ભૂલથી પણ ખાવા-પીવાની વસ્તુ પર ના કરવો સેનિટાઇઝરનો ઉપયોગ, થઈ શકે છે નુકસાન

કોરોનાવાયરસથી બચવા માટે સેનિટાઈઝરનો ઉપયોગ કરતી વખતે અમુક વાતો ધ્યાનમાં રાખવી ખુબ જ જરૂરી છે. આ સમયમાં લોકો પરેશાન થઈ ઘબરાહતમાં આવી જે રીતે  સેનિટાઇઝરનો ઉપયોગ કરી રહ્યા છે તે તેની માટે  મુશ્કેલીનું કારણ બની શકે છે.  લોકો તેમના હાથને સેનિટાઈઝ નથી કરી રહ્યા, પરંતુ  શાકભાજી, ફળો અને ખાદ્ય ચીજોને પણ સેનિટાઇઝિંગ કરી રહ્યા છે.

image source

સેનિટાઇઝરનો સીધો ઉપયોગ ખાણી-પીણી પર કરવાથી ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. એક્સપર્ટ કહે છે કે સેનિટાઇઝરનો ઉપયોગ હાથ અને ધાતુથી બનેલી ચીજોને સેનીટાઈઝ કરવા માટે ઉપયોગમાં લાવી શકાય છે. બજારમાંથી માલ ખરીદ્યા પછી અને ઘરે લાવ્યા પછી, તેને ઓછામાં ઓછા 4 કલાક માટે ઉપયોગમાં ના લેવા જોઈએ.  આવું કરવાથી જો તેના પર કોરોના વાયરસ હશે તો તે નાશ થઈ જશે.

image source

ઘણી વખત લોકો એવું વિચારે છે કે જો તેઓ બહારથી ખાવાનું ઓર્ડર કરશે તો તે ખતરનાક સાબિત થઈ શકે છે, પરંતુ એવું નથી.  હાલમાં, અમેરિકામાં ખોરાકની અંદર બ્લીચ મેળવી ખાવાની ખબરો સામે આવી હતી. આવું લોકો એટલા માટે કરી રહ્આયા હતા કેમકે તેમને એવું લાગી રહ્યું હતું કે તેનાથી  વાયરસ નાશ થઈ જશે.  પરંતુ હકીકત એ છે કે આવું કરવાથી નુકસાન થઈ શકે છે.  નિષ્ણાતો મુજબ એકવાર ખોરાક રંધાઈ ગયા બાદ તેમાં કોઈ ભય હોતો નથી.  જો તમે બહારથી ખાવાનો ઓર્ડર આપી રહ્યાં છો અથવા ખાવાનું ખાઈ રહ્યા છો, તો તે સુરક્ષિત છે.

image source

કોરોના વાયરસ ફળો અને શાકભાજી પર 7 કલાક રહે છે.  તેથી તેમને ઘરે લાવ્યા પછી કેટલાક કલાકો સુધી સ્પર્શ કર્યા વિના છોડી દો.  બાદમાં તેમને કાં તો ગરમ પાણીથી અથવા બેકિંગ સોડાથી ધોઈ લો.  સેનિટાઇઝરનો ઉપયોગ ખાવા પીવાની વસ્તુઓ પર ન કરવો જોઇએ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment