કોરોનાથી બચવા માટે ઉકાળો પીતા પહેલા કેટલી માત્ર માં પીવો જોઈએ તેનું ધ્યાન રાખો,અન્યથા તમારા શરીરને નુકસાન થઈ શકે છે

કોરોનાની બીક ને કારણે જોવા જઈએ તો કાઢો લગભગ દરેક ઘરમાં બનતો જોવા મળે છે.અને આયુર્વેદિક વસ્તુ મેળવીને બનતો આ કાઢો પોતાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ વધુ માત્રામાં પીવાથી આપણા શરીરને નુકસાન પણ થઈ શકે છે.

ખાસ વાતો

  • વધારે કાઢો પીવાના લીધે નાકમાંથી લોહી નીકળી શકે છે.
  • મોઢામાં છાલા, છાતીમાં બળતરા, એસિડિટી જેવી તકલીફો પણ થઇ શકે છે.
  • દરરોજ કેટલો કાઢો પીવો જોઇએ તેની માત્રા જાણવી ખૂબ જ જરૂરી છે

Image Source

છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી આખી દુનિયા કોરોનાવાયરસ ના કહેરથી ખૂબ જ પરેશાન છે. જ્યારથી કોરોનાવાયરસ ની મહામારી આવી છે, ત્યારથી આયુષ મંત્રાલય ની સાથે ઘણા હેલ્થ એક્સપર્ટ પણ આપણી ઇમ્યુનિટી અને બીમારી ની સામે લડવાની તાકાત ને મજબૂત બનાવવા માટે આયુર્વેદિક કાઢો પીવાની સલાહ આપે છે. એવામાં કોરોના સંક્રમણથી દૂર રહેવા માટે ઘણા લોકો કાઢા ને પોતાના દરરોજ ના ડાયટ નો હિસ્સો બનાવી ચૂક્યા છે. અને દિવસભર તેનું ઘણી વાર સેવન કરે છે.

વધારે કાઢો પીવાથી થઈ શકે છે શરીરને નુકસાન

Image Source

પરંતુ તમે જાણો છો કે કોઈ પણ વસ્તુની અતિ એ ખરાબ બાબત છે. પછી તે આપણી ઇમ્યુનિટી વધારવા માટે નો કાઢો પણ કેમ ન હોય. આયુર્વેદિક એક્સપોર્ટ પણ એ સલાહ આપે છે કે વધુ માત્રામાં કાઢવા નો ઉપયોગ કરવાથી આપણા શરીરમાં ઘણા પ્રકારના નુકસાન થઈ શકે છે.

  • કાઢા ની તાસીર ગરમ હોય છે તેથી તેને વધુ પીવાથી આપણા પેટ અને મોઢામાં છાલા ની સમસ્યા થઈ શકે છે.
  • તજ, ગિલોય,કાળા મરી જેવી વસ્તુઓને વધુ માત્રામાં લેવાથી પેટમાં દુખાવો છાતીમાં બળતરા અથવા તો એસિડિટી જેવી તકલીફ પણ થઇ શકે છે.
  • વધુ કાઢો પીવાથી આપણા લીવરને પણ નુકશાન થઇ શકે છે. ત્યાં જ ગિલોયનો વધુ ઉપયોગ આપણું શુગર લેવલ ઓછું કરી દે છે.
  • વધુ માત્રામાં કાઢો પીવાથી નાકમાંથી લોહી પણ નીકળી શકે છે. અને ખાટા ઓડકાર આવવાથી યુરિનમાં પણ તકલીફ થઈ શકે છે
  • એવા લોકો જે પહેલેથી જ કોઈ બીમારી અથવા તો લોહીને પાતળું કરવાની દવા ખાય છે જો તે વધુ કાઢો પીવે છે તો શરીરની અંદર ઇન્ટર્નલ બિલ્ડીંગનો ભય પણ વધી શકે છે. જે ઘણી વખત જાનલેવા હોય છે.

કાઢો પીવાની સાચી માત્રા જાણવી ખૂબ જરૂરી છે.

Image Source

દરરોજ માત્ર એક કે બે વખત જ કાઢો પીવો જોઇએ. સવારે ખાલી પેટ ક્યારેય પણ કાઢો ન પીવો જોઇએ. કાઢો બનાવવા માટે તમે જે વસ્તુ નો ઉપયોગ કરો છો તેની માત્રામાં સંતુલન હોવું ખૂબ જરૂરી છે. કઈ વસ્તુ ને કેટલી માત્રામાં લેવું છે તે જાણ્યા વગર તમે પોતાના મનથી કાઢો ન બનાવશો અને ન પીશો. કાઢો કેટલો પાતળો અને કેટલો જાડો હોવો જોઈએ તેની પણ જાણકારી હોવી ખૂબ જરૂરી છે. કાળા મરી,અશ્વગંધા અને સૂંઠ જેવી વસ્તુઓનો ઉપયોગ કરતી વખતે પણ સાવધાની રાખવી જોઈએ.

નોંધ:-

કોઈપણ ઉપાય કરતા પહેલા હંમેશા વિશેષજ્ઞ અથવા તો ચિકિત્સકની સલાહ લેવી. “ફક્ત ગુજરાતી” આ જાણકારી માટે કોઈપણ જવાબદારી લેતા નથી.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *