ગર્લફ્રેન્ડને ભૂલથી પણ આ 6 વાત ન કહેવી, નહિતર તમારો સંબંધ તૂટી શકે છે

ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ નો સંબંધ તેની સમજણ, પ્રેમ, સંભાળ પર આધાર રાખે છે કે તે કેટલો લાંબો ચાલશે. કેટલાક લોકોનો સંબંધ વર્ષો સુધી ચાલે છે તો કેટલાક સંબંધ ઝડપથી ખરાબ થઈ જાય છે. સંબંધમાં કેટલીક વસ્તુઓને ધ્યાનમાં રાખી સંબંધને વધારે મજબૂત બનાવી શકાય છે.

પ્રેમ, સંબંધ, ડેટિંગ આ બધાનું દરેક લોકોના જીવનમાં ઘણું મહત્વ હોય છે. કપલ રીલેશનશીપમાં આવ્યા પછી પ્રેમ ભરેલ યાદો ખૂબ સુંદરતાથી જીવવા લાગે છે. ફોન પર વાત કરવી, ચેટ કરવી, સાથે ફરવા જવું, એક બીજાની સાથે સમય વિતાવવો, ડેટ પર જવું ઘણી એવી વાતો છે જેનાથી તમારો સંબંધ મજબૂત થાય છે.

તેમજ ઘણા કપલ વચ્ચે સમય વિતાવવાની સાથે અણબનાવ થવા લાગે છે. હું સમજી શકું છું કે સંબંધમાં નાના મોટા ઝગડા થતા રહે છે, પરંતુ ઘણીવાર તે ઝગડો એટલો વધી જાય છે કે બ્રેકઅપ થઈ શકે છે.

ઘણીવાર બોયફ્રેન્ડ મસ્તીમાં ઝગડા દરમિયાન ગર્લફ્રેન્ડ સાથે કેટલીક એવી વાતો બોલી દે છે, જેનાથી તે નારાજ થઈ જાય છે અને સંબંધ તૂટી જાય છે. તેથી અમે કેટલીક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જે હંમેશા ગર્લફ્રેન્ડ સાથે વાત કરવાથી બચવું જોઈએ, જેથી સંબંધ સરખી રીતે ચાલતો રહે.

1. સ્ક્રીનશોર્ટ મોકલવાનું કહો

સ્ક્રીનશોર્ટ મોકલવો આજના સમયમાં તે સૌથી વધારે બોલવામાં આવતી લાઈન છે. જ્યારે ગર્લફ્રેન્ડનો ફોન વ્યસ્ત આવે છે, તો ઘણા બોયફ્રેન્ડ તેની ગર્લફ્રેન્ડને સ્ક્રીનશોર્ટ મોકલવાનું કહે છે. જો તમે પણ તેમ કરો છો, તો સાવધાન થવાની જરૂર છે.

છોકરીઓનું પણ પોતાનું અંગત જીવન હોય છે, તેના પણ મિત્ર છે, પરિવાર છે જેની સાથે તે વાત કરી શકે છે. તેનો મોબાઈલ વ્યસ્ત આવવા પર જો તમે તેને વારંવાર સ્ક્રીનશોર્ટ મોકલવાનું કહેશો તો તેને લાગશે કે તમને તેના પર વિશ્વાસ નથી અને સંબંધ તૂટી શકે છે.

2. X સાથે સરખામણી

છોકરાઓ ઘણીવાર તે ભૂલ કરી બેસે છે, તે ક્યારેક ને ક્યારેક તેની ગર્લફ્રેન્ડની X સાથે સરખામણી કરી જ દે છે. ભલે તમે મસ્તી કરી રહ્યા હોય, પરંતુ આ વાતથી તમારા જીવનસાથીને ઘણી તકલીફ પહોંચે છે.

તેથી તે વાતનું ખાસ ધ્યાન રાખો કે ક્યારેય પણ ગર્લફ્રેન્ડની સરખામણી તેના X સાથે કરશો નહિ. જો તમે તેમ કરો છો તો સંબંધ તૂટતા કોઈ બચાવી શકતું નથી.

3. તારો વજન વધી ગયો છે

ગર્લફ્રેન્ડ હંમેશા ઈચ્છે છે કે તેમનો જીવનસાથી તેની પ્રશંસા કરે અને કોમ્પ્લીમેન્ટ આપે. છોકરીઓ તેના સ્વાસ્થ્ય અને ફિટનેસનું ઘણું ધ્યાન રાખે છે. પરંતુ ઘણીવાર ખોટી લાઇફસ્ટાઇલ અને મેડિકલ કન્ડીશનને કારણે તેનું વજન વધી શકે છે. તેમજ જો તમે તેને તેના વજન વધવા વિશે ટિપ્પણી કરશો અથવા મજાક કરશો તો ચોક્કસપણે તે નારાજ થશે.

જો તમે તેમને તેના વધતા વજન વિશે જાગૃત કરાવવા ઇચ્છો છો તો સારી રીતે વાત કરો અને તેના સ્વાસ્થ્ય વિશે વાત કરો, તેમની મજાક કે ટિપ્પણી ન કરો.

4. પરિવારના સભ્યોની મજાક ઉડાવવી

બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ વચ્ચે મજાક મસ્તી ચાલતી રહે છે, જેનાથી સંબંધ સારો બની રહે છે. પરંતુ સાથે જ મજાક મજાકમાં તમે છોકરીના પરિવારની મજાક ઉડવશો અથવા તો કોઈ ખોટા શબ્દ બોલશો, તો ગર્લફ્રેન્ડની નારાજગીથી તમને કોઈ બચાવી શકતું નથી. તેથી પ્રયત્ન કરો કે ક્યારેય પણ સામેવાળા વ્યક્તિના પરિવાર વિશે ખોટું બોલશો નહીં અને મજાક ઉડાવશો નહિ.

5.ઊણપ ગણાવતા રહેવું

દરેક લોકોમાં ઉણપ હોય છે, દુનિયામાં કોઈપણ વ્યક્તિ એવા નથી જેમાં કોઈ ઉણપ ન હોય. દેખીતી રીતે, તમારી સાથે તમારી ગર્લફ્રેન્ડની પણ ઊણપ હશે, પરંતુ જો તમે વારંવાર તે ઉણપ ગણાવશો તો નક્કી તે નારાજ થશે. સામેવાળા વ્યક્તિને પ્રેમથી સમજાવવા અલગ હોય છે અને તે ભૂલ પર વારંવાર ઠેસ પહોંચાડવી અલગ હોય છે. જો તમે પણ તેમ કરો છો તો આ વાત છોકરી સહન કરી શકતી નથી અને તેને લાગશે કે તે તમારા લાયક નથી તો તે સંબંધ તોડી પણ શકે છે.

6. દરેક વાત પર રોક ટોક કરવી

તેમ નહિ કરો, ત્યાં જશો નહિ, તેની સાથે જવું નહી,આવી ડ્રેસ પહેરીશ નહિ, આવા ઘણા પ્રકારના ઘણા બોયફ્રેન્ડ તેની ગર્લફ્રેન્ડને દરેક વાત પર રોક ટોક કરે છે. તેમ કરવાથી છોકરીને લાગશે કે તમે તેને પર્સનલ સ્પેસ આપી રહ્યા નથી અને તેના જીવન પર કંટ્રોલ કરી રહ્યા છો. આવી સ્થિતિમાં ગર્લફ્રેન્ડ તેને પોતાને બંધાયેલી અનુભવ કરશે અને સંબંધ તોડી પણ શકે છે.

હવે તમે સમજી જ ગયા હશો કે સંબંધ સારો રાખવા માટે ગર્લફ્રેન્ડને કઈ વાતો કહેવાનું ટાળવું જોઈએ. તો સંબંધમાં પ્રેમથી એક બીજાને સમજીને ચાલો અને ખુશ રહો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment