દુનિયાની સૌથી લાંબી ટ્રેન યાત્રા : સાડા ત્રણ વર્ષ બાદ ટ્રેન આંધ્રપ્રદેશ થી પહુંચી ઉત્તરપ્રદેશ😲😲

ભારતીય રેલવેના વખાણ કરીએ એટલા ઓછા છે. એટલી અદભુત વાત સામે આવી છે કે એની જયજયકાર કર્યા સિવાય કશું કહી ના શકાય. કેટલાક દિવસ અગાઉ જાપાન રેલવેની વાત સાંભળી હતી કે ટ્રેન એક મિનીટ મોડી થઇ અને તમામ રેલવે અધિકારીઓએ સામુહિક માફીનામું લખી આપ્યું હતું. એટલે કે સમયનું એટલું મહત્વ કે આપણે ભારતીયો તેના પર શરમાઈ જઈએ.

પરંતુ અહિયાં ભારતમાં એક માલગાડી ૨૦૧૪ માં પોતાના મુકામ તરફ નીકળી અને ૨૦૧૮ માં પહોંચી. ૩.૫ વર્ષ લાગી ગયા તેને કોઈની ડિલીવરી પહોંચાડવામાં. હવે રેલવે તેના પર માફીનામું આપે પણ કેવી રીતે. હકીકતમાં થયું કંઈક એવું છે કે, આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમથી ઉત્તરપ્રદેશ તરફ જનારી માલગાડીમાં પોટાશ લિમિટેડ નામની કંપનીએ યુપીના બસ્તી જિલ્લા માટે કોઈ ઓર્ડર પર ખાતર મોકલ્યું.

૧૪૦૦ કિલોમીટરનું અંતર નક્કી કરીને તેને બસ્તી સુધી પહોંચવાનું હતું. તે ખાતરની કિંમત ૧૦ લાખ રૂપિયા હતી. તો નવેમ્બર ૨૦૧૪ માં જયારે આ ડીલીવરી બસ્તી સુધી ના પહોંચી તો તેના માલિકે ઇન્ડીયન રેલવેનો સંપર્ક કર્યો.

પરંતુ રેલવે આ પાર્સલને ટ્રેક ના કરી શક્યું. ખાતરવાળા આ ડબ્બા સ્ટેશનથી સ્ટેશન ભટકતા રહ્યા. હવે ૩.૫ વર્ષ પછી આ ટ્રેન ખાતર સાથે બસ્તીના સ્ટેશન પર પહોંચી ગઈ છે જેમાં ભરેલું ખાતર ખરાબ પણ થઇ ચુક્યું છે અને તેના માલિક રામચંદ્ર ગુપ્તાએ તે લેવાની પણ ના પાડી દીધી છે.

તેમનું કહેવું છે કે ૩.૫ વર્ષમાં રેલવેને ઘણીવાર રીમાઇનડર મોકલ્યા પણ તેમની પાસે તેનો કોઈ જવાબ જ નહોતો. હવે આ ખાતર ખરાબ થઇ ચુક્યું છે અને રેલવે તેની ભરપાઈ કરી શકશે.

તો ઉત્તર -પૂર્વ રેલવેના ચિફ પબ્લિક રિલેશન ઓફિસર સંજય યાદવ કહે છે કે, ‘ આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈ ડબ્બામાં ક્યારેય કોઈ તકલીફ આવી જાય છે તો તે ટ્રેનને હટાવી દેવામાં આવે છે. આ ડબ્બાની સાથે પણ તેવું જ થયું હતું જેના કારણે આટલું મોડું થયું છે.’

જે પણ થયું તે ભારતીય રેલવેની બેદરકારી અને સરકારી ઉદાસીનતાનું સૌથી મોટું ઉદાહરણ છે, વાતો ભલે વિકાસની અને ગતિશીલતાની થાય પણ પરિસ્થિતિ તો ભાડા વધવા છતાંપણ બગડતી જ જાય છે.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Comment