આ ઘરે બનેલા બ્લીચ ચમકાવશે તમારી ત્વચાને😍😇

સ્ત્રીઓ માટે સૌથી પેહલા આવે છે સુંદરતા અને પછી આવે છે બીજી બધી વસ્તુઓ! સારી ચામડી થી લઈને ચોખ્ખા હાથ-પગ સુધી, પોતાને સુંદર દેખાડવા માટે તેઓ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. બધી સ્ત્રીઓ ની એક જ ઈચ્છા હોય છે કે પોતાની ચામડી પર એક પણ ડાઘો ના હોય અને એ પોતાના પતિ ની આંખો માં સૌથી સુંદર જોવાય. સ્ત્રીઓ ની ચામડી ને સુંદર દેખાડવા માટે માર્કેટ માં ઘણા પ્રોડક્ટ્સ છે પણ એ પ્રોડક્ટ આવે છે ઘણા આડઅસરો સાથે જેના ઉપયોગ થી થઈ શકે છે ઘણા બધા નુકસાનો.

આ જ કારણો ના લીધે અમે તમારા માટે લાવ્યા છે અમુક ઘરેલુ ઉપચારો જેના ઉપયોગ થી થઈ શકે છે તમને ઘણા ફાયદા ને જેનો અસર તમારે બઉ જલ્દી થી જોવાશે:

લીંબુ અને દહીં

લીંબુ અને દહીં થી બનેલું બ્લિચ તમારી ચામડી ને પ્રાકૃતિક રૂપ થી ઊજળું બનાવી દેશે. થોડીક માત્રા મા લીંબુ નો રસ અને થોડું દહીં ભેળવો. આ મિશ્રણ ને તમારી ચામડી પર લગાવો અને સુકાઈ જાય ત્યારે ધોઈ નાખો. તમારી ચામડી ને ઊજળું અને ચળકતું બનાવા માટે લીંબુ અને દહીં ના મિશ્રણ ને દિવસ માં એક વાર લગાવો.

દૂધ અને લીંબુ

લીંબુ લઈ ને એક વાડકી માં નીચવી દો અને આમાં લીંબુ ના રસ ના પ્રમાણ જેટલું દૂધ ભેળવો. આને બરાબર રીતે ભેળવો અને એક સ્પંજ લઈને આને મિશ્રણ માં ડુબાડી ને રાખો. આના પછી પલળેલા સ્પંજ ને લઈને શરીર પર બે મિનિટ માટે માલિશ કરો. ધોવું જરૂરી નથી.

ચંદન

ચંદન પાવડર માં થોડું પાણી, કાકડી નો રસ, લીંબુ નો રસ અને ટામેટાં નો રસ ભેળવો. આને તમારા શરીર પર ૨૦ મિનિટ સુધી લગાવી ને રેહવા દો અને પછી આને ધોઈ નાખો.

બદામ

બદામ ને આખી રાત પલાડી રાખો અને પછી બીજા દિવસે સવારે એને છોલી ને એમનો પેસ્ટ બનાવો. આ પેસ્ટ માં સરખા પ્રમાણ માં મધ ને ભેળવો એને આને તમારા ખભા અને મોઢા પર ૨૦ મિનિટ સુધી લગાવી ને રાખો ને પછી ધોઈ નાખો.

બટાકા

એક બટાકું લો, એને છોલી નાખો અને બટાકા ને સ્મેશ કરી લો. હવે સ્મેશ કરેલા બટાકા ને લો એને એને નીચવી ને એમનો રસ નીકાડો. આ રસ ને તમારા મોઢા પર માસ્ક ની જેમ લગાવી દો અથવા તમારા શરીર ના ટેન થયેલા ભાગો પર લગાવી ને ૨૦ મિનિટ સુધી રાખો. આને સાદા પાણી થી ધોઈ નાખો.

ઓટમીલ

ઓટમીલ, દહીં અને ટામેટાં ના રસ ને બરાબર રીતે ભેળવો એને આ પેસ્ટ ને પોતાની ચામડી પર લગાવો. ૧૫ મિનિટ પછી સાદા પાણી થી આને ધોઈ નાખો.

લીંબુ અને ગુલાબ જળ

લીંબુ નો રસ અને ગુલાબ જળ ને ૧:૧ માત્રા મા ભેળવો અને રૂ વડે આ મિશ્રણ ને તમારા ખભા અને મોઢા પર લગાવો. આને ૧૫ મિનિટ સુધી લગાવી ને રાખો અને પછી સાદા પાણી થી આને ધોઈ નાખો.

ALL IMAGE CRDITS : GOOGLE IMAGES

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Comment