શું રાત્રે તમને ઉંઘ નથી આવતી ? આ ઉપાયો અજમાવશો તો તમે શાંતીથી સુઈ શકશો, જાણો સમગ્ર માહિતી

કોરોના મહામારીને કારણે વર્ક ફ્રોમ હોમ લોકો સ્વીકારવા લાગ્યા છે. પરંતુ તેના કારણે હવે આપણા જીવન પર તેની ગંભીર અસર થઈ રહી છે. કારણકે મોટા ભાગનો સમય આપણે લેપટોપ અને મોબાઈલની સ્ક્રીનની સામે કાઢીએ છે. જેના કાણે હવે લોકોમાં તેમની ઉંઘને લઈને સમસ્યાઓ સર્જાઈ રહી છે. તો આજે આપણે વાત કરીશું અમુક એવા ઘેરલું ઉપચાર વીશે. કે જેના કારણ તમે તમારી ઉંઘ માટે યોગ્ય રીતે સમય પણ કાઢી શકશો. જોકે મહત્વનું છે લોકો આજના સમયમાં માત્ર 4 કે 5 કલાકની ઉંઘ લેતા હોય છે. પરંતુ ડોક્ટરોનું કહેવું છે કે શરીર માટે 7 થી 8 કલાકની ઉંઘ અનીવાર્ય છે. પરંતુ લોકો તેટલું ઉગતા નથી.

શા માટે ઉંઘ જરૂરી છે ?

ઉંઘ આપણા શરીર માટે જરૂરી છે, કારણકે તે આપણા જીવનમાં મુખ્ય ભૂમીકા ભજવે છે, ઉંઘને કારણે તમને ભૂખ લાગે છે. અને તમારી શરીરને ઉર્જા પણ મળી રહે છે. સાથેજ તમારા શરીરમાં બ્લડસુગર, મસ્તિષ્કનું પણ વિકાસ થાય છે. ખાસ કરીને સગીર વયના બાળકો માટે પૂરતી ઉંઘ ખાસ જરૂરી છે. જેથી માતા પિતાએ તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેમનું બાળક કેટલા કલાક ઉંઘે છે.

કેવી રીતે મેળવશો શકાશે સારી ઉંઘ ?

જો તમે સારી ઉંઘ મેળવવા માગો છો. તો તમારે ડોક્ટરો પાસે જવાની કોઈ જરૂર નથી. અને તમે ઘરેલું ઉપચાર દ્વારા પણ સારી ઉંઘ મેળવી શકશો. જેમા તમે એક ગ્લાસ ગરમ દૂધમાં જાયફળ નાખીને પી જાઓ. જાયફળમાં ટ્રિપ્ટોફેન હોય છે. જેના કારણે તમને ઉંઘ આવી રહેશે .અને તમારી શરીર પણ શાંત પડી જશે. જેથી તમને સારી ઉંઘ આવશે.

આ સીવાય તમે બદામનું દૂધ પણ બનાવીને પી શકો છો. જે તમારા માટે બેસ્ટ વિકલ્પ છે. સાથેજ તેમા એક ચપટી ઈલાયચી અને જાયફળ નાખશો તો તમને વધારે સારી ઉંઘ આવશે.અને તમારા શરીરને પણ પુરતો આરામ મળી રહેશે. જેથી તમે ઉઠ્યા પછી ફુલ એનર્જીનો અનુભવ કરશો.

ઉપરાંત પિસ્તામાં પણ મેલોટોનિન નામનું તત્વ રહેલું હોય છે. જેથી દિવસમાં જો તમે માત્ર 2 પિસ્તા પણ ખાસો તો તમારા મગજને માનસીક શાંતી મળશે. અને તમને પૂરતા પ્રમાણમાં ઉંઘ પણ મલી રહેશે

જોકે આ બીજી તરફ જોવા જઈએ તો તમને ટામેટા મશરૂમ અને શિમલા મીર્ચ તેમજ સ્ટોબેરીમાં પણ મેલોટોનિન મળી રહે છે. જેથી આ વસ્તુઓના સેવનથી પણ તમને માનસીક શાંતિ મળી રહેશે. સાથેજ સૌથી વધારે મેલાટોનિન બટાકામાં રહેલું હોય છે. જેથી જો તમને ગેસ અને એસીડીટી જેવી પ્રોબલેમ ન હોય તો તમે બટાકા ખાઈને પણ સારી ઉંઘ કાઢી શકો છો.

તે સિવાય તમે તમારા પગમાં નારીયેળ તેલની માલીશ કરશો. તો તેના કારણે પણ તમને ઘણી સારી ઉંઘ મળી રહેશે. અને તમે ઘીને નારીયેળ તેલમાં મીકસ કરીને લગાવશો. તો તમારો દીવસભરનો થાક ઉતરી જશે. સાથેજ તમને સારી ઉંઘ મળી રહેશે.

જોકે સારી ઉંઘ લેવા માટે તમારે મોબાઈલ અને લેપટોપની સ્ક્રીનથી દૂર રહેવું વધારે સારુ છે. અને જો તમે દૂર નથી રહી શકતા તો તમારે તડકામાં નીકળવું વધારે આવશ્યક છે. જેના કારણે તમારા શરીરમાં ગુડ હાર્મોન સેપોટોનિન પણ ઉત્પન્ન થાય છે. જેના દ્વારા મેલેટોનિનનું તામારા શરીરમાં ઉત્પાદન થશે. અને તમને પૂરતી માત્રામાં ઉંઘ પણ મળી રહેશે

મહત્વનું છે કે જો તમે યોગ અને પ્રાણાયમ કરવાનું શરૂ કરશો તો તમારા મગજને સૌથી વધારે માનસીક શાંતી મળી રહેશે. અને તમારે કોઈ પણ અન્ય ઉપચાર કરવાની પણ જરૂર નહી પડે. આ સાથેજ તમારે જો કોઈ પણ ઉપચાર ન કરવો હોય. તો તમને ગમતું સંગીત દીવસમાં 20 થી 25 મીનીટ માટે સાંભળો. જેથી તમારું મગજ ફ્રેશ રહેશે. અને તમને ઉંઘ સારી આવશે

ઉલ્લેખનિય એક વાત એ પણ છે કે જો તમારું વજન વધારે છે. તો તમારે તમારુ વજન ઓછું કરવું પડશે. જો તમારા શરીરમાં ચરબીનું પ્રમાણ ઓછું થશે. તો તમને શ્વાસ લેવામાં સરળતા રહેશે. અને 10 થી 15 ટકા જેટલું વજન જો તમે ઉતાર્યું. તો તમને સારી એવી ઉંધ મળી રહેશે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *