભુત એમિનો એસિડ છે જે વાળની વૃદ્ધિમાં મદદ કરે છે. તે વિટામિન સી થી પણ ભરપૂર હોય છે, જે વાળના વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમે ખોપરી ની ચામડી પર કોળાના બીજનું તેલ લગાવી શકો છો અથવા પરિણામ જોવા માટે દરરોજ એક મુઠ્ઠી કોળાના બીજનું સેવન કરી શકો છો.

૪. કોળાના બીજ એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે:

કોળાના બીજમાં વિટામિન ઈ અને કૈરોટીનોઈડ જેવા એન્ટી ઓક્સિડન્ટ હોય છે. તે સોજાને ઓછા કરવામાં મદદ કરે છે અને સ્નાયુઓને નુકશાનકારક મુક્ત કણોથી બચાવી શકે છે. વળતર રૂપે તે તમારા શરીરને જુદા જુદા રોગોથી બચાવવામાં પણ મદદરૂપ થઈ શકે છે.

૫. હદયના સ્વાસ્થ્ય માટે ઉત્તમ:

કોળાના બીજમાં સ્વસ્થ ચરબી, ફાઈબર અને એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે તમારા હદયના સ્વાસ્થ્ય માટે સારું હોય છે. આ નાના બીજમાં મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ પણ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારે છે. બીજમાં રહેલ મેગ્નેશિયમ લોહીના દબાણના સ્તરને નિયંત્રિત કરીને મદદ કરી શકે છે.

૬. સારી ઉંઘ મેળવવા માટે મદદરૂપ:

કોળાના બીજમાં સેરોટોનિન હોય છે, જે એક ન્યુરોકેમિકલ છે જેને એક કુદરતી ઉંઘ પ્રેરણાદાયક માનવામાં આવે છે. તે ટ્રિપ્ટોફોનમાં પણ સમૃદ્ધ છે, એક એમિનો એસિડ જે શરીરમાં સેરોટોનિન માં રૂપાંતર થઈ જાય છે. જે તમારી ઊંઘની ગુણવત્તા માં સુધારો કરે છે. પથારીમાં સૂતા પહેલા મુઠ્ઠીભર બીજ એ રાત્રે ઊંઘ મેળવવા માટેની સરળ અને પ્રાકૃતિક રીત છે.

૭. બળતરા વિરોધી:

કોળાનાં બીજમાં એન્ટી-ઇનફ્લામેટરી ગુણધર્મો હોય છે, જે સંધિવાનાં દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે. બીજ સાંધાના દુખાવાની સારવારમાં ઘરેલું ઉપાય તરીકે કામ કરે છે. શિયાળામાં આ બીજનું સેવન તમારા માટે આશ્ચર્ય કરી શકે છે.

૮. શુક્રાણુની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે:

ઓછા ઝિંકનું સ્તર એ શુક્રાણુઓની ગુણવત્તા માં ઉણપ અને પુરુષોમાં વંધ્યત્વના જોખમ સાથે જોડાયેલું છે. કોળાના બીજ ઝિંકથી ભરપુર હોય છે, તેથી તેના સેવનથી શુક્રાણુઓની ગુણવત્તા માં સુધારો થઈ શકે છે.

Image Source

કોળાના બીજનું સેવન કરવાના ઉપાયો:

  • તમે સૂકા શેકેલા કોળાના બીજને નાસ્તા રૂપે લઈ શકો છો.
  • કોળાના અમુક બીજને પીસીને તમારા સલાડ અને કઢીમાં ભેળવી શકો છો.
  • તમારા કપકેકને કાચા કે શેકેલા કોળાના બીજથી ગાર્નીશ કરો.
  • ટ્રેલ મિક્સમાં કોળાના બીજને ભેળવો.
  • તમારી સ્મુદીમાં કોળાના બીજને ભેળવી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. અને ઉપરોક્ત દરેક માહિતી અમે ઇન્ટરનેટ ઉપરથી એકત્રિત કરલે છે તો કોઈ પણ ઉપાય કરતાં પેહલા નિષ્ણાત ની સલાહ આવશ્યક છે.

Author : FaktGujarati Team

Leave a Comment