ઓટ્સનો ઉપયોગ કરીને તમારા વાળ થશે સ્મૂથ અને સિલ્કી, જાણો કેવી રીતે

આજના સમયમાં લોકો માત્ર પોતાની હેલ્થ પર વધારે ધ્યાન આપે છે. અને જીમ જઈને શરીરને ખડતલ રાખતા હોય છે. પરંતુ જીમ કરવામાં તેઓ વાળનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. અને તેમના વાળને કલર કરીને બાદમાં સંતોષ માની લે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે તમે ઓટ્સની મદદથી તમે તમારા વાળને સીલ્કી અને સ્મૂથ કઈ રીતે રાખી શકશો.

કેવી રીતે કરશો ઓટ્સનો ઉપયોગ

ઓટ્સને સૌથી પહેલા દૂઘમા પલાળો ત્યારબાદ તેની પેસ્ટ થઈ જાય ત્યારે તેમા એક ચમચી મધ નાખો અને બાદમાં બ્લેન્ડર વડે તેને ક્રશ કરો. ત્યારબાજ તેમા નારિયેળનું પાણી નાખીને તેને ચમચીથી હલાવો. અને બ્રશની મદદથી તેને વાળમાં લગાવો, તમારે 30 મીનીટ સુધી તેને વાળમાં લગાવીને રાખવા પડશે. જેથી તમારા વાળને ઘણો ફાયદો થશો. ત્યારે ઓટ્સ લગાવાથી તમને કયા કયા ફાયદાઓ મળી રહેશે. આવો જાઈએ વિસ્તારમાં

વિટામીનથી ભરપૂર

ઓટ્સમાં તમને ભરપૂર માત્રામાં ફાઈબ અને વીટામીન મળી રહે છે. જે વાળો માટે ખૂબ સારું છે. અને ઓટ્સને વાળમાં તમે લગાવશો તો તમારા વાળાને પણ ઘણું પોષણ મળી રહેશે. સાથેજ ઓટ્સમાં એક્સફ્લોઈટિંગ ગુણ પણ રહેલા હોય છે. જે વાળના વિકાસ માટે તમને મદદરૂપ થાય છે. જેના કારણે તમને ભવીષ્યમાં કોઈ પ્રકારની વાળની સમસ્યા નહી સર્જાય.

વાળમાં થતી ખોડોથી રાહત મળશે

વાળમાં ખોડોની સમસ્યાતો આજકાલ લોકો જાણે કે સામાન્ય ગણવા લાગ્યા છે. પરંતુ આપને જણાવી દઈએ કે ખોડોને કારણે તમારા વાળ બગડવા લાગે છે. અને તમને પોષણ પણ નથી મળતું. પરંતું જો તમે ઓટ્સનો ઉપયોગ કરશો તો તમને ખોડોની સમસ્યાથી રાહત મળી રહેશે, કારણકે ઓટ્સમાં સોપોનિન અને જસ્તા નામના તત્વ હોય છે. તે ખોટોને સહેલાઈથી સાફ કરી નાખે છે.તે સીવાય ઓટ્સને કારણે તમને જે પ્રોટીન મળે છે. તેના દ્વારા પણ તમારા વાળને રાહત મળી રહેતી હોય છે.

સ્કીન માટે પણ ફાયદાકાર

ઓટ્સના ઉપયોગથી તમારી સ્કીન પણ સારી રહે છે. જેથી સ્કીનને સારી કરવા માટે ઓટ્સ તમારા માટે બેસ્ટ ઓપશન કહી શકાય. સાથેજ માથાની સ્કીન પર ઓટ્સ લગાવાથી તમારા માથાની સ્કીનને પોષ પણ મળી રહે છે. જેથી તમને ક્યારે ખોડોનો પ્રોબ્લેમ નહી થાય. તદઉપરાંત તમને ક્યારે વાળમાં કલર કે ડાઈ કરાવાની જરૂર નહી પડે. અને તમારી સ્કીન સ્વસ્થ રહેશે.

ખરતા વાળાની સમસ્યાથી રાહત મળશે

ભાગદોડ વાળી જીંદગીમાં લોકો અત્યારે વ્યવસ્થીત ભોજન નથી કરતા. અને જકફુંડ વધારે ખાતા હોય છે. જેના કારણે વાળની વાળને પુરતા પ્રમાણમાં પોષણ નથી મળી રહેતું. અ તેમના વાળ ખરવા લાગે છે. પરંતુ ઓટ્સનો ઉપયોગ કરવાથી તમારા વાળને ખરતા તમે રોકી શકશો. કારણકે તેમા એંટી ઓક્સીડેંટ્સ ઓમેગા-6 ફેટી એસીડ છે. જે તમારા વાળને મજબૂત બનાવે છે.

બે મો વાળા વાળથી પણ છૂટકારો

ઓટ્સનો ઉપયોદ કરવાથી તમને બે મુખ વાળા વાળથી પણ છૂંટકારો મળી રહેશે. કારણકે તેમા ભરપૂર માત્રમાં વિટામીન હોય છે. જેથી તમારા વાળને પોષણ મળી રહેશે. અને તમને ક્યારેય બે મો વાળા વાળની સમસ્યા પણ નહી સર્જાય.

 

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *