એક વાટકી દહીં સાથે ગોળ ભેળવીને ખાવાથી નબળાઈ ની સાથે સાથે વૃદ્ધત્વ પણ દૂર થશે

Image Source

ગોળ શરીરનું તાપમાન જાળવી રાખવા માટે મદદ કરે છે અને દહીં ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. એટલું જ નહીં આ બંનેને જો સાથે ભેળવીને ખાવામાં આવે તો બીજા પણ ફાયદા થાય છે.

આમ તો ખાવાની ઘણી બધી એવી વસ્તુઓ છે જે સ્વાસ્થ્યને ઘણા લાભ પહોંચાડે છે અને આપણે તેને નિયમિત રીતે ખાઈએ પણ છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે કયા બે ખાદ્ય પદાર્થોને ભેળવીને ખાઈએ, જેનાથી તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક હોય.

જો તમે અત્યાર સુધી નથી વિચાર્યું, તો અમે જણાવીએ છીએ કે દહીં અને ગોળને સાથે ભેળવીને ખાવાના ઘણા ફાયદા છે. એક વાટકી દહીં માં થોડો ગોળ ભેળવીને ખાવાના કયા કયા ફાયદા છે તે ચાલો જાણીએ:

એનિમિયા ઘટાડે છે:

Image source

એનિમિયા સ્ત્રીઓની સૌથી મોટી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા છે. આ સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે શરીરમાં લોહીની ઉણપ હોય છે. દહીં અને ગોળ ખાવાથી શરીરમાં લોહી વધે છે અને એનિમિયા જેવી બીમારીઓથી બચી શકાય છે.

માસિક ધર્મ ના દુખાવામાં આરામ પહોંચાડે છે:

માસિક ધર્મ ના દુખાવાનો એક ખૂબ જ સારો ઘરેલુ ઉપાય છે -એક વાટકી દહીં અને ગોળ. આ ઉપરાંત જો તમને આમ જ પેટમાં દુખાવો થઈ રહ્યો છે અને પેટ મડકતું હોય તો ગોળ અને દહીં થી તમને ખૂબ જ ફાયદો થશે.

શરદી ઉધરસમાં ગોળ અને દહીં સારવાર આપે છે:

આ તે ઋતુ છે જેમાં આપણામાંથી મોટાભાગના ને સામાન્ય રીતે શરદી અને ઉધરસ થઈ જાય છે. બદલાતી ઋતુ તેની સાથે સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓ પણ લાવે છે. ગોળ અને દહીંનો આ મેળ શરદી અને ઉધરસ ને સારી કરવામાં મદદ કરે છે.ગોળ માં પોટેશિયમ, કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, મેંગેનીઝ અને કોપર મળી આવે છે, જે શરદી અને ઉધરસ ને દૂર રાખે છે. બીજી બાજુ દહીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને સ્વાસ્થ્ય સારું રાખે છે.

વજન ઘટાડવામાં પણ ગોળ અને દહીં મદદરૂપ છે:

ગોળ અને દહીંનો આ અનોખો મેળ તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. ગોળ પેટની આજુબાજુ ની ચરબી ઘટાડે છે. ગોળ શરીરની મેટાબોલિક દરને વધારે છે, જેનાથી વજન સરળતાથી ઓછો થાય છે. બીજી બાજુ દહીં પણ વજનને ઝડપથી ઘટાડવામાં મદદ કરે છે. તે કેલ્શિયમનો પણ સારો સ્ત્રોત છે, જે બોડી માસ ઇન્ડેક્સ ને સંતુલિત રાખે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. ગોળ અને દહીં તમને આખો દિવસ કાર્યરત રાખે છે અને તમે તમારા જીમ સખત સત્ર પછી પણ ખાઈ શકો છો.

ગોળ ના ફાયદા:

  • ગોળમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ મળી આવે છે જે શરીરની ફ્રી રેડીકલ ના નુકસાન થી બચાવશે છે જેનાથી આગળ પણ કોઈ પણ પ્રકારની સમસ્યા થતી નથી.
  • ગોળ તમારા શરીરમાં પ્રાકૃતિક સફાઈ ના સાધન ની જેમ કામ કરે છે. આ નુકસાનકારક કણોને તમારા શરીરમાંથી દૂર કરે છે અને તમને સ્વસ્થ બનાવી રાખે છે.
  • ગોળ ખાવાથી તમારા આંતરડા મજબૂત બને છે.
  • ગોળ શરીરનું તાપમાન જાળવી રાખવા માટે મદદ કરે છે અને શરીરને ઠંડુ રાખે છે.
  • નિયમિત રીતે ગોળ ખાવાથી શ્વાસ સંબંધિત રોગો પણ દૂર થાય છે.
  • ગોળ લોહીમાં હિમોગ્લોબિન વધારે છે અને લોહી શુદ્ધિકરણ નું કામ પણ કરે છે.

દહીં ના ફાયદા:

  • કેલ્શિયમ અને ફોસ્ફરસ થી ભરપૂર હોવાને લીધે દહીં તમારા હાડકા અને દાંત માટે ખૂબ જ સારું છે અને તેને મજબૂત બનાવે છે.
  • દહીં એક પ્રોબાયોટિક ખાદ્ય પદાર્થ છે. તેમાં જીવિત જીવાણુઓ હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. તે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.
  • દહીં પચવામાં પણ ખૂબ જ સરળ છે અને તમારા પાચનતંત્રને સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે.
  • એક વાટકી દહીં ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તમને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

તો એક વાટકી દહી અને ગોળનો ભરપૂર ફાયદો મેળવવા માટે તેને આજે જ તમારા ભોજનમાં સમાવેશ કરો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment