લીંબુના અથાણામાં વધેલા રસને ફેંકશો નહીં, પરંતુ આ રીતે તેનો ઉપયોગ કરો

Image Source

લીંબુના વધેલા અથાણાના રસને ફેંકશો નહીં પરંતુ અહીં જણાવવામાં આવેલી રીતથી તમે તેબે ઉપયોગમાં લઈ શકો છો તો જાણો કેવી રીતે-

લીંબુનું અથાણું ખૂબ પસંદ કરવામાં આવે છે. તેને ઘરે ઘણી રીતે બનાવવામાં આવે છે, ઘણા લોકો તેને તેલ વગર પણ બનાવે છે. તેલ વગરનું લીંબુનું અથાણું અન્ય અથાણાની જેમ સરળતાથી સ્ટોર કરી શકાય છે. જોકે, જ્યારે તે પૂરું થઈ જાય છે ત્યારે સ્ત્રીઓ તેના વધેલા રસને ફેકી દે છે. તમને જણાવી દઈએ કે વધેલા લીંબુના અથાણાનો રસ ફેંકવાની જરૂર નથી, તેને તમે ઘણી રીતે ઉપયોગ કરી શકો છો.

ભોજનનો સ્વાદ વધારવા ઉપરાંત જ્યુસ બનાવવા સુધી, તમે આ દરેકમાં લીંબુના અથાણાનો વધેલો રસ ઉપયોગ કરી શકો છો. તેથી જો તમારા ઘરમાં પણ લીંબુનું અથાણું પૂરું થઈ ગયું છે અને તેનો રસ વધ્યો છે તો તેને ફેંકશો નહિ પરંતુ ઉપયોગમાં લો. આજે અમે તમને અહીં જણાવીશું 8 એવી રીત જેને તમે ઘરે અજમાવી શકો છો.

Image Source

1. ભેળપૂરી બનાવવામાં ઉપયોગ કરો

ભેળપૂરીમાં ચટપટો સ્વાદ લાવવા ઈચ્છો છો તો લીંબુના અથાણામાંથી વધેલા રસનો ઉપયોગ કરો. ભેળપૂરીની દરેક સામગ્રી ને ભેળવી લીધા પછી સૌથી છેલ્લે લીંબુના અથાણાનો વધેલો રસ મિકસ કરો. ભેળપૂરીને સરખી રીતે મિશ્રણ કર્યા પછી તેને ચાખી લો. જો મીઠું ઓછું છે તો ઉપરથી થોડું મીઠું મિક્સ કરી લો. તેનાથી ભેળપૂરીનો સ્વાદ પણ વધશે.

Image Source

2. ફ્રાઈ રાઇસમાં મિકસ કરો

વધેલા ચોખાને હંમેશા ફ્રાઈ કરીને લોકો ખાઈ છે. મોટાભાગના લોકો ટામેટા, કાંદા અને મરચું મિક્સ કરીને તેને ફ્રાઈ કરે છે. પરંતુ તમે ઇચ્છો તો ફ્રાઈ રાઈસના સ્વાદને નવો સ્વાદ આપી શકો છો. તેના માટે રાઈસને જ્યારે તમે ફ્રાઈ કરી રહ્યા છો તો ત્યારે અંતે બે ચમચી લીંબુના અથાણાનો વધેલો રસ મિકસ કરો. તમે ઈચ્છો તો રાઈસ પ્રમાણે માત્રા વધારી અને ઘટાડી પણ શકો છો. બે મિનિટ સુધી ગેસને ચાલુ રાખી તેને હલાવો અને પછી સર્વ કરો. તેનાથી ફ્રાઈ રાઈસનો સ્વાદ વધી જશે.

Image Source

3. સૂપમાં જ્યુસ મિક્સ કરો

દરેક ઘરમાં જુદી જુદી રીતે સુપ બનાવવામાં આવે છે. ઘણા લોકો સુપ બનાવવા માટે ઘણા બધા મસાલાનો ઉપયોગ કરે છે, પરંતુ શું તમે જાણો છો ફક્ત એક જ સામગ્રીથી તમે સૂપના સ્વાદને બદલી શકો છો. સુપને સ્વાદિષ્ટ બનાવવા માટે તમે લીંબુના અથાણાનો વધેલો રસ મિકસ કરી દો અને પછી તેને પીરસો. પરંતુ જો તમે વધારે મસાલા વાળું સૂપ બનાવ્યું છે તો લીંબુના અથાણાનો વધેલો રસ મિક્સ કરશો નહીં.

Image Source

4. ઝટપટ અથાણું બનાવો

લીંબુના અથાણાના વધેલા રસનો ઉપયોગ તમે ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે લઇ શકો છો. તેમાં તમે લીંબુની છાલ અને લીલા મરચાને કાપીને મિકસ કરી દો અને તેની સાથે થોડું મીઠું નાખી દો. હવે અથાણાની બરણીને તમે તડકામાં થોડા દિવસ માટે રેહવા દો. થોડા દિવસોમાં લીંબુની છાલ અને મરચાનો કલર બદલાઈ જશે. જેવો કલર બદલાશે તો સમજી જવું કે અથાણું બનીને તૈયાર થઈ ચૂક્યું છે.

Image Source

5. મોઢાના સ્વાદ સુધારે

તાવ આવ્યા પછી હંમેશા મોઢાનો સ્વાદ ખરાબ થવા લાગે છે. તેના માટે લીંબુના અથાણાના વધેલા રસનો સેવન કરી શકો છો. તેના માટે પાણીમાં બે થી ત્રણ ચમચી લીંબુના અથાણાનો વધેલો રસ મિકસ કરી દો. આ ઉપરાંત તમે ઇચ્છો તો તેને સ્મુધી અથવા અન્ય હેલ્ધી ડ્રિંકસ મા પણ ઉમેરી શકો છો.

Image Source

6. મિકસ વેજીટેબલ સલાડમાં મિક્સ કરો

લીંબુના અથાણાના વધેલા રસને તમે મિક્સ વેજીટેબલ સલાડમાં મિકસ કરી પીરસી શકો છો. ખરેખર, ઘણા લોકો વજન ઓછું કરતી વખતે મિક્સ વેજીટેબલ સલાડ ખાવાનું પસંદ કરે છે, તમે સ્વાસ્થ્યની સાથે તેને સ્વાદિષ્ટ બનાવવા ઇચ્છો છો તો લીંબુના અથાણાનો વધેલો રસ એક ઉતમ વિકલ્પ છે. તેને મિક્સ કર્યા પછી તમારે મીઠું ઉમેરવાની જરૂર પડશે નહિ.

Image Source

7. ચટણીમાં પાણી મિક્સ કરો

ધાણાના પાન અને ફુદીનાની ચટણી ઘરે દરેક બીજા દિવસે બનાવવામાં આવે છે. ચટણીમાં ઉપરથી લીંબુનો રસ ઉમેરી શકાય છે, તેનાથી સ્વાદ વધારી શકાય છે. તમે તેનના બદલે લીંબુના અથાણાનો વધેલો રસ મિક્સ કરી શકો છો. તેને મિક્સ કર્યા પછી છેલ્લે મીઠું ઉમેરો. હકીકતમાં, લીંબુના અથાણાના વધેલા રસમાં પણ વધારે માત્રામાં મીઠું હોય છે. આ કિસ્સામાં, ચટણીનો સ્વાદ ખરાબ થઈ શકે છે. તેથી તેને છેલ્લે મિક્સ કરો.

Image Source

8. પોપકોર્નમાં મિક્સ કરો

ઘરે પોપકોર્ન બનાવતી વખતે લીંબુના અથાણાના વધેલા રસને મિક્સ કરી શકો છો. ખરેખર, બજારમાં પોપકોર્નની જુદા જુદા ફ્લેવર્સ સરળતાથી મળી રહે છે. પરંતુ, જો તમે પણ લીંબુનો ફ્લેવર્સ ઇચ્છો છો તો કોર્ન કડાઈમાં નાખ્યા પછી ઉપરથી એક અથવા બે ચમચી લીંબુના અથાણાના વધેલા રસને મિક્સ કરી લો. ત્યારબાદ પ્લેટથી ઢાંકી દો, આમ લીંબુના ફ્લેવર્સના પોપકોર્ન બનીને તૈયાર છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment