સવારે વાસી મોઢે પાણી પીવાથી શરીરને થાય છે અનેકગણા ફાયદાઓ

પાણી વગર માનવ શરીરની કલ્પના કરી શકાતી નથી. તમને જણાવી દઈએ કે આપણા શરીરનો 50 થી 60 ટકા ભાગ પાણીનો બનેલો છે. એવામાં તમે અંદાજો લગાવી શકો છો કે પાણી શરીર માટે કેટલું જરૂરી છે. પાણી આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

image source

સવારે વાસી મોઢે પાણી પીવાથી આપણા શરીરમાં રહેલી લાળ પેટમાં જાય છે. આ લાળ ખુબ જ ફાયદાકારક હોય છે. મોઢાની અંદર રહેલી આ લાળગ્રંથી એક એવો તરલ પદાર્થ છે જે એન્ટીસેપ્ટિક જેવું કામ કરે છે. રોગપ્રતિકારક શક્તિ વધારે છે, રોગો સામે લડે છે અને આપણને સ્વસ્થ રાખે છે.

સવારે ખાલી પેટ પાણી પીવાના ફાયદા

image source

જો તમે સવારે ઊઠીને પાણી પીવો છો તો તમને પેટ સંબંધિત ઘણી સમસ્યાઓનું સમાધાન મળી જશે. તેના લીધે પેટ પૂર્ણ રીતે સાફ થઈ જાય છે અને કબજિયાતની સમસ્યા રહેતી નથી.

જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તમારું મગજ શાંત રહે છે તેવા સમયમાં જો તમે પાણી પીવો છો તો પાણી તમારા મગજને ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે જેના લીધે મગજ તંદુરસ્ત રહે છે.

સવારે ખાલી પેટ પાણી પીવાથી શરીરની સારી રીતે સફાઈ થઈ જાય છે. મતલબ કે એ શરીરમાં રહેલ હાનિકારક અને ઝેરી તત્વો મળ દ્વારા શરીરની બહાર નીકળી જાય છે, જેના લીધે શરીર અમુક હદ સુધી વિષાણુથી બચી જાય છે.

image source

જો તમે વધતા વજનથી પરેશાન છો તો સવારે વહેલા પાણી પીવાની આદત અપનાવી જોઇએ. કારણકે સવારના પાણીથી મેટાબોલીઝમ વધે છે જેના લીધે તમારું વજન ઓછું થાય છે. જો પેટમાં ચરબી છે તો તે પણ ઓછી થવા લાગે છે.

સવારના પાણીથી શરીર નું તાપમાન નિયંત્રિત રહે છે, તેવામાં નાની-મોટી બીમારીઓથી લડવામાં ખૂબ જ મદદ મળે છે.

જ્યારે તમે સવારે નરણાં કોઠે પાણી પીવો છો તો તેના લીધે ત્વચા પર તાજગી બનેલી રહે છે. કારણકે પરસેવાને લીધે હાનિકારક તત્વો ત્વચાની બહાર નીકળી જાય છે જેથી ત્વચા સાફ થઇ જાય છે.

image source

લોહીને સાફ કરવામાં પણ પાણીનો ખૂબ જ યોગદાન છે. જ્યારે લોહી શુદ્ધ હોય છે તો તે નવી કોશિકાઓ અને માસપેશીઓને નિર્માણ કરવામાં મદદ કરે છે.

પાણી શરીરના લગભગ બધા જ અંગોને સ્વસ્થ્ય બનાવી રાખવા માટે ખૂબ જ મદદ કરે છે, જેના લીધે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને ઘણી બીમારીઓ શરીરથી દૂર રહે છે.

શરીરના બધા અંગો ને પોતાનું કાર્ય કરવા માટે પાણીની જરૂર રહે છે. જ્યારે તમે સમય સમય પર પાણી પીવો છો તો શરીરના બધા જ અંગો પોતાનું કામ ખુબ જ સારી રીતે કરી શકે છે. એવામાં શરીર દિવસભર સ્ફૂર્તિ ભરેલું રહે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment