મેદસ્વીતા ઘટાડવા માટે દૂધની ચા છોડવી નહીં, પરંતુ આવી રીતે બનાવીને પીવાથી વજનમાં ઘટાડો થઈ શકે છે.

આ ચા તમને તણાવ અને ચિંતાથી છૂટકારો આપવામાં મદદ કરશે. તેને નિયમિત પીવાથી તમારા શરીરનું મેટાબોલિઝમ વધશે અને તમે તમારી મેદસ્વિતા ઘટાડી શકો છો.

Image Source

જો તમે ઘણા દિવસથી વજન નિયંત્રિત કરવાના ચક્કરમાં તમારી દેશી દૂધવાળી ચા ને અલવિદા કહી ચુક્યા છો તો આ સમાચાર તમારા માટે છે. વજન ઘટાડવા માટે આપણામાંથી ઘણા લોકો ચા પીવાનું છોડી દે છે, કેમકે તેઓને લાગે છે કે તેને પીને ક્યારેય પણ તેઓ પોતાનું વજન ઘટાડી શકશે નહીં. જો તમે વજન ઓછું કરી રહ્યા છો, તો તમારે ચા બનાવવાની રીત શોધવી જોઇએ.

જો તમે અહીં બતાવેલી વિધિ મુજબ ચા બનાવીને પીઓ છો તો ફક્ત તમારું વજન ઓછું નહીં થાય પરંતુ કબજિયાત, હાઇ બીપી અને ચિંતા પણ નિયંત્રણમાં રહેશે. જો તમને દિવસ દરમિયાન થાકનો અનુભવ થાય છે, તો તેને પીધા પછી તમે આખો દિવસ સક્રિય અને તાજગીભર્યા રહેશો.

ચા પીવાનો સમય જાણી લો:

ચા પીવાનો સમય જોવો પણ ખૂબ જરૂરી છે. ચા ને ક્યારેય પણ ભૂખ્યા પેટે ન પીવી. સાથે સાથે તેને ક્યારેય પણ ભોજન કર્યા પછી તરત જ ન પીવી. ચા ને ત્યારે પીવી જ્યારે તમને સંપૂર્ણ રીતે થાકનો અનુભવ થઇ રહ્યા હોય. કારણકે ત્યારે તમે તેનો સંપૂર્ણ ફાયદો ઉઠાવી શકો છો.

વજન ઘટાડવા માટે ચા બનાવવાની સામગ્રી:

Image Source

ચાના પાંદડા-સ્વાદ મુજબ, લેમનગ્રાસ સ્ટેમ-૧-૨ ઇંચનો ટુકડો, કોકો પાવડર- ૧-૨ નાની ચમચી, દૂધ- થોડું , ખાંડ વિનાની અથવા બ્રાઉન શુગર-૧-૨ નાની ચમચી, પાણી- ૧ કપ.

ચા બનાવવાની રીત:

સૌપ્રથમ એક વાસણમાં પાણી ઉકળવા માટે રાખી દો. હવે લેમનગ્રાસને સરખી રીતે પીસી લો અને પાણીમાં ભેળવી દો. એક અલગ કપમાં કોકો પાવડર અને ખાંડ ભેળવો. હવે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં ચા ના પાંદડા નાખો. પછી દૂધ નાખો અને સરખી રીતે પકાવો. હવે ચા ને તેજ કપમાં ગાળી લો જેમાં તમે કોકો પાઉડર અને ખાંડ ભેળવી હતી. તેને ચમચીથી હલાવો અને પી લો.

લેમનગ્રાસની ખાસિયત:

Image Source

આ એક ઔષધીય ગુણ વાળો છોડ છે, જેમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિસેપ્ટિક ગુણનો સમાવેશ છે. તેની ચાનો નિયમિત ઉપયોગ કરવાથી ડાયાબિટીસ, મેદસ્વિતા, પેટના રોગો, ઊંઘની સમસ્યા અને શ્વાસ સંબંધિત રોગોમાં પણ રાહત મળે છે. લેમન ગ્રાસ લોહીને ચોખ્ખું કરે છે અને ખીલની સમસ્યા દૂર કરે છે. લેમનગ્રાસના સેવનથી વજન પણ ઓછું કરી શકાય છે, કેમકે તેમાં સીટ્રોલ મળી આવે છે જે પેટમાં ચરબી જમા થતી અટકાવે છે.

કોકો પાવડર:

 

Image Source

કોકોના બીજ માંથી ડાર્ક ચોકલેટ બનાવવામાં આવે છે. તેને દવા રૂપે પણ ઉપયોગ કરી શકાય છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીરનું મેટાબોલિઝમ વધે છે, જેનાથી ચરબી ઝડપથી બર્ન થાય છે. ઘણા સંશોધનોમાં સામે આવ્યું છે કે લોકોમાં અમુક એવા ગુણો હોય છે જે મૂડ સારું કરીને ડિપ્રેશનના લક્ષણો દૂર કરે છે.

ચા ના પાંદડા આ કમાલ કરે છે:

Image Source

ચાના પાંદડામાં પુષ્કળ એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે, જે ચેહરાની કરચલીઓ દૂર કરે છે. આ ઉપરાંત તે સ્ટ્રેસ લેવલ પણ ઘટાડે છે. ઘણા અધ્યાયનો મુજબ જાણવા મળ્યું છે કે વિવિધ પ્રકારની ચા તમારી રોગપ્રતિકારક શક્તિની પ્રણાલીને વેગ આપે છે, સોજા સામે લડી શકે છે અને ત્યાં સુધી કે કેન્સર અને હૃદયના રોગોને પણ દૂર કરી શકે છે.

દૂધ:

Image Source

તે કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન બી, પોટેશિયમ અને વિટામિન ડી જેવા મહત્વપૂર્ણ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે પ્રોટીનનો એક ઉત્તમ સ્ત્રોત છે. દૂધમાં ઉચ્ચ પ્રોટીન હોવાને લીધે તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું હોય તેવો અનુભવ થાય છે, જેના દ્વારા તમે વધારે પડતા ભોજનથી પોતાને રોકી શકો છો. તે વજન ઓછું કરવા અને વજનને રોકવામાં મદદ કરે છે.

જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને ફેસબુક પર જરૂર શેર કરો અને આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે જોડાયેલ રહો ફકત ગુજરાતી સાથે.

#Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *