દહીં ખાઓ અને રોગ ભગાવો- જાણો દહીં ખાવાથી થતા આ ૭ અદભુત ફાયદાઓ વિશે.

Image Source

લોકો દૂધને સૌથી વધારે પૌષ્ટિક અને સંપૂર્ણ આહાર માને છે, પરંતુ દહીં તેનાથી વધારે ગુણકારી છે. દહીંમાં કેલ્શિયમની માત્રા દૂધથી વધારે હોય છે. આ ઉપરાંત, દહીંમા પ્રોટીન, લેક્ટોઝ, આયર્ન, ફોસ્ફરસ વગેરે ઉપરાંત ઘણા બીજા પ્રકારના વિટામીન્સ પણ હોય છે. પ્રાચીન વૈદ્યો મુજબ “પંચૌષધી” કે “પંચામૃત” મા દહીંને પણ એક ઔષધી માનવામાં આવી છે. જણાવવામાં આવે છે કે, દહીંનું સેવન હંમેશા કરવાથી શરીર સ્વસ્થ તથા ઉમર દીર્ઘાયુ થાય છે. પરંતુ તેનું સેવન કરતી વખતે આ બે બાબતોનું ખાસ ધ્યાન રાખવું, પેહલુ દહીં ખાટું ન હોય અને બીજું સવારના નાસ્તા સમયે જ તેનું સેવન કરો. જો તમે આમ કરો છો, તો તમે પણ નિરોગી બની શકો છો.

દહીં ખાઓ, કોલેસ્ટ્રોલ ઘટાડો!

  • દૂધની સરખામણીમાં દહીમાં ચીકાસ ઘણી ઓછી હોય છે, તેથી દહીં કોલેસ્ટ્રોલને વધવા દેતું નથી. હાઈ બ્લડપ્રેશર કે હૃદયરોગીઓ માટે દહીં વરદાનરૂપ છે. ગુદા માટે પણ દહીં ફાયદાકારક છે.
  • દહીંમાં રહેલા બેક્ટેરિયા તથા પોષકતત્વ શરીર માટે એન્ટિબાયોટિકનું કામ કરે છે તથા શરીરને જીવાણુઓ સામે લડવાની ક્ષમતા પણ પ્રદાન કરે છે.
  • જો તમને ભૂખ ન લાગતી હોય, તો દહીંમાં શેકેલા જીરાનો પાવડર અને સિંધવ મીઠું ભેળવો અને લસ્સી બનાવીને પીવો. તેનાથી ચોક્કસ ફાયદો થશે.
  • વધતાં વજનથી પરેશાન છો, તો દહીંનું સેવન જરૂર કરવું. નિયમિત રૂપે જો તમે દહીં કે છાશનું સેવન કરો છો, તો તેનાથી અનાવશ્યક ચરબી ઓછી થશે.
  • પેટની સમસ્યાઓમાં છાશનું સેવન વિશેષ લાભદાયક છે. તેનાથી કબજિયાત પણ મટે છે.

ત્વચા માટે દહીં યોગ્ય છે!

  • દહીંનું સેવન ફક્ત આહારમા ઔષધિરૂપે જ નહીં પરંતુ કોસ્મેટિક તરીકે પણ કરી શકાય છે. દહીંમા ચણાનો લોટ ભેળવીને ત્વચા પર લગાવવાથી ત્વચા નિખરે છે. તેનાથી ખીલ પણ દૂર થાય છે.
  • ગરમી કે સખત તડકામાં કામ કરનારાઓને દહીમા લીંબુ કે ટામેટાનો રસ ભેળવીને લગાવવું જોઈએ. આમ કરવાથી ચેહરા પર ચમક આવે છે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *