શિયાળા માં ખાલી પેટ પીવો તુલસી વાળુ પાણી, ઇમમુનીટી વધશે અને સાથે જ ફેફસા પણ થશે મજબૂત..

તુલસી ના પાનમાં એંટિ-બેક્ટેરિયલ, એંટિ વાયરલ,અને એંટિ ફલેમેટ્રી તત્વ હોય છે. સાથે જ તુલસી એક દર્દ નિવારક ની જેમ પણ વપરાય છે. એક્સપર્ટ ના અનુસાર ખાલી પેટ તુલસી નું પાણી પીવાથી સ્વાસ્થ્ય ને ઘણા પ્રકાર ના ફાયદા થાય છે. 

ચાલો જાણીએ કેમ પીવું જોઈએ ખાલી પેટ તુલસી નું પાણી અને શું છે તેના ફાયદા.. 

તુલસી નો છોડ ભારતીય ઘર માં ન તો ફક્ત પૂજનીય છે પણ તેને આયર્વેદીક ઔષધીય છોડ ની જેમ સમ્માન અને પ્રેમ પણ મળે છે. વિભિન્ન રિસર્ચ અને સ્ટડિ માંથી એવું જાણવા મળ્યું છે કે તુલસી ઘણી વાયરલ બીમારીઑ અને હેલ્થ પ્રોબ્લેમ માં કારગર છે. તુલસી ના પાનમાં  એંટિ-બેક્ટેરિયલ, એંટિ વાયરલ,અને એંટિ ફલેમેટ્રી તત્વ હોય છે. સાથે જ તુલસી એક દર્દ નિવારક ની જેમ પણ વપરાય છે.

સવારે ખાલી પેટ તુલસી નું પાણી પીવાના ફાયદા. 

બોડી ડિટોક્સ નો નેચલર ઉપાય 

ભોજન ની સાથે ઘણા નુકશાન કર્ક તત્વો પણ પહોંચી જાય છે. આ જેરિલા તત્વો  શરીર ના અંદર ના ભાગો જેમ કે કિડની, આતરડા અને લોહી માં જામવાં લાગે છે. સવારે ખાલી પેટે તુલસી નું પાણી પીવાથી શરીર માં રહેલા જેરિલા તત્વો શરીર ની બહાર ફેકાય છે. તુલસી માં રહેલા એંટિ-ઓક્સિડેંટ ડાયજેસ્ટિવ સિસ્ટમ અને કિડની ને હેલ્થી રાખે છે. તેમની કાર્ય ક્ષમતા વધારે છે. અને શરીર ને ઇન્ફેકશન થી બચાવે છે. 

ફેફસા ને રાખે છે સ્વસ્થ 

સ્વાસ થી જોડાયેલ સમસ્યા અને ફેફસા ની સમસ્યા ને કરે છે દૂર તુલસી. આયુર્વેદિક ઔષધીય ગુણો થી ભરપૂર તુલસી ના અર્ક વાળુ પાણી પીવાથી કફ પણ છૂટો પડે છે. તે જ રીતે શરદી, ખાંસી, ગળા માં ખીચ ખીચ અને દુખાવા ને પણ ઓછું કરે છે. તુલસી નું પાણી પીવાથી સ્વાસ ને લગતી બીમારી અને અસ્થમા જેવી બીમારી થી રાત મળે છે. ખરેખર તો તુલસી માં એલર્જી રોકવા વાળા તત્વો હોય છે. જે શિયાળા માં થનારી એલર્જી થી રક્ષણ મળે છે. 

તણાવ થાય છે ઓછો 

સ્ટ્રેસ લોકો ની લાઇફ નો એક હિસ્સો બની ગયો છે.ઓફિસ નું કામ,પૈસા ની તંગી,ઘર ની જવાબદારી, સિવાય રોજ બરોજ ના ઘણા કારણો ને કારણે તણાવ ઊભો થાય છે. આવા માં તુલસી નું પાણી પીવાથી આરામ મળી શકે છે. કેટલાક રિસર્ચ એવો દાવો કરે છે કે તુલસી ના પાનમાં તણાવ અને ચિંતા ને ઓછું કરે તેવા તત્વો હોય છે. 

બ્રેન ફંક્શન 

તુલસી નું પાણી પીવાથી માનસિક રીતે શાંતિ તો મળે છે. પણ સાથે જ તે બ્રેન ફંક્શન પણ વધારે છે. ખાલી પેટ તુલસી નું પાણી પીવું. અથવા તો કેટલાક તુલસી ના પાન પણ ચાવવા. તેનાથી તમારા મસ્તિષ્ક ની ક્ષમતા પણ વધે છે. આજ રીતે રોજ સવારે તુલસી નું પાણી પીવાથી બ્લડ પ્રેશર અને હાઇ બ્લડ શુગર લેવલ ને પણ નિયંત્રિત કરે છે. જેનાથી તમે સ્વસ્થ અને ચિંતામુક્ત રહી શકશો. 

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team 

Leave a Comment