ઉત્તરાયણમાં ઘરે બનાવો ચટાકેદાર ગુજરાતી ઊંધિયું😋😋

માનવનું જીવન પણ પ્રકાશ અને અંધકારથી ધેરાયેલુ છે. તેના જીવનનું વસ્ત્ર કાળા અને સફેદ તંતુઓથી વણેલું છે. મકરસંક્રાંતિના દિવસે માનવીનએ પણ સંક્રમણ કરવાનો શુભ સંકલ્પ કરવાનો હોય છે. માનવ જીવનમાં ફેલાયેલા અજ્ઞાન, શંકા, અંધશ્રધ્ધા, જડતા, કુસંસ્કાર વગેરે અંધકારના લક્ષણો છે. માનવીને અજ્ઞાનને જ્ઞાનથી, ખોટા શકને વિજ્ઞાનથી, અંધશ્રધ્ધાને બરાબરની શ્રધ્ધાથી, જડતાને ચેતનથી અને કુસંસ્કારોને સંસ્કારના સર્જન દ્વારા હટાવવાનું છે. આ જ તેના જીવનની સાચી સંક્રાંતિ કહેવાશે. તો ચાલો આ ઉત્તરાયણ બનાવીએ આપણું ફેવરિટ ઊંધિયું

સામગ્રી : 

આદુ મરચાનું પેસ્ટ એક ચમચી, 

પાપડી- 500 ગ્રામ, 

રતાળુ- 250 ગ્રામ, 

શક્કરિયા 250 ગ્રામ, 

લીલી તુવેર-200 ગ્રામ, 

બટાકા -250 ગ્રામ, 

લીલા ધાણા 100 ગ્રામ, 

લીલુ લસણ – 50 ગ્રામ, 

ધાણાજીરુ – બે ચમચી, 

ભરવા રીંગણ(નાના) 200 ગ્રામ, 

મીઠુ સ્વાદ મુજબ, 

કોઈ પણ શાકના મુઠિયા એક વાડકો.

 ધાણા પાઉડર 2 ટેબલ સ્પૂન, 

મીઠું સ્વાદ અનુસાર, 

વાટેલા તલ 50 ગ્રામ, 

લીલા વટાણા (વાટેલા)500 ગ્રામ, 

100 ગ્રામ લીલા કોપરાનું ખમણ, 

બે ચમચી ખાંડ, 

એક ચમચી અજમો,

 અડધી ચમચી ઊંધિયાનો અથવા તો શાકનો ગરમ મસાલો.

બનાવવાની રીત :

* એક મોટા જાડા તળિયાના તપેલામાં ચાર પળી તેલ ગરમ કરવા મુકો, 

* વાટેલા લીલાં મરચાં, જીરુ, વાટેલું આદુ, કોથમીર, સમારેલું લીલું લસણ, થોડો ધાણા પાવડર, સ્વાદ અનુસાર મીઠું, વાટેલા તલ, લીલા નાળિયેરનું ખમણ, થોડી ખાંડ, ગરમ મસાલો બધી સામગ્રી એક બાઉલમાં મિક્સ કરી લો.

* તેલ ગરમ થયા બાદ અજમાનો વઘાર કરવો.

 * વઘાર થાય એટલે તેમાં સાફ કરીને ધોયેલી પાપડીને નાખવી.

 * થોડો સોડા અને થોડું મીઠું નાખીને ચૂલા પર પાંચ મિનિટ સુધી ખદબદવા દેવું.

 * ત્યારબાદ તેની અંદર કાંપા પાડેલા શક્કરિયાં-બટાકા-રીંગણ-રતાળુમાં બાઉલમાં પ્રથમથી તૈયાર કરેલો મસાલો ભરવો અને પાપડીની અંદર ગોઠવીને મૂકી દેવું.

 * ત્યારબાદ તેની ઉપર એક થાળીમાં થોડું પાણી મૂકીને ઢાંકી દેવું, જેથી તપેલામાં ચોંટી ન જાય. 

* થોડી થોડી વારે આને હલાવી લેવું. 

* શાક ચઢી જાય ત્યારબાદ ગેસ બંધ કર્યા પછી તૈયાર મુઠિયાને ગોઠવી દેવા. 

* તપેલાને ઢાંકણું ઢાંકી દેવું.

 * 15 મિનિટ આ શાકને તપેલામાં જ ઢાંકેલું રાખીને કોપરું-કોથમીર-લીલું લસણ ઉપરથી ભભરાવીને પીરસવુ.

આવા અદભુત આર્ટિકલ્સ વાંચવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતી લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર કરો… આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મન્જુરી લેવી જરૂરી છે.

Author : Aditi Nandargi.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *