શાકની ગ્રેવી બનાવતા સમયે જો ટમેટા ન હોય તો બસ આ એક વસ્તુ વાપરો😋😋

ભોજનને શાનદાર બનાવવામાં નાના-નાની ટિપ્સ હમેશા કામ આવે છે. એવીજ કેટલીક ઉપયોગી ટીપ્સ અમે તમારા માટે લાવ્યા છે. શાકની ગ્રેવી બનાવતા સમયે જો ટમેટા ઉપલબ્ધ ન હોય તો , ચિંતા ન કરો. એક પાકેલું સફરજન લો. છાલ કાઢી લસણ , શેકેલી વરિયાળી અને એક

ઈલાયચીની સાથે વાટી લો. તેને  ગ્રેવીની રીતે જ ઉપયોગ કરો. ગ્રેવીનો રંગ નિખરી આવશે.

જો માખણ તમે ફ્રિજથી કાઢી તરત ઉપયોગ કરવું છે તો , ચાકૂને હળવું ગર્મ કર્યા પછી માખણ કાપો. એનાથી માખણ સાફ કટશે અને વધારે દિવસ સુધી ચાલશે.

વધેલા અથાણાના તેલ કે મસાલાને તમે ઘણી રીતે ઉપયોગ કરી શકો છો. તુવેરની દાળના તડકો લગાવતા સમયે એક ચમચીએ અથાણુંના તેલ નાખી દો.

દાળનું સ્વાદ બદલી જશે.
– અથાણાના મસાલામાં બાફેલું બટાટા મિક્સ કરી પરોઠા બનાવો. કરારું બનશે.

– ડુંગળીને કાપતા પહેલા જો દસ મિનિટ માટે ફ્રીજમાં મૂકી નાખો તો કાપતા સમયે આંસૂ નહી નિકળશે.

– જો તમે ગ્રેવીમાં ડુંગળી નહી નાખવી તો કોબીજને કાપી ડુંગળીની રીતે વાટી લો . તમને એમજ સ્વાદ મળશે.

આપણા ઘરમાં અવાર નવાર સત્યનારાયણ ની કથા યોજાવામાં આવે છે. નવું ઘર લીધું હોય , નવું વાહન લીધું હોય કે પછી નવો કોઈ સામાન લેધો હોય. દરેક અગત્યના પ્રસંગમાં આપને સત્યનારાયણ ભગવાન ની કથા રાખીએ છીએ. આવામાં ભગવાનના માટે સામાન્ય શીરા કરતા સત્યનારાયણ ભગવાનનો શીરો બહુજ ફાય્દેકારક હોય છે અને ભોગ ધરાવવા માટે જરૂરી થઈ જાય છે. તો ચાલો જોઈએ કેવી રીતે બનશે સત્યનારાયણ ભગવાનનો શીરો :

સામગ્રી :

– ૬૦૦ ગ્રાં રવો

– ૬૦૦ ગ્રાં ઘી

– ૩ લીટર દૂધ

– ૬૫૦ ગ્રાં ખાંડ

– થોડીક એલચી

*ચારોળી

– બદામની કાતરી

રીત :

– એક વાસણમાં ઘી મૂકી ગરમ થાય ત્યારે બાદ ધીમા તાપે રવો મિક્સ કરો

– રવો આછો બદામી રંગનો થાય ત્યારે તેમાં ગરમ દૂધ રેડવું. તાપ ધીમો રાખવો

– દૂધ બળી જાય પછી ખાંડ નાખવી અને ઘી છુટું પડે ત્યારે એલચી નો ભૂકો નાખી ઉતારી લો

– શીરા ઉપર ચારોળી અને બદામની કાતરી ભભરાવી

નોંધ : ગળ્યું વધારે ભાવે તો ખાંડ વધારે નાખવી

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Fakt Gujarati. If you are new here, welcome to Fakt Gujarati!

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!