200 ડાન્સરો સાથે તૈયાર થયેલું દેવા દેવા સોંગ – સંસ્કારી નગરી વડોદરામાં શ્રીજી મહોત્સવ નિમિત્તે DRC પ્રોડકશને બનાવ્યું મ્યુઝિકલ આલ્બમ

જયારે સમગ્ર દેશમાં ગણેશઉત્સવની તાડામાર તૈયારીઓ ચાલી રહી છે એજ સમયમાં આપણી સંસ્કારી નગરી વડોદરામાં વિવિધ ક્ષેત્રમાંથી આવેલા નિષ્ણાંતોએ એક સાથે મળીને શ્રીજી મહોત્સવ નિમિત્તે ‘દેવા દેવા’ શિર્ષક સાથે પાંચ મિનિટનું આલ્બમ સોન્ગ બનાવ્યું છે.

વડોદરા જિલ્લાના નવા કલાકરોને તક આપવાની ઈચ્છા ધરાવતા આ સોંગના પ્રોડ્યૂસર ધરમભાઈ ચૌહાણે સાહસ કર્યું અને અને આ તેમનો પ્રથમ પ્રોજેક્ટ છે જે ગણપતિબાપ્પા ઉપર છે તે તેમને સર્વપ્રથમ હાથ પર લીધો હતો.

આ સોંગમાં મુખ્ય કલાકારમાં ક્રિશ ચૌહાણ, સ્નેહા ચૌહાણ, અને ફૈઝલ ખાને મુખ્ય ભૂમિકા ભજવી હતી.આ ત્રણેય કલાકારો ખુબજ નામચીન કલાકારો છે. તેમાં ક્રિશ ચૌહાને પુણ્ય શ્લોક અહિલ્યાબાઈ અને બીજી ઘણી બધી ટીવી સિરિયલ માં કામ કર્યું છે.અને ગુજરાતી મુવી બેક બેન્ચર માં પણ કામ કર્યું છે. ત્યારબાદ સ્નેહા ચૌહાણે પણ હિન્દીમાં સસુરાલ સિમરકા અને ગુજરાતી ટીવી સિરિયલ લક્ષ્મી સદૈવ મંગલમમાં કામ કરેલ છે. તથા ફૈઝલ ખાન જેમને મહારાણા પ્રતાપ જેવી ઘણી ટીવી સિરિયલમાં કામ કરેલ છે અને ડાન્સ ઇન્ડિયા ડાન્સ અને ડીઆઈડી લિટલ માસ્ટર માં વિનર રહી ચુક્યા છે. 

આ આલ્બમના ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર શ્રીકાંત આહીરે છે અને આ સોંગનું સંગીત નિખિલ,પ્રણવ અને શૈલેષના ટ્રાયોએ આપ્યું છે. અને પાર્થ ગોહિલે આ સોંગના લીરીક્સ લખ્યા છે.અને આ સોંગ ના મેકિંગમાં શ્રેય પટેલ અને પારુલ યુનિવર્સિટીનું યોગદાન રહ્યું છે.

આ સોંગનું શૂટિંગ માં પાર્ટી પ્લોટ માં કરવામાં આવ્યું હતું અને આ સોંગ માત્ર 3 દિવસ ની પ્રેક્ટિસ માં પૂર્ણ કરવામાં આવ્યું હતું.અને તેમાં 200 લોકોના સાથ સહકારથી માત્ર એક દિવસ માં આ સોંગનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું.જેમાં 321 ટ્રેક નો શામાવેશ કરવામાં આવ્યો છે.ત્યાં જે મ્યુઝિક વાગે છે તે દરેક મ્યુઝિક લાઇવ વગાડવામાં આવ્યા છે.અને જે ગણપતિ નો સ્ટેજ બનાવ્યો છે તે બનાવતા લગભગ એક અઠવાડિયા જેટલો સમય લાગ્યો હતો જે આર્ટ ડાઇરેક્ટર હિરેન ચૌહાણ દ્વારા બનાવવામાં આવ્યો છે.અને ખાસ વાત એ છે કે ઘણા વર્ષો પછી મેઈલ અને ફિમેઇલ બંન્નેના લિરીક્સ આ સોંગમાં જોવા મળ્યા છે.

આ સોંગને 4 તારીખે DRC પ્રોડક્શનની યુટ્યૂબ ચેનલ પર લોન્ચ કરવામાં આવ્યું હતું. જેની પાછળ અનેક લોકોની મહેનત જોવા મળી છે. અને આ સોંગના પ્રોડ્યૂસર ધરમ ચૌહાણની માત્ર એકજ ઈચ્છા હતી કે તે વડોદરાના દરેક નવા કલાકરોને આગળ આવવાની તક મળે. તેમને જણાવ્યું હતું કે 15 દિવસની મહેનતના અંતે ગુજરાતમાંથી બનેલું આ પ્રથમ મ્યુઝિક સોંગ છે.જે સોંગ બનાવવામાં 3 થી 4  મહિના લાગે તેમને આ સોંગ 15 જ દિવસમાં બનાવીને લોન્ચ પણ કર્યું.

DRC પ્રોડકશન ના પ્રોડ્યૂસર ધરમભાઈ ચૌહાણની માત્ર એકજ ઈચ્છા છે કે તે દરેક વડોદરાના વ્યક્તિને આગળ લાવે અને તેમના પ્રોડકશનને આગળ વધારે અને અંત માં તેમનું એટલું જ કહેવું છે કે,

लहरों से डरकर नौका पार नहीं होती,

कोशिश करने वालों की कभी हार नहीं होती।

ખુબજ સુંદર અને જેને જોઈને આપણું પણ દિલ ઝૂમી ઉઠે એવુ વિઘ્નહર્તા ગણેશજીનું ‘દેવા દેવા’ સોંગ નિહાળીએ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *