મોટાભાગ ના લોકો દિવસ ની શરૂઆત ચા કે કોફી થી કરે છે. પણ જ્યારે પાણી ની વાત આવે છે તો આપણે ઠંડુ પાણી પીએ છીએ. આયુર્વેદિક વિશેષજ્ઞ ની વાત માનીએ તો આમ કરવાથી આપણે શરીર ને નુકશાન પહોંચાડીએ છીએ.
તેમ જ સવારે ગરમ પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે. આપણાં શરીર નો 70 % ભાગ પાણી થી બનેલો છે. તે સ્વાસ્થ્ય ની સાથે સાથે ત્વચા નું પણ ધ્યાન રાખે છે.
વજન ઘટાડવામાં મદદ કરે છે.
ગરમ પાણી થી વજન ઓછું થાય છે. ગરમ પાણી પીવાથી શરીર ના તાપમાન માં વૃદ્ધિ થાય છે. જેનાથી મેટાબોલીસમ સક્રિય થાય છે. ગરમ પાણી આતરડા માંથી મળ કાઢી ને શરીર ને સાફ કરે છે. અને આ પ્રક્રિયા શરીર ને પણ સાફ રાખે છે.
શરીર ને ડીટોક્સીફાઈ કરે છે.
ઘણા લોકો નથી જાણતા કે ગરમ પાણી પીવાથી શરીર માં પસીના થી કે મૂત્ર વાટે જેરિલા પદાર્થ દૂર થાય છે. વધુ સારા પરિણામ માંટે ગરમ પાણી માં લીંબુ અને મધ નાખો.
પાચન માં સહાયક
ગરમ પાણી પીવું એ ભોજન માં ખાવા માં આવેલ પદાર્થ ને પચાવા માં મદદ કરે છે. જેનાથી બ્રેકડાઉન પ્રક્રિયા માં વધારો થાય છે. તે શરીર માં ઇલેક્ટ્રોલાઇટ અને ખનીજ સંતુલન જાળવી રાખે છે. આ ઉપરાંત, ખાલી પેટે ગરમ પાણી પીવાથી મળ ત્યાગ અને કબજિયાત માં પણ છુટકારો મળે છે.
સમય થી પહેલા વૃદ્ધ થતાં રોકે છે
જેરિલા પદાર્થ ને દૂર કરવા ની સાથે ગરમ પાણી થી ત્વચા નું લચીલુંપણ પણ વધે છે. અને તેની રીપેર ની ક્ષમતા પણ વધે છે. એટલે સમય પહેલા વૃદ્ધ થવાના લક્ષણ જેમ કે કરચલીઓ,શુષ્ક ત્વચા વગેરે માંથી છુટકારો મળે છે.
શરદી અને ખાંસી માં રાહત મળે છે.
ગરમ પાણી પીવાથી શરદી, ખાંસી, અને કફ માં રાહત મળે છે અને ગળા માં થયેલ ખરાશ ને પણ દૂર કરી શકાય છે. તે કફ ને સાફ કરી ને ખાંસી માંથી છુટકારો આપે છે.
પ્રતિ રક્ષા ને મજબૂત કરે છે.
ખાલી પેટ પાણી પીવાથી સંક્રમણ સામે લડવાની શક્તિ મળે છે. અને પ્રતિ રક્ષા પ્રણાલી વધે છે. પાણી સામાન્ય રીતે અપશિષ્ટ ઉત્પાદનો અને બેક્ટેરિયા ને સમાપ્ત કરે છે. જે સંક્રમણ કે બીમારી નું કારણ થઈ શકે છે.
રક્ત સંચાર વધે છે.
જ્યારે તમે એક ગ્લાસ ગરમ પાણી પીવો છો તો શરીર માં થયેલ વસા અને જેરિલા પદાર્થ દૂર થાય છે. તે તમારા શરીર માં રક્ત સંચાર માં સુધારો કરે છે. અને રક્ત માં રહેલ જેરિલા પદાર્થ ને દૂર કરી ને રકત ને શુદ્ધ કરે છે.
ત્વચા ના સંક્રમણ થી બચાવે છે.
ત્વચા ની કોશિકાઓ ને ફરી થી જીવંત કર્યા સિવાય, તે ત્વચા ને ડિટોક્સ કરે છે. જેનાથી તમારી ત્વચા સંબંધિત બીમારીઓ દૂર થશે. રોજ ઓછા માં ઓછા 8 ગ્લાસ પાણી પીવાથી ખીલ માં પણ રાહત મળે છે.
ગરમ પાણી તમારા છિદ્રો ને બંધ કરવામાં મદદ કરે છે. અને ત્વચા ની અંદર રહેલા જેરિલા પદાર્થ ને દૂર કરે છે. તેનાથી વધારે તે શુષ્ક ત્વચા માંટે પ્રાકૃતિક રૂપ થી મોઈશ્ચરાઈજર નું કામ કરે છે.
ઉર્જા વધારે છે.
સવારે ગરમ પાણી પીવાથી તમારી ઉર્જા નો સ્તર વધી જશે. અને તમે ઊર્જાવાન મહેસુસ કરશો. કારણકે સવારે તમારું શરીર નિર્લજીત હશે તો તમને થકાવો લાગ્યા જ કરશે.
તમારા આંતરિક અંગ ને સ્વસ્થ રાખે છે.
સવારે ખાલી પેટ ગરમ પાણી પીવાથી શરીર ના આંતરિક અંગ સાફ થાય છે. જે તમારી લસીકા પ્રણાલી ને સ્વસ્થ રાખે છે. કારણકે તે તમારા શરીર ના તરલ પદાર્થ ને સંતુલિત કરે છે.
બીમારીઓ ને રાખે દૂર
સવારે જલ્દી ઉઠી ને ગરમ પાણી પીવાથી શરીર માં થી ઘણા પ્રકાર ની બીમારીઓ દૂર થાય છે. જેમ કે કેન્સર,ટીબી નેત્ર,મૂત્ર,ગુરદા ની બીમારી, ગળા ના રોગ, ઊલટી, માથું દુખવું વગેરે રોગ માં રાહત મળે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team