તાંબા ના વાસણ માં પાણી પીવાથી જલ્દી થી સારું થાય છે પાચન અને જલ્દી થી ભરાય છે ઘાવ..

Image source

ઘર ના મોટા લોકો કહેતા કે સવારે ઉઠી ને તાંબા ના વાસણ માં રાખેલ પાણી પીવુ જોઈએ. શું તમે ક્યારે પણ વિચાર્યું છે કે તાંબા ના વાસણ માં પાણી પીવાથી શું ફાયદા થાય છે. કેમ તાંબા ના વાસણ માં પાણી પીવાની સલાહ આપવામાં આવે છે?કેટલાક લોકો ની સલાહ હોય છે કે રાત ના તાંબા ના વાસણ માં પાણી ભરી ને રાખવું જોઈએ. અને સવારે ઉઠી ને તેને પી લેવું જોઈએ. તાંબા ના વાસણ માં પાણી પીવાથી તેના ઘણા સ્વાસ્થ્ય લાભ હોય છે. એવું માનવા માં આવે છે તાંબા ના વાસણ માં પાણી પીવાથી ઇંમ્યુંન સિસ્ટમ સારી રહે છે.

આયુર્વેદ માં એવી માન્યતા છે કે તાંબા ના વાસણ નું પાણી ત્રણ દોષ વાત્ત, પિત્ત, અને કફ ને દૂર કરે છે. સાથે તાંબા ના વાસણ માં પાણી પીવાથી સાંધા ના દુખાવા માં પણ રાહત મળે છે. કહેવાય છે કે તાંબા ના વાસણ માં પાણી કમ સે કમ 6 થી 8 કલાક સુધી  રાખવું જોઈએ.

ચાલો આજે તમને તાંબા ના વાસણ માં પાણી પીવાના ફાયદા વિશે જણાવીશું.

ડાયજેશન સિસ્ટમ રહે છે સારી.

Image source

તાંબું પેટ, લીવર અને કિડની બધા ને જ ડિટોક્સ કરે છે. તેમાં એવા ગુણ હોય છે કે જે પેટ ને નુકશાન પહોંચડનાર બેક્ટેરિયા ને મારી નાંખશે. જેનાથી પેટ માં અલ્સર અને ઇન્ફેકશન થવાની આશંકા ઓછી થઈ જાય છે. સાથે જ તાંબું પેટ સંબંધી બીમારી જેમ કે એસિડિટિ અને ગેસ થી પણ બચાવે છે.

સાંધા ના દર્દ માં થશે રાહત

Image source

તાંબા આવેલ એંટિ-ફલેમેટ્રી પ્રોપર્ટી દર્દ માં રાહત આપે છે. ખાસ કરી ને સાંધા માંટે,એટલા માટે જ આ પાણી ને સાંધા ની તકલીફ વાળા લોકો એ જરૂર થી પીવું. તેની સાથે જ તાંબું એ હાડકાં અને ઇંમ્યુંન સિસ્ટમ ને મજબૂત રાખવામાં મદદ કરે છે.

લાંબા સમય સુધી રાખે છે જવાન

Image source

તાંબા માં રહેલ એંટિ ઓક્સિડેંટ ચહેરા ની ફાઇન લાઇન અને કરચલીઓ ને ખતમ કરે છે. તે ફાઇન લાઇન વધારનાર ફ્રી રેડિકલ ને રોકવામાં મદદ કરે છે. જેનાથી સ્કીન પર એક લેયર બને છે. જેના કારણે તમે લાંબા સમય સુધી જવા રહી શકશો.

વજન ઓછું કરે છે.

Image source

જો તમારે વજન ઓછું કરવું હોય તો તાંબા ના વાસણ માં પાણી ભરીને પીવું. તે તમારા ડાયજેસ્ટ સિસ્ટમ ને સારું કરી ને ખરાબ ફેટ ને શરીર ની બહાર કાઢે છે. તે ફક્ત સારું ફેટ જ શરીર માં રાખે છે.પેટ ની ચરબી ને ઓછી કરવા માંટે તાંબા ના વાસણ માં રહેલ પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે.

જખ્મ ને કરે છે જલ્દી થી સારું

Image source

તાંબા માં રહેલ એંટિ-ઓક્સિડેંટ, એંટિ બેક્ટેરિયલ, અને એંટિ- ફ્લેમેટ્રી પ્રોપર્ટી કોઈ પણ પ્રકાર ના જખ્મ કે ઘાવ ને ભરવામાં મદદ કરે છે. તે ઇંમ્યુંન સિસ્ટમ ને મજબૂત કરી ને નવા સેલ્સ બનાવા માં સહાય કરે છે. જેના લીધે જખ્મ જલ્દી જ ભરાય છે. બહાર ના જખ્મ કરતાં અંદર ના જખ્મ જલ્દી જ ભરાય છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author :FaktGujarati Team

 

Leave a Comment