દોડવાના સરળ ઉપાયો, તેના ફાયદા અને તેની અમુક ખૂબ જ જરૂરી ટીપ્સ વાંચો

Image Source

શરીરને ચુસ્ત અને તંદુરસ્ત રાખવા માટે સૌથી સારો ઉપાય દોડવું છે. દોડવા નુ મહત્વ કસરતમાં સૌથી વધારે છે. જેનાથી શરીર લચીલું બને છે અને શરીરની જકડન પણ દૂર થાય છે. કોઈપણ પ્રકારની શારીરિક કસરત નો આધાર દોડવું છે. તે શરીરને સંપૂર્ણ રૂપથી સ્વસ્થ રાખવા માટે કામ કરે છે. પરંતુ શું તમે દોડવાની સાચી રીત તમે જાણો છો?

આ લેખમાં અમે તમને દોડવાના વિભિન્ન શારીરિક ફાયદાઓ અને તેની સાથે સાથે દોડવાથી જોડાયેલી જરૂરી ટીપ્સ પણ આપીશું. જેનું પાલન કરીને તમે શારીરિક એક્ટિવિટી અને સ્વાસ્થ્યનો લાભ લઈ શકો છો.

દોડવાના ફાયદા:

Image Source

૧ હૃદય સ્વાસ્થ્ય :

તમને જાણીને હેરાની થશે કે નિયમિત રૂપે દોડવાથી આપણા હૃદયને ફાયદાઓ થાય છે. એક રિપોર્ટના અનુસાર દોડવાથી હૃદયની સાથે સાથે રક્તની ધમનીઓને પણ સ્વસ્થ રાખવાનું કામ કરી શકે છે.
એકબીજા રિપોર્ટના અનુસાર દોડવાથી હૃદય સારી રીતે કામ કરી શકે છે. અને શરીરમાં ઉર્જા માટે ફેટી એસિડ અને કાર્બોહાઈડ્રેટ નો પ્રયોગ સારી રીતે કરી શકે છે. ઇકો-કાર્ડિયોગ્રામ રફીક અધ્યયન અનુસાર જે દોડતા નથી તેની તુલનામાં તોડવા વાળા વ્યક્તિનું હૃદય સારી રીતે કામ કરી શકે છે. સાથે જ નિયમિત રૂપથી દોડવા વાળા વ્યક્તિ હદયરોગ ની બીમારીથી પણ દૂર રહી શકે છે.

Image Source

૨ વજન ઘટાડવા માટે:

વજન ઘટાડવા માટે દોડવાના ઘણા ફાયદા જોવા મળે છે. એક રિપોર્ટ અનુસાર દોડવું એ અતિરિક્ત કેલેરી ને હટાવવા ની સાથે સાથે શરીરના વજનને પણ નિયંત્રિત કરવાનું કામ કરે છે. મોટા બહુ ઓછો કરવા માટે ચાલવાની તુલનામાં દોડવું તે વધારે અસરકારક માનવામાં આવે છે. કારણ કે તે સારી રીતે બીએમઆઈ પર કામ કરે છે. જો તમે દરરોજ આ કરો છો તો તમને જરૂર સારું પરિણામ પ્રાપ્ત થશે.

3. મજબૂત હાડકા અને માસપેશી

શરીરની મજબૂતી માટે માંસપેશીઓ અને હાડકાનું સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે. તેમાં આવેલી કોઇપણ પ્રકારની કમજોરી સંપૂર્ણ સ્વાસ્થ્ય ને પ્રભાવ કરી શકે છે. માસપેશીઓને હાડકાના વિકાસ તથા તેની મજબૂતી માટે ખાવા-પીવાનું અને તેની સાથે દોડવાનું પણ ખૂબ જ જરૂરી છે. એક રિપોર્ટના અનુસાર દરરોજ દોડવા વાળી વ્યક્તિ ના હાડકા અને માસપેશીઓ વધારે સ્વસ્થ રહે છે.

૪. પેટની ચરબી

પેટની ચરબી ઘટાડવા માટે દોડવાથી ઘણા ફાયદા જોવા મળે છે. જો તમે પેટની ચરબીથી પરેશાન છો તો તમે દોડવાનું શરૂ કરી શકો છો. એક રિપોર્ટના અનુસાર આપણી શારીરિક એક્ટિવિટી પેટની ચરબીને જલ્દી ઘટાડવા માટે મદદરૂપ થાય છે. રિપોર્ટ જણાવે છે કે દરરોજ ૩૦ થી ૬૦ મિનિટ આપણે શારીરિક એક્ટિવિટી કરીએ તો આપણી પેટની ચરબી ઓછી કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે.

Image Source

૫. લેગ ટોન

આપણે આપણી જાંઘ ને વ્યવસ્થિત શેપ આપવા માટે પણ દોડવું ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. દોડવાને ક્ષમતા વિકસિત કરવા અને વજન નિયંત્રિત કરવાના અભ્યાસમાં પણ સામેલ કરવામાં આવ્યો છે. જે વજન ઘટાડવાની સાથે સાથે માસપેશીઓને ટોન કરવામાં પણ ઉપયોગી છે. આ ટ્રેનિંગ મસલ્સમાં સુધારો કરીને આપણી જાંઘને સારો આકાર આપવાનું કામ કરે છે.

૬. તણાવથી મુક્તિ

દોડવું એ માત્ર શારીરિક નહિં પરંતુ માનસિક રૂપથી પણ આપણને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. એક રિપોર્ટ અનુસાર દોડ એ આપણા શરીરને સેરોટોનિન નામનો હોર્મોન વધારીને તેને તણાવમાંથી મુક્તિ આપવાનું પણ કામ કરે છે.

૭. શરદી ખાંસી માટે

શરદી અને ખાંસી માટે પણ દોડવાના ફાયદા જોવા મળે છે. દોડવું એ એક શારીરિક કસરત છે જે આપણી રોગ પ્રતિકારક શક્તિની પ્રક્રિયા ને પ્રભાવિત બનાવે છે. તેનાથી સ્વાસ્થ્ય સંબંધી જે વાયરલ ઈન્ફેક્શન થાય છે તેમાં પણ સુધારો થઇ શકે છે. આમ તેનાથી શરદી ખાંસી જેવી તકલીફોથી છુટકારો મળે છે. એક રિપોર્ટ અનુસાર શારીરિક કસરત કરવાથી શરીરમાં જે વિષાણુઓ ઝેરી તત્વો છે તે બહાર નીકળવામાં પણ મદદરૂપ થાય છે. જેના દ્વારા શરદી થી બચી શકાય છે.

૮. સારી ઊંઘ

દોડવા જેવી શારીરિક કસરત કરવાથી આપણને સારી ઊંઘ આવી શકે છે. જેમ કે આપણે ઉપર જણાવ્યું કે દોડવાથી માનસિક તણાવ પણ દૂર થઇ શકે છે. જેનાથી તમને સારી ઉંઘ મેળવવામાં પણ મદદ મળશે. તેની સાથે જ દોડવું એ તમારી માંસપેશીઓને આરામ આપવાનું પણ કામ કરે છે જેનાથી તમને એક આરામદાયક ઊંઘ મળી શકે છે.

૯. રોગ પ્રતિકારક ક્ષમતા

દોડવાનો એક મુખ્ય લાભ આપણી રોગ પ્રતિકારક ક્ષમતાને વધારવાનો પણ છે. જેમ કે અમે તમને બતાવ્યું કે દોડવું એ શારીરિક કસરત થી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. અને આમ તેના કારણે આપણને વાઇરલ ઇન્ફેક્શનથી બહાર આવવામાં પણ મદદ મળે છે. એક રિપોર્ટના અનુસાર શરીરનું સાચું વજન આપણી રોગ પ્રતિકારક ક્ષમતાને સારી રીતે ચલાવવામાં પણ મદદ કરે છે. કસરત આપણા શરીરનું વજન નિયંત્રિત કરવાનું કામ કરે છે.

૧૦.મધુમેહ( ડાયાબિટીસ )

તમને જાણીને હેરાની થશે કે મધુમેહ જેવી ગંભીર બીમારી વિરુદ્ધ દોડવું એ ખૂબ જ સુરક્ષાત્મક ભૂમિકા ભજવે છે. એક અધ્યાયના અનુસાર દરરોજ કરવામાં આવતી શારીરિક કસરત લોહી ની શર્કરા અને નિયંત્રિત કરવા માટે ૨ ટાઇપના ડાયાબિટીસ ને રોકવાનું પણ કામ કરે છે.દોડવું તે ઇન્સ્યુલિનની પ્રક્રિયામાં પણ સુધારો કરી શકે છે. તેના સિવાય શારીરિક કસરતમાં મધુમેહ થી થતી તકલીફોમાં પણ સુધારો થઈ શકે છે.

૧૧. કોલેસ્ટ્રોલ

કોલેસ્ટ્રોલ નિયંત્રણ કરવા માટે પણ દોડ ના ફાયદા ખૂબ સારા છે એક અધ્યયન અનુસાર રોજ પાંચથી સાત મીટર દોડવાથી એચડીએલ એટલે કે સારા કોલેસ્ટ્રોલ માં વધારો થઇ શકે છે.

૧૨. પાચનતંત્ર

દડવા નો એક મહત્વપૂર્ણ લાભ પાચન તંત્ર થી પણ જોડાયેલો છે. એક રિપોર્ટ અનુસાર શારીરિક કસરત કરવાથી કબજિયાત જેવી સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે. તેથી જ દોડવું તે પાચનતંત્ર અને સારું કરીને કબજિયાતને ઠીક કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. દોડવું તે એક શારીરિક કસરત છે જેનાથી પેટના કેન્સર પર પણ સકારાત્મક પ્રભાવ પડી શકે છે.

૧૩. સ્વસ્થ ફેફસાં

દોડવાના સ્વાસ્થ્યના લાભમાં સ્વસ્થ ફેફસાં પણ સામેલ છે. નિયમિત રૂપથી કરવામાં આવતી કસરત આપણા ફેફસાંને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. તેના સિવાય કસરતમાં શ્વાસ લેવાની અને છોડવાની પ્રક્રિયામાં પણ સુધારો લાવી શકે છે. જેનાથી ફેફસાંની કાર્યપ્રણાલીમાં પણ મદદ મળે છે. આ સિવાય શારીરિક કસરતથી ફેફસાં અને શ્વાસના માર્ગથી બેક્ટેરિયા પણ બહાર કાઢવામાં મદદરૂપ થાય છે.

૧૪. લાંબુ જીવન જીવવામાં મદદ

દોડવું એ શરીરના સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. દોડવું શરદી જેવા સામાન્ય સમસ્યા થી લઈને મધુમેહ અને હૃદય જેવી ઘાતક બીમારીને રોકવાનું પણ કામ કરે છે નિશ્ચિત રૂપથી દોડવું એનો શારીરિક લાભ લાંબુ જીવવામાં મદદરૂપ થાય છે. જો તમે તમારું જીવન લાંબુ જીવવા માગતા હો તો તમારી જીવનશૈલીમાં દોડને જરૂરથી સામેલ કરો.

Image Source

આસાનીથી દોડવાના ઉપાયો

શરીર માટે દોડવાના ફાયદા જાણ્યા બાદ દોડ ના નિયમ પણ જાણવા ખૂબ જરૂરી છે. જાણકારી વગરનું દોડવું ખૂબ જોખમ ભર્યું થઈ શકે છે. દોડવાના દરમિયાન કોઈપણ પ્રકાર ની તકલીફ થી બચવા માટે તમે નીચે પ્રકારના માર્ગદર્શન નું પાલન જરૂરથી કરો.

૧. દોડવાનું શરુ કરતા પહેલા

જો તમે ઘણા દિવસથી દોડ્યા નથી તો પહેલી વાર જો તમે દોડવાનું શરૂ કરો છો તો પહેલા અમુક દિવસ સુધી લાંબા ડગલા ભરી ને ચાલવાનો પ્રયાસ કરો. જો તમને તેમ કરવાથી કોઇ શારીરિક પરેશાની થાય છે તો તમે ડોક્ટરનો સંપર્ક કરો. તે સિવાય શરીરમાં કોઈપણ પ્રકારની શારીરિક વાગવા થી બચવા માટે એક જોડી દોડવા માટેના બુટ જરૂરથી લો. તે જરૂરથી ચકાસો કે બુટ આરામદાયક હોય અને તેની પકડ એકદમ મજબૂત હોય.

Image Source

૨. દોડવા નો રસ્તો

દોડવાના ઉપાયોમાં સારો માર્ગ પણ સામેલ છે. રેતીવાળા અને ઊંચા નીચા રસ્તા તમારા માટે જોખમી થઇ શકે છે તેથી સમતળ અને ઘાસવાળા રસ્તાનો ઉપયોગ કરો.

૩. દોડવાની શરૂઆત

શરૂઆતમાં ફાસ્ટ ન દોડો આવું કરવાથી તમને વાગી પણ શકે છે. શરૂઆતમાં ધીમે ધીમે દોડો અને સમયની સાથે સાથે દોડવાની ગતિ પણ વધારી શકો છો.

Image Source

૪. વાર્મ અપ

દોડવાના નિયમમાં વાર્મ અપ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દોડતા પહેલા તમે પાંચ મિનિટ સુધી શરીરને ગરમ કરો. તેમાં દૂર સુધી ચાલવું,એક જ જગ્યા પર કૂદવું, ઘૂંટણને ઉઠાવું વગેરે ને સામેલ કરી શકો છો.વાર્મ અપ હૃદય ફેફસા અને માંસપેશીઓ પર આવતા તણાવ અને થાકને રોકવામાં મદદ કરે છે.

૫. પહેલા ધીમે ચાલો

જલદી દોડવાના ઉપાયોમાં ચાલવું પણ સામેલ છે. પોતાની દોડને આરામદાયક બનાવવા માટે ૧૦થી ૧૫ મિનિટ સુધી ચાલવું. ચાલવાના દરમિયાન એક બે મિનિટ માટે વચ્ચે વચ્ચે તમે દોડી શકો છો. શરૂઆતમાં દોડવાની ગતિને નિયંત્રિત રાખો. અને સમયની સાથે તમે દોડવાની ગતિ ને વધારી શકો છો.

Image Source

૬. આવી રીતે દોડો

હાથ અને ખભા પર જોર આપ્યા વગર દોડો. દોડતી વખતે તમારી કોણીને વાળી રાખો. એડી થી પગની આંગળીઓ સુધી એક સીધા રહો.

૭. આરામ જરૂરી છે

જે લોકો દોડવાનું શરૂ કરી રહ્યા છે તે અઠવાડિયામાં બે દિવસ પોતાની જાતને આરામ આપે. શરૂઆતમાં પોતાની જાતને આરામ આપ્યા વગર તમે દોડવાનું શરૂ કરશો તો તકલીફ શરૂ થઇ શકે છે.

૮. રોડની કિનારી પર ન દોડો

જલદી તોડવાના ઉપાયોમાં અમુક સાવધાની સામેલ કરવામાં આવી છે. જે લોકોની અસ્થમાની પરેશાની છે તેમને રોડના કિનારે દોડવું જોઇએ નહીં. તે એટલા માટે કે વાહનો અને તેના નીકળતાં ધુમાડાના કારણે તેમને તકલીફ થઈ શકે છે.

Image Source

૯. દોડવાનો સાચો સમય

દોડવા નો સાચો સમય સવારે અને સાંજે હોય છે કારણ કે તે દરમિયાન સુરજ ની ગરમી સામાન્ય રહે છે અને તમે તે દરમિયાન આરામથી થાક્યા વગર દોડી શકો છો.

૧૦. કિલોમીટર ની નોંધ કરો

જલદી દોડવાના ઉપાયોમાં તમે દોડવાની નોંધ કરી શકો છો. તમે દિવસમાં કેટલા કિલોમીટર દોડ્યા તે જરૂરથી નોંધ કરો તેનાથી તમને ખબર પડશે કે તમારા દોડમાં કેટલો સુધારો આવ્યો છે.

જલદી તોડવાના ઉપાયો જાણ્યા બાદ જાણો જરૂરી યુક્તિ

ઉપર જણાવ્યા મુજબ જરૂરી દોડવા નિયુક્તિના સિવાય તમે નીચે બતાવ્યા મુજબની સૂચનાઓનું પાલન કરી શકો છો.

  • પોતાની સાથે પાણીની બોટલ જરૂર રાખો જ્યારે પણ તમને પાણીની કમી લાગે ત્યારે તમે પાણી પીવો..
  • ગરમીના દરમિયાન જાડા અને ફિટ કપડાંથી દૂર રહો ઢીલા કપડાં પહેરો જેનાથી દોડવા દરમિયાન તમને કોઈપણ તકલીફ નો સામનો ન કરવો પડે.
  • એકલા દોડવાની જગ્યાએ મિત્રની સાથે જોડો આમ કરવાથી તમારું મનોબળ પણ વધશે અને તમને દોડવાનો આનંદ પણ મળશે.
  • દોડવાના તૈયારી બાદ કંઈપણ નજમો થોડા સમય પછી ફળનો જ્યુસ અથવા તો પૌષ્ટિક આહાર જમી શકો છો.
  • દોડવાના 30 મિનિટ પહેલા કંઈક હલકું ફૂલકું જરૂર ખાવ જેનાથી તમને દોડવા માટે ઊર્જા મળી રહેશે. કોઈપણ દિવસ ખાલી પેટે દોડવા જવું જોઈએ નહીં.

હવે તમે જાણી જ ગયા હશો કે દોડવું આપણા શરીર માટે કેટલું ફાયદાકારક થઈ શકે છે તો તમે રાહ શેની જુઓ છો દોડવા માટે શરીર નો લાભ મેળવવા માટે કાલથી દોડવાની શરૂઆત કરવા માંડો. બની શકે છે કે શરૂઆતમાં તમને દોડવાથી કઠિનાઈ પણ આવી શકે છે પરંતુ પ્રયાસ તમે ચાલુ જ રાખો. અને જો તમે દોડવાનું લાંબા સમય પછી શરૂ કરી રહ્યા છો તો આ લેખમાં બતાવ્યા મુજબ જરૂરી સુઝાવ અને સાવધાનીઓ નું ધ્યાન રાખો.અને જો તમે કોઇ ગંભીર સમસ્યાથી પીડિત છો તો દોડ શરૂ કરતા પહેલા તમે ડોક્ટરને જરૂર પૂછો. વિશ્વાસ છે કે તમને આ લેખ જરૂર થી પસંદ આવ્યો હશે. આ લેખમાં બતાવવામાં આવેલી યુવતીઓ તમને મદદરૂપ સાબિત થશે. જો તમને આ લેખ ગમ્યો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *