શાક હોય કે ચટણી સાથે બન પરાઠા બનાવીને ખાઓ, જાણો તેની સરળ રેસિપી

Image Source

ભારતમાં પરાઠા એક ખૂબજ મનપસંદ આહારની શ્રેણીમાં આવે છે. પરોઠાને લોકો મોટાભાગે નાસ્તામાં ખાવાનું પસંદ કરે છે. તેને તમે શાક, ચટણી, દહીં અથવા કઢી સાથે પણ ખાઈ શકો છો. ઘણા લોકોને બટેકા, કોબી અથવા કાંદાના પરોઠા ખૂબ પસંદ હોય છે. પરંતુ શું તમે ક્યારેય બન પરોઠા ટ્રાય કર્યા છે. આ મદુરાઈનું એક ખૂબજ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે, જે કઢી સાથે ખાઈ શકાય છે. તે ખાવામાં ખુબજ ક્રિસ્પી અને મજેદાર હોય છે, તો આજે અમે તમને બન પરોઠા બનાવવાની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ-

બન પરોઠા બનાવવાની સામગ્રી

  • મેંદો- 3 કપ
  • બેકિંગ સોડા- 1/4 ચમચી
  • દુધ- 2 કપ
  • તેલ – 4 થી 5 ચમચી
  • મીઠું – 1 ચમચી

બન પરોઠા બનાવવાની રીત

  • તેને બનાવવા માટે તમે સૌથી પેહલા એક વાટકો લઈ તેમાં બધી સામગ્રી જેમકે મેંદો, સોડા અને સ્વાદમુજબ મીઠું ઉમેરી દો.
  • ત્યારબાદ તમે દૂધ અને તેલની મદદથી એક લોટ બાંધી લો અને થોડી વાર માટે તેને તેમજ રેહવા દો.
  • પછી તમે તેની નાની નાની ગોળી બનાવી લો. ત્યારબાદ તે ગોળીને વેલણથી વણી લો અને તેની કોરને લંબચોરસ આકારમાં વાળી લો.
  • ત્યારબાદ જ્યારે તે સરખી રીતે વળી જાય, ત્યારે તેને ફરીથી એક ગોળ શેપમાં બનાવો. તેનાથી તમારા બન પરોઠા લચ્છાદાર બની જશે.
  • પછી તમે આ બનેલા પરોઠાને તવા પર નાખી આછા ભુરા થાય ત્યારે બંને બાજુથી શેકી લો.
  • હવે તમારા બન પરોઠા બનીને તૈયાર થઈ ચૂક્યા છે. પછી તમે તેને સબ્જી સાથે સર્વ કરો

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતીલાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “શાક હોય કે ચટણી સાથે બન પરાઠા બનાવીને ખાઓ, જાણો તેની સરળ રેસિપી”

Leave a Comment