પપૈયું ખાવ અને સ્વાસ્થ્ય બનાવો-પપૈયા ખાવાથી થતા આ ઉત્તમ ફાયદાઓ વિશે કદાચ તમે નહીં જાણતા હોય! તો જાણો તેના વિશે.

Image Source

પપૈયાને “ધ ફ્રુટ ઓફ ધ એંજલ” કંઈ એમ જ નથી માનવામાં આવતું. વર્ષ દરમિયાન મળતા આ ફળમાં  વિટામીન એ, બી, સી, ડી, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન જેવા પોષક તત્વો હોય છે. આ ગુણોને લીધે તેને સ્વાસ્થ્ય માટે સૌથી લાભદાયક ફળમાંથી એક માનવામાં આવે છે. હવાઈયન‌ અને‌ મેક્સિકન પપૈયા વિશ્વભરમાં ઘણા પ્રખ્યાત છે. આ ઉપરાંત ભારતીય પપૈયા પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. વિવિધ કિસ્સાઓ મુજબ તેના સ્વાદમાં થોડી ઘણી ભિન્નતા પણ હોય છે. કહેવાય છે કે જો નિયમિત રૂપે પપૈયું ખાવામાં આવે તો પેટ સંબંધિત સમસ્યાઓ થતી નથી. એટલું જ નહીં પપૈયાના પાન અને બીજનો પણ ઔષધિરૂપે ઉપયોગ કરવામાં આવે છે. મચ્છર કરડે ત્યારે ખંજવાળ આવે ત્યારે તે જગ્યા પર પપૈયાના બીજને ઘસવાથી રાહત મળે છે.

સ્વાસ્થ્યનો સાચો મિત્ર છે પપૈયુ.

વિટામિન એ અને સી થી ભરપૂર હોવાને લીધે પપૈયુ શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારવામાં પણ મદદ કરે છે. તેમાં રહેલું બીટા કેરોટીન આંખોના સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. તેમાં કેલ્શિયમ પણ મળી આવે છે, જે શરીરના હાડકા મજબુત બનાવે છે અને સાંધાના દુખાવામાં ફાયદો પહોંચાડે છે. પપૈયા ખાવાથી કેન્સરનું જોખમ ઓછું રહે છે. તેમાં રહેલું ફાઇબર હદય તેમજ ડાયાબિટીસના દર્દીઓ માટે સારું માનવામાં આવે છે, જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ડેન્ગ્યુ, પોલિયો અને અનિયમિત માસિક ધર્મ માટે પણ આ ફાયદાકારક માનવામાં આવે છે. પપૈયામાં કેલેરી ઓછી અને પોષક તત્વ વધારે પ્રમાણમાં હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. કાચા પપૈયામાં પપેન નામનું તત્વ મળી આવે છે. આ તત્વનો ઉપયોગ માંસ પકાવવા માટે કરવામાં આવે છે. પાચનતંત્રમાં ગડબડ, નબળા આંતરડા, ભૂખ ન લાગવી વગેરે સમસ્યા હોય તો પપૈયું ખાવું એ તમારા માટે યોગ્ય રહેશે, કારણ કે તેમાં રહેલું પપેન તત્વ પાચનશક્તિને વધારે છે. તેનાથી કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે. જો તમને ખાટા ઓડકારો આવે છે, તો પપૈયાનો રસ તમારા માટે ફાયદાકારક રહેશે.

ગર્ભાવસ્થા દરમિયાન પપૈયુ કેમ ન ખાવું જોઈએ?

શું ગર્ભાવસ્થામાં પપૈયું ખાવું જોખમી છે? આ અંગે ઘણા સંશોધનો કરવામાં આવ્યા છે.ઘણા ડોક્ટરોનું માનવું છે કે ગર્ભાવસ્થા દરમિયાન પાકેલું પપૈયુ ખાવું સલામત છે. તેને ખાવાથી પાચનતંત્ર પણ યોગ્ય રીતે કાર્ય કરે છે. બ્રિટિશ જર્નલ ઓફ ન્યૂટ્રિશન મુજબ, કાચું પપૈયું ખાવું એ ગર્ભવતી સ્ત્રીઓ માટે નુકસાનકારક હોઈ શકે છે, કારણકે પપૈયાના લીસલીસા પદાર્થમાં પેપ્સીન મળી આવે છે, જે ગર્ભાશયમાં સંકોચન ઉત્પન્ન કરે છે, જેનાથી ગર્ભપાતની શંકા રહે છે. તેમાં રહેલા લેટેક્સ થી પણ ઘણી સ્ત્રીઓને એલર્જી હોય છે. ઘણા લોકોનું માનવું છે કે ગર્ભાવસ્થા દરમિયાન પપૈયું ખાવાથી ઉલટી અને સવારની સુસ્તી મા આરામ મળે છે, પરંતુ ફક્ત પાકેલું પપૈયુ. કાચું કે અડધું કાચું પપૈયું ગર્ભાવસ્થા દરમિયાન વર્જિત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેને ખાતા પહેલા કોઇ ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. પપૈયાને હંમેશા સામાન્ય તાપમાને જ રાખવું. ફ્રીઝ માં રાખતા પહેલા બ્રાઉન પેપરમાં તેને વીંટાળી લો, જેથી તે તાજુ રહે. જો છોકરીઓ પોતાના વાળને મજબૂત અને ચમકીલા બનાવવા ઈચ્છે છે, તો પપૈયાના આ માસ્કનો ઉપયોગ કરી શકો છો.

પપૈયાનું હેર માસ્ક બનાવવાની રીત….

  • એક કપ પાકુ પપૈયું
  • એક કપ પાકા કેળા
  • એક મોટી ચમચી શીરો
  • એક મોટી ચમચી નાળિયેરનું તેલ
  • એક કપ દહીં

હેર માસ્ક તૈયાર કરવા માટે બધી વસ્તુઓને એકસાથે મિક્સ કરીને પીસી લો. આ પેસ્ટને વાળમાં અડધો કલાક સુધી લગાવો. માસ્ક લગાવ્યા પછી વાળને પ્લાસ્ટિક કેપથી વ્યવસ્થિત ઢાંકી દો. ત્યાર બાદ તેને ધોઈને કન્ડિશનર લગાવો. તમારા વાળ ચમકવા લાગશે.

પપૈયાથી ત્વચા ખીલી જાય છે.

ઉનાળો હોય કે ચોમાસાનો મહિનો હોય, પપૈયાથી દરેક ઋતુમાં તમે તમારી ત્વચાને કોમળ રાખી શકો છો. તે તમારી ત્વચાને ટોન કરવાની સાથે તેને ભેજવાળી પણ રાખે છે અને ત્વચા પર ચમક પણ લાવે છે. એન્ટીઓક્સિડેન્ટ હોવાને લીધે તે એજીંગની સમસ્યાને રોકવામાં પણ ફાયદાકારક છે. જો નિયમિત પાકેલા પપૈયાની પેસ્ટ ચેહરા પર લગાવો તો એજીંગ ની સમસ્યા પણ થતી નથી. તેમાં રહેલા કેટલાક ખાસ પ્રકારના ઉત્સેચકો ખીલ, ડાર્ક પેચેજ વગેરેને દૂર કરે છે. તે ત્વચાના ચેપમાં પણ અસરકારક છે. જો તમે ખીલ-ફોડલીઓથી પરેશાન છો, તો કાચા પપૈયાના માવાને મધ સાથે ભેળવીને ચેહરા પર લગાવો તેનાથી રાહત મળશે.

પપૈયાને તમે ફાટેલી એડિયો પર પણ લગાવી શકો છો. પગની ત્વચાની સુંદરતા માટે તમે પાકેલા પપૈયાની છાલને પીસીને તેની પેસ્ટ લગાવી શકો છો. જો તમારી ત્વચા શુષ્ક અને ખરબચડી છે, તો પપૈયા સાથે મધ ભેળવીને લગાવો. કાચા પપૈયાનું દૂધ ત્વચાના રોગો માટે ઘણુ ફાયદાકારક હોય છે. તેમાં બ્લીચીંગ એજન્ટ પણ મળી આવે છે, જે ત્વચાના રંગમાં વધારો કરે છે. વિટામીન એ અને પપેન જેવા તત્વો હોવાને લીધે પપૈયુ મૃત ત્વચાને દૂર કરવાનું પણ કામ કરે છે. જો તમારી ત્વચા વધારે શુષ્ક અને સંવેદનશીલ  હોય, તો પપૈયાનો ઉપયોગ ચેહરા પર ન કરવો, કારણકે તે એસિડક પણ હોય છે. જો ત્વચાને સજ્જડ બનાવવા ઇચ્છો છો, તો પપૈયાના માવામાં ચોખાનો લોટ ભેળવો અને આ પેસ્ટને ચેહરા પર ૨૦ મિનિટ સુધી લગાવો. આ ઉપાયને અઠવાડિયામાં ત્રણ દિવસ કરો. કાચું પપૈયું, મધ, સ્પા મીઠું અને ઓલિવ ઓઇલને મિક્સ કરી તમે તેનો સ્ક્રબ રૂપે પણ ઉપયોગ કરી શકો છો. બની શકે કે તમારામાંથી અમુક લોકો એવા હોય, જેને પપૈયું ખાવું પસંદ ન હોય, પરંતુ પપૈયાના આ પૌષ્ટિક ગુણો અને ફાયદાઓને જાણ્યા પછી નિશ્ચિતરૂપે તમે તેને ખાશો.

ખાસ નોંધ : ઉપરોક્ત દરેક માહિતી અમે ઇન્ટરનેટ ના મધ્યમ થી એકત્રિત કરલે છે તો કોઈ પણ ઉપાય કરતાં પહેલા નિષ્ણાત ની સલાહ આવશ્યક છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment