શાહરૂખ-શાહિદ બનવાનો પ્રયત્ન ન કરવો, નહિતર કદાચ માર ખાવાનો વારો આવી શકે

Image Source

ફિલ્મોમાં અભિનેતાઓ જે કરે છે, તેઓ તેને વાસ્તવિક જીવનમાં પોતે પણ ક્યારેય કરવાની સલાહ આપતા નથી. પછી ભલે વાત પ્રેમ સાથે જોડાયેલી કેમ ન હોય?

કહેવામાં આવે છે કે ફિલ્મો આપણા સમાજમાં ચાલતી વસ્તુઓને દર્શાવે છે. ત્યારે તે પણ સાચું છે કે રૂપેરી પડદા પર દર્શાવવામાં આવતી વસ્તુઓ પણ દર્શકોના વિચાર પર અસર કરે છે. તેમાં ફિલ્મમાં દર્શાવવામાં આવતા રોમાન્સનો વિચાર પણ છે. પ્રેમ દર્શાવવાથી લઈને લગ્ન સુધીના દ્રશ્યો, લોકો પર અસર કરતા જોવા મળે છે. જોકે,ફિલ્મમાં અમુક વસ્તુઓ એવી પણ દર્શાવવામાં આવે છે, જેનો સિનેમા ઘરમાં બેસીને તો તમે આનંદ માણી શકો છો, પરંતુ જો વાસ્તવિક જીવનમાં તે અજમાવીએ તો આ વસ્તુઓ તમને બધાની સામે ફસાવી શકે છે.

Image Source

અનુસરવું:

આવી ન જાણે કેટલી ફિલ્મો તમે જોઈ હશે, જેમાં હીરો એ છોકરીનો રોજ પીછો કરતો અને વાત કરવાનો પ્રયત્ન કરતો જોવા મળે છે, જે તેને પસંદ છે. તેને પડદા પર ‘પહેલી નજર કા પ્યાર’ એવું દર્શાવતું ખૂબ જ સુંદર બેકગ્રાઉન્ડ સાથે રજૂ કરવામાં આવે છે. જોકે, વાસ્તવિક જીવનમાં તેવું કરવું એ ‘સ્ટોકિંગ’ કહેવાય છે, જે તમને માર મારવાની સાથે સીધા પોલીસ સ્ટેશને પહોંચાડી શકે છે.

Image Source

છોકરી ઉપર સહનશક્તિ દર્શાવવી:

ગુસ્સે થયેલી હિરોઈનને બનાવવા માટે હીરો તેને ખેંચીને લઈ જાય છે, જબરદસ્તી રોમાન્સ કરવો, મિત્રો સાથે લંચ દરમિયાન વચ્ચે પહોંચી જવું, તેને ક્યાંય પણ તમારી સાથે લઈ જવી જેથી તે વાત કરે, આ વસ્તુઓ હકીકતમાં ટોક્સિસની શ્રેણીમાં આવે છે. આવી હરકતો કરતો હીરો ફિલ્મમાં ભલે ખૂબ કુલ જોવા મળે, પરંતુ વાસ્તવિક જીવનમાં આ ભૂમિકા ભજવનાર અભિનેતા પણ આવી હરકતો કરવાની હિંમત કરતો નથી. તેઓ જાણે છે કે વાસ્તવિક જીવનમાં આવા કૃત્યો કરવાથી તેમની ઈજ્જત જવાની સાથે સાથે તેને પોલીસ ચોકી સુધી પહોંચાડી શકે છે.

Image Source

માથાકૂટ કરવાનો પ્રયત્ન કરવો:

ફિલ્મોમાં ઘણીવાર બતાવવામાં આવે છે કે હીરો પોતાની હિરોઇનને પ્રભાવિત કરવા માટે લોકો સાથે લડે છે. ઘણી ફિલ્મોમાં આ દ્રશ્યને આવી રીતે પણ દર્શાવવામાં આવે છે કે હીરો પોતે આ પ્રકારના પ્લાન બનાવે છે જેથી તે હિરોઈનના દિલમાં પોતાનું સ્થાન બનાવી શકે. જોકે, વાસ્તવિક જીવનમાં આમ કરવું તમારા પર ભારે પડે છે. ક્યાંક એવું ન બને કે છોકરી જાતે જ તેની પોલીસમાં રિપોર્ટ કરે અને તમારે પછી પોલીસ સ્ટેશનમાં બેસવું પડે કે પછી જેની સાથે લડાઈ થઈ રહી છે તે તમને ખરાબ રીતે ઈજા પહોંચાડે.

Image Source

જાણ કર્યા વગર ઘરે પહોંચી જવું:

રોમેન્ટિક સોંગ વચ્ચે અચાનક છોકરીના ઘરે કે પછી બાલ્કનીમાં પહોંચી જવું, તે ફિલ્મોમાં ખૂબ જ સારું લાગે છે. જોકે, વાસ્તવિક જીવનમાં આમ કરવું તમારા શરીરથી લઈને ઈજ્જત સુધી ભારે પડી શકે છે. કોઈ તમને ચોર સમજીને માર મારી શકે છે અને પોલીસને સોંપી શકે છે, કે પછી બાલ્કનીમા પહોંચવાના ચક્કરમાં તમે પડીને પોતાના હાડકા તોડી શકો છો. તેથી આ જોખમ લેવું છે કે નહીં, તેનો નિર્ણય તમારો છે.

Image Source

મંડપમાંથી દુલ્હનને લઈ જવી:

આ પ્રકારના દ્રશ્યો જોઈને થિયેટરમાં જ આપણું માથું પછાડવાનું મન થાય છે. તમે જણાવો કે જે સ્થળે મોટી સંખ્યામાં લોકો હાજર હોય, ત્યાં હીરો આવે અને હિરોઈન ને પોતાની સાથે લઈ જાય, શું એવું વાસ્તવિક જીવનમાં કરવું સંભવ છે? ભાઈ, સત્ય તો એ છે કે જો આમ કરવાનો પ્રયત્ન કરીએ, તો છોકરી પક્ષવાળા જ તમને એવો માર મારશે કે દિવસે તારા દેખાવા લાગશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment