કેરી ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે…આયુર્વેદમાં પણ તેને વરદાન સમાન માનવામાં આવે છે

Image Source

કેરી એક એવું ફળ છે કે મોટા ભાગના લોકોને ભાવતું હોય છે. ઉનાળામાં ખાસ કરીને કેરી ખાવાની મજાજ કઈક અલગ આવતી હોય છે. ઘરેઘર હવે તો કેરી પહોચી ગઈ છે. સાથેજ લોકો રસ બનાવીને અને ખાઈને તેનો આનંદ માણી રહ્યા છે. કેરીને ખાવાની જેટલી મજા આવે છે. તેટલાજ તેના ફાયદાઓ પણ ઘણા બધા છે. જેના વીશે આજે અમે તમને સંપૂર્ણ માહિતી આપીશું.

Image Source

ખનીજ તત્વોથી ભરપૂર

કેરી બે પ્રકારની હોય છે કાચી કેરી અને પાકી કેરી. મોટા ભાગના લોકો પાકી કેરી ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. આપને જણાવી દઈએ કે તેમા પ્રોટીન, વિટામીન સહિતના ખનીજ તત્વો રહેલા હોય છે. સાથેજ તેમા કાર્બોહાઈડ્રેટ અને શર્કરા વિપુલ પ્રમાણમાં હોય છે. જેના કારણે આપણા શરીરને ઘણો લાભ મળી રહેતો હોય છે. ઉપરાંત ગંભીરમાં ગંભીર બિમારી સામે આપણાને રક્ષણ મળી રહેતું હોય છે.

પાચનતંત્ર મજબૂત થઈ શકશે

કેરી જેટલી તમને ખાવામાં મીઠી લાગે છે શરીર માટે તેના ફાયદાઓ પણ તેટલાજ મીઠા છે. કેરી ખાવાથી સૌથી પહેલાતો  પેટની સમસ્યાઓથી રાહત મળી રહે છે. સાથેજ આપણું પાચનતંત્ર મજબૂત થાય છે. કારણકે તેમા ભરપૂર માત્રામાં આયર્ન રહેલું હોય છે. તે સિવાય હ્રદય માટે પણ કેરી ઘણી ફાયદાકારક રહેતી હોય છે.

ભૂખ વધારે લાગી શકશે

આપને જાણીને નવાઈ લાગશે કે કેરી ખાવાથી વિર્યની શુદ્ધિ અને વૃદ્ધિ પણ થતી હોય છે. કેરી એક વાયુ અને પિત્ત નાશક ફળ છે. પરંતુ સાથેજ  કેરી કફકારક અને કાંતિવર્ધક પણ છે. કેરી ખાવાથી શરીરમાં રહેલું લોહી શુદ્ધ થાય છે. સાથેજ જો ગરમીઓમાં તમે રોજ એક કેરી ખાવાનું રાખશો તો તમને ભૂખ પણ લાગતી રહેશે. માટે જો તેમને ભૂખ ન લાગતી હોય તો તમે કેરી ખાવાનું શરૂ કરી શકો છો.

કોરોનાકાળમાં સૌથી વધારે જરૂરી છે રોગપ્રતિકારક શક્તિ વધારવી અને સાંભળીને તમને નવાઈ લાગશે કે કેરી ખાવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિમાં પણ ઘણો વધારો થતો જોવા મળે છે.

Image Source

નાની અને પાતળી કેરી વધારે ફાયદાકારક

વિર્યમાં જો તમારે સ્પર્મકાઉન્ટ ઓછા હોય તો પણ તમે કેરીનું સેવન કરી શકો છો. કારણકે આવા લોકો માટે કેરી સૌથી વધારે ફાયદાકારક માનવામાં આવે છે. કેરીમાં એવા ગુણ રહેલા હોય છે કે તે જલ્દી ચી પણ જાય છે. જે કેરી વધારે નાની હોય મીઠી હોય અને પાતળી ગોટલી વાળી હોય તે કેરીને સૌથી સારી માનવામાં આવે છે.

જે લોકોને બ્લડપ્રેશરની બિમારી છે. ફેફસામાં તકલીફ રહેતી હોય છે. તેમના માટે કેરી ઘણીજ ફાયદાકારક છે. જેથી તે લોકોએ કેરીનું સેવન પહેલા કરવું જોઈએ. તે સિવાય પણ જે લોકોને માંસપેશીઓમાં સમસ્યા રહેતી હોય છે. સાથેજ હાડકાઓમાં પણ દુખાવો રહેતો હોય છે. તેવા લોકોએ ખાસ કરીને કેરીનું સેવન પહેલા કરવું જોઈએ.

ટીબીથી રાહત મળી શકશે

ઉલ્લેખનીય છે કે ડૉક્ટરોનું પણ એવું માનવું છે કે પાકી કેરી ખાવાથી શરીરને ઘણા ફાયદાઓ મળી રહેતા હોય છે. ખાસ કરીને પાકી કેરી ખાવાથી યુરીન સાફ રહેતું હોય છે. સાથેજ ટીબી જેવા રોગથી પણ આપણાને રાહત મળી રહેતી હોય છે. જેના કારણે ડૉક્ટરો પણ આપણાને કેરી ખાવાની સલાહ આપતા હોય છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે પાકી કેરી ખાવાથી આપણાને વધારે ફાયદાઓ મળી રહેતા હોય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *