લસણિયા બટાકા ની આ રેસીપી તમારી ફેવરીટ થઈ જશે😋😋( સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથે)

હાઇ ફેંન્ડસ, આજે હું તમારા માટે એકદમ ચટાકેદાર રેસીપી લઇને આવી છુ જે ઓલટાઇમ ફેવરીટ ફુડ છે, તો અત્યારે જ નોંધી લો મારી આ રેસીપી અને ટા્ય કરો તમારા કિચનમાં.

સામગી્:

નાના બટાકા: ૧૦થી ૧૨ નંગ

લસણ-અડધો કપ

આદુ-મરચાની પેસ્ટ- ૧ટી સ્પૂન

સૂકા લાલ મરચા- ૩-૪ નંગ

લાલ મરચુ- ૧ ટી સ્પૂન

હડદર-૧ હાફ ટી સ્પૂન
ધાણાજીરુ-૧ ટી સ્પૂન

ગરમ મસાલો-૧ ટી સ્પૂન

ચાટ મસાલો- હાફ ટી સ્પૂન

મીઠુ- સ્વાદ મુજબ
કસૂરી મેથી- ૧ ટી સ્પૂન

લીંબુનો રસ: ૧ ટી સ્પૂન

ફા્યમ્સ-૧૦ થી ૧૨ નંગ

વઘાર માટે:


તેલ:૨ ટેબલ સ્પૂન

જીરુ-૧ ટી સ્પૂન
તલ-૧ ટી સ્પૂન

મીઠો લીમડો-૪- ૫ પાન

હીંગ-હાફ ટી સ્પૂન

ગાનૅીશીંગ માટે:
કોથમીર

રીત:

૧૦ થી ૧૨ નાના બટાકાને છાલ ઉતારી ફોકથી નાના કાપા પાડી મીઠુ નાખી બાફી લો.બટાકા વધારે બફાઈ ના જાય એ ધ્યાન રાખજો.

સૂકા લાલ મરચાને પાણીમાં અડધો કલાક પલાડી રાખવાના છે.ત્યારબાદ તેની મિક્સરમાં પેસ્ટ બનાવાની છે.

બાફેલા બટાકાને ૨ ટી સ્પૂન તેલ કે બટરમાં ચાટ મસાલો એડ કરીને ૨મિનિટ સાંતડવાના છે.

કડાઇમાં તેલ ગરમ થાય એટલે જીરુ,તલ,મીઠો લીમડો અને હીંગ નાખી વઘાર કરો.

હવે તેમાં આદુ મરચા લસણની પેસ્ટ અને સૂકા લાલ મરચાની પેસ્ટ એડ કરી ૨ મિનિટ સાંતડો.

તેમાં બટાકા અને બીજા મસાલા એડ કરી એ રીતે મિકસ કરો કે બટાકા તૂટી ના જાય.

છેલ્લે લીંબુનો રસ અને કસૂરી મેથી એડ કરીને ૨ મિનિટ ઢાંકી દો જેથી સુંગધ અને ટેસ્ટ બંને સારા આવશે.

કોથમીરથી ગાનૅીશ કરીને ફા્યમ્સ જોડે સવૅ કરો.
ગાનૅીશીંગમાં ચીઝ એડ કરી શકો છો.

તો તૈયાર છે યમ્મી અને ટેસ્ટી લસણિયા બટાકા. આશા છે તમને બધાને પસંદ આવશે. કમેન્ટસમાં જરુ્ર જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી જેથી તમારી સાથે બીજી અવનવી રેસીપી શેર કરી  શકીએ

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Fakt Gujarati. If you are new here, welcome to Fakt Gujarati!

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

By continuing to use the site, you agree to the use of cookies. more information

The cookie settings on this website are set to "allow cookies" to give you the best browsing experience possible. If you continue to use this website without changing your cookie settings or you click "Accept" below then you are consenting to this.

Close