આ દિવસે જરૂર ખાઓ કઢી-ભાત, જાણો દિવાળીના બીજા દિવસે આ લાક્ષણિક ભારતીય ખોરાક ખાવાના કારણ અને ફાયદા વિશે

Image source

આપણા દેશમાં તીજ તહેવાર અને સ્વાસ્થ્ય નો ખૂબ સારો મેળ છે. કેમકે આપણે ત્યાં બધા તેહવારો ખાવા પીવાના વાતાવરણના હિસાબે થાય છે. પછી તે એક દિવસનો તેહવાર હોય કે પછી એક અઠવાડિયાનો. તકલીફ ફકત એટલી છે કે પેઢી દર પેઢી આપણે આપણા આ સંસ્કારો અને જ્ઞાનથી દૂર જઈ રહ્યા છીએ. પરંતુ ‘આ અબ લૌટ ચલે……’ ની તર્જ પર આપણી પરંપરાઓ સાથે જોડવામાં ક્યારેય સમય લાગતો નથી. આપણને તક મળે ત્યારે તેમા જોડાઈ જવું જોઈએ.

આજે અહીંયા અમે ખાવા પીવા સાથે જોડાયેલી એક એવી પરંપરાની વાત કરી રહ્યા છીએ. જે કઢી ભાત ખાવાને સબંધી છે. દિવાળીના આગળના દિવસે આપણા દેશમાં ગોવર્ધન પૂજાનો તહેવાર મનાવવામાં આવે છે. આ દિવસે ગૌવંશ એટેલે ગાય અને પ્રકૃતિની પૂજા કરવામાં આવે છે. તેની સાથેજ આ દિવસે મુખ્ય ભોજન કઢી ભાત હોય છે. તેનાથી ભગવાનને ભોગ લગાવ્યા પછી કુટુંબ સાથે બધા લોકો કઢી ભાત ખાય છે.

Image source

કઢી ભાત ખાવાનું મહત્વ.

  • ગોવર્ધન પૂજા પર કઢી ભાત ખાવાના બે જુદા મહત્વ છે. એક ધાર્મિક મહત્વ છે અને બીજુ સ્વાસ્થ્ય માટે લાભથી જોડાયેલું મહત્વ. ધાર્મિક મહત્વ તો એ છે કે ગોવર્ધન પૂજા એ દિવસે કરવામાં આવે છે, જે દિવસે ભગવાન કૃષ્ણે દ્વાપર યુગમાં ગોકુલના રહેવાસીઓને બચાવવા માટે ગોવર્ધન પર્વત ઉઠાવ્યો હતો.
  • આ દરમિયાન કાન્હાએ માનવ જીવનને આનંદદાયક રાખવા માટે ગૌવંશ અને પ્રાકૃતિના મહત્વ વિશે પણ જણાવ્યું હતું. તેથી ગાયના દૂધની છાશથી બનેલી કઢી અને ધાન થી ઉત્પન્ન થતા ભાતથી આ દિવસે કૃષ્ણની સાથે ગાયોની પણ પૂજા કરવામાં આવે છે. અને પછી સ્વાસ્થ્ય ની કામના કરતા કઢી ભાતનું સેવન કરવામાં આવે છે.

સ્વાસ્થ્ય માટેનું મહત્વ.

  •  જેમકે અમે જણાવ્યું તેમ ગોવર્ધન પૂજાનો તહેવાર દિવાળીના આગળના દિવસે મનાવવામાં આવે છે. તો સ્વાસ્થ્ય વીજ્ઞાન માં આ દિવસે કઢી ભાત ખાવાનુ મહત્વ એ છે કે દિવાળીના દિવસે પૂરી – પકવાન અને વિવિધ પ્રકારની વાનગીઓ ખાવામાં આવે છે. જેથી પાચનતંત્ર પર વધુ દબાણ પડે છે.
  •  જેમકે છાશથી બનેલી કઢી સુપાચય અને પાચનને સારી બનાવવામા પણ મદદગાર થાય છે. તેથી વધારે ચરબી વાળો ખોરાક ખાધા પછી જ્યારે કઢી ભાતનું સેવન કરવામાં આવે છે તો આપણુ શરીર સ્વસ્થ બનેલું રહે છે અને દિવાળીના દિવસે ખાધેલા ભારે ખોરાકથી આપણું સ્વાસ્થ્ય ખરાબ નથી થતું.

Image source

કઢી ભાત ખાવાના ફાયદા.

  • દેશી ગાયના દૂધથી બનેલી છાશની બનેલી કઢીમાં ઘણા પ્રકારના સ્વાસ્થ્યવર્ધક તત્વ જોવા મળે છે. તેમા પ્રોટીન, કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ શામેલ છે.
  • આ દિવસે કઢીને મુખ્ય રૂપે લોખંડની કડાઈમાં બનાવવાની પરંપરા છે. લોખંડની કડાઈમાં કલાકો સુધી પાકવાને કારણે કઢીમાં આયર્ન ની પણ ભરપૂર માત્રા હોય છે. તેથી તે શરીરમાં સ્ફૂર્તિ લાવવાનું કામ કરે છે.
  • કઢીમાં એન્ટી ઇન્ફલામેટરી જેવા ગુણ જોવા મળે છે. તે શરીરમાં ઉત્પનન થતા ઘણા રોગોને દૂર કરવાનું કામ કરે છે અને આંતરડા ના સોજાને વધવા નથી દેતું.
  • ભાતમા સ્ટાર્ચ સારી માત્રામા હોય છે અને કઢીમાં સારા બેકટેરિયાને વધારવાના તત્વ જોવા મળે છે. તેથી કઢી ભાત નો મેળ તમારા આંતરડાને સરખું બનાવી રાખવાનું કામ કરે છે.
  • કઢી પેટમા વિકસી રહેલા ઘણી પ્રકારના સંક્રમણો ને દૂર કરવાનું કામ કરે છે. તે પેટના ઘા અને મોઢામાં છાલા પડવાની સમસ્યાથી બચાવે છે. તેથી તમારે ઓછામાં ઓછી મહિનામા બે વાર લોખંડની કડાઈમાં બનેલી કઢીનું સેવન જરૂર કરવું જોઈએ.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment