શું તમારા પણ નખ જલ્દી નથી વધતાં?? આજે જ જાણો નખ વધારવા ના ઘરેલુ ઉપાય

Image source

ઘણી મહિલાઓ ની એવી ફરિયાદ હોય છે તેમના નખ જલ્દી નથી વધતાં. કેટલીક  મહિલા ઓ ની એ પણ ફરિયાદ હોય છે કે તેમના નખ હેલ્થી નથી રહેતા. જો તમારા નખ જલ્દી નથી વધતાં તો તમે અહી દર્શાવેલ ઘરેલુ ઉપચાર અપનાવી શકો છો.

  • તમારા નખ ને મજબૂત બનાવા માંટે ક્યુટિકલ્સ પર આઇ ક્રીમ લગાવો. તમે જેટલી વધુ ક્રીમ લગાવશો એટલા જ નખ મજબૂત થશે.
  • સરસવ ના તેલ થી અઠવાડિયા માં એક વાર 15-20 મિનિટ સુધી માલિશ કરવી. આમ કરવા થી નખ જલ્દી જ વધે છે.
  • નખ ને 15-20 મિનિટ માંટે તાજા સંતરા માં રાખી મૂકવા થી નખ જલ્દી વધે છે. આમ કર્યા પછી નખ ને ગરમ પાણી થી  ધોઈ નાખવા. અને મોઈશ્ચારાઈજર લગાવું.
  • નખ જો એક દમ કડક છે તો હૂંફાળા પાણી માં 5-6 ટીપા ગ્લીસિરિન કે સિંધવ મીઠું નાખવું. તેમા નખ ને 5-6 મિનિટ સુધી રાખવું. આમ કરવાથી નખ મુલાયમ થાય છે અને તે કાપવા માં પણ સરળ રહે છે.

Image source

  • રોજ 5 મિનિટ લીંબુ ને નખ પર ઘસવાથી નખ વધે છે. આમ કર્યા પછી નખ ને ગરમ પાણી થી ધોઈ નાખો. પછી મોઈશ્ચારાઈજર લગાવું.
  • રાતે સૂતા પહેલા નખ અને ક્યુટિકલ્સ પર ગરમ જૈતૂન તેલ લગાવું. પછી હલકા હાથે થી 5 મિનિટ સુધી માલિશ કરવું. રાતે મોજા પહેરી ને સૂવું. આમ કરવાથી નખ જલ્દી વધે છે. અને હેલ્થી રહે છે. તમે ઈચ્છો તો 15-20 મિનિટ સુધી જૈતૂન ના તેલ ને ગરમ કરી ને તેમા નખ ડૂબાડી રાખો. તેનાથી પણ નખ જલ્દી જ વધે છે.
  • ¼ કપ નારિયેળ તેલ અને તેટલી જ માત્રા માં મધ નાખો. તેમા 4 ટીપા રોજમેરી ઓઇલ નાખો. આ મિશ્રણ માં તમે નખ ને ડૂબાડી રાખો. અઠવાડિયા માં 2 વાર આવું કરવા થી નખ જલ્દી વધે છે. અને મજબૂત બને છે.
  • નેલ પેન્ટ કે નેલ આર્ટ કરતી વખતે ટ્રાય કરતાં પહેલા નખ પર ઓલિવ ઓઇલ લગાવો. જેનાથી નેલ પેન્ટ લગાવતા જો તે બહાર લાગી જાય તો તે રબ પણ થઈ શકે છે,
  • નખ ને સ્વસ્થ અને મજબૂત બનાવા માંટે પ્રોટીન, કેલ્સિયમ,આયરન વિટામિન બી,અને સિ જેવી વસ્તુ ઓ લેવી જેમ કે દૂધ, દહી,લીલી શાકભાજી અને સલાડ.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *