ખાટા મીઠા સ્વાદવાળી દ્રાક્ષનું ખૂબ જ સ્વાદિષ્ટ અથાણું સરળ રીતે બનાવો.

શિયાળામાં જુદા જુદા ફળોથી ઘણા પ્રકારના અથાણા તૈયાર કરી શકાય છે. તો આજે અમે દ્રાક્ષના અથાણાની રેસિપી જણાવીશું.

Image Source

કેટલા લોકો માટે : ૩

સામગ્રી :

  •  દ્રાક્ષ – ૨ વાટકી
  •  આદુ,લીલું મરચું – ૨ ચમચી ( કાપેલુ )
  •  સફેદ સરકો – ૧/૪ વાટકી
  •  વરીયાળી – એક ચમચી
  •  મેથી – એક ચમચી
  •  તલનું તેલ – મોટી ચમચી
  •  મીઠું – સ્વાદ મુજબ
  •  લીલી મરચી – ૧૫ વચ્ચેથી કાપેલી

રીત :

  • દ્રાક્ષને ધોઈને કપડાથી લૂછી લો અને ટુકડામાં કાપી લો.
  • પછી એક વાસણમાં તલનું તેલ ગરમ કરો.
  • જ્યારે તેલ સારી રીતે ગરમ થઇ જાય, ત્યારે ધીમો તાપ કરીને તેમાં કાપેલુ આદુ – લીલું મરચું નાખીને ૨ મિનીટ સુધી શેકી લો.
  • ત્યારબાદ તેમાં સરકો નાખીને બે મિનિટ સુધી પકાવી લો.
  • ત્યારબાદ વરીયાળી,મેથી અને કલોંજી ને મિક્સરમા પીસીને અથાણાનો મસાલો બનાવી લો.
  • જ્યારે આદુ – લીલા મરચાનું મિશ્રણ ઠંડુ થઈ જાય, ત્યારે તેમાં દ્રાક્ષ, લીલું મરચું , મીઠું અને અથાણાના મસાલાને નાખીને સારી રીતે મિક્સ કરી લો અને કોઈ હવાચુસ્ત બરણીમાં રાખી દો.
  • તમે આ અથાણાંને બે દિવસ પછી પીરસી શકો છો.
  • એક અઠવાડિયા પછી તમે તેને ફ્રિજમાં રાખી દો અને ઘણા અઠવાડિયા સુધી તેનો આનંદ માણો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *