કિસ્મત બદલી જવાનો સંકેત આપે છે રાતની ઊંઘમાં આવેલા આવા સપનાઓ – વધુ વિગત જાણી લો..

સપનામાં દેખાતી તમામ વસ્તુના કૈંક સંકેત હોય છે. એ શુભ અથવા અશુભ હોઈ શકે પરંતુ કઈ વસ્તુ દેખાય છે તેના પર આધાર રાખે છે. સપનામાં દેખાતા આવા સંકેત વિશે પહેલા જાણીને માહિતગાર થઇ જઈએ.

  • સપનામાં આંબળા ખાતા હોય એવુંદેખાઈ તો મનોકામના પૂર્ણ થવાની શક્યતા છે અને માત્ર આંબળા દેખાય તો ઈચ્છા અધુરી પણ રહી શકે છે.
  • આદુ ખાતા હોય એવું દેખાવવું તો સમજવું કે પહેલા પરેશાનીનો સામનો કરવો પડશે પછી રાહત મળશે.
  • આઈસ્ક્રીમ ખાતા દેખાવવું તો તમારી જિંદગી સુખ-શાંતિથી ભરેલ હશે.
  • જો તમને સપનામાં અખરોટ દેખાય તો ખુશીઓ આવશે એવો સંકેત છે. સપનામાં અખરોટનું દેખાવવું એ ધનની સમૃદ્ધિ બતાવે છે.
  • સપનામાં અજમો ખાતા દેખાય તો તબિયત સારી રહેવાના સંકેત છે.
  • આમલી ખાતા દેખાવવું એ મહિલા માટે શુભ મનાય છે. પણ પુરૂષ માટે અશુભ મનાય છે.

હિંદુ જ્યોતિષ શાસ્ત્ર તેમજ એમ સામાન્ય ધારણા મુજબ રાતની ઊંધ દરમિયાન આવતા સપનાનું કંઈકને કંઈક મહત્વ હોય છે. ઉપરાંત સપનામાં શું દેખાય છે એ પણ એક વિશેષ આધાર રાખે છે. એમ, સપનામાં દેખાતી વસ્તુએ શુભ-અશુભ સંકેત હોઈ શકે છે, જે માનવ જીવન સાથે જોડાયેલ છે.

અમુક સંકેતથી તમને જાણ થઇ જશે કે જાણે કિસ્મત બદલવાની હોય અને અમુકવાર એટલી ભયંકર સ્થિતિનું સપનું આવે છે કે, ઊંઘમાંથી જગ્યા પછી પણ તે સપનું આખો દિવસ વિચારમાં ભમતું રહે છે. સપનાની વિગત તમને ઉપર જણાવી એ મુજબ તમને થોડો અંદાજ આવશે કે સપના આવવાની સ્થિતિ અને વસ્તુ શું વર્ણન કરે છે.

સપનામાં દેખાતી વસ્તુ અમુક એવી પણ હોય છે જે માત્ર મનમાં ભય પેદા કરે છે. એ વસ્તુ કે વાત ડરને કારણે સવારે ઉઠીએ ત્યારે ભૂલાઈ જાય છે અથવા યાદ રહે તો પણ આખો દિવસની શાંતિ છીનવી લે છે. કારણ કે, કોઇપણ માણસ જયારે મનથી ડરેલ હોય અને ચિંતિત પરિસ્થિતિમાં હોય ત્યારે એકદમ ઊંડા વિચારોમાં ખોવાય જાય છે. એટલે ચિંતા તેને વધુને વધુ સતાવતી રહે છે. આ લોજીક પણ માનવ શરીર પર અસર કરે છે અને સપના આવવાના સાથે આપણે તેને કનેક્ટ કરી દઈએ છીએ.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel


Leave a Comment