જીમમાં જઇને વજન ઉચકાવતી વખતે આ ૪ ભૂલ કરવી નહિ, નહિતર મુશ્કેલી પડી શકે છે.

Image Source

આજના સમયમાં યુવાન હોય કે મધ્યમ વયના લોકો, તે બધાજ પોતાને સ્વસ્થ રાખવા માટે જીમમાં ચોક્કસ જાય છે. જીમમાં જઈને વજન ઉચકાવાના ફાયદા તો ઘણા છે. તેનાથી તમારા સ્નાયુઓ અને હાડકાના સાંધા મજબૂત બને છે. આ ઉપરાંત તેનાથી તમારા હદયને પણ ફાયદો થાય છે. પરંતુ જીમ જઈને ખોટી રીતે વજન ઉચકવું ઘણીવાર ખૂબ ભારે પડી શકે છે.

તમે બધાએ એવા ઘણાબધા વિડિયો અથવા વાતો સાંભળી જ હશે જ્યારે જીમમાં વજન ઉચકતી વખતે લોકો પોતાનો જીવ પણ ગુમાવી દે છે. સામાન્ય રીતે વજન ઉચકતી વખતે લોકો કેટલીક ભૂલ કરી બેસે છે. આજે અમે તમને ૪ તેવી ભૂલો વિશે જણાવીશું જે તમને વજન ઉચકા કરતી વખતે ટાળવી પડશે.

Image Source

શ્વાસ રોકવો ભારે પડી શકે છે:

આપણે જ્યારે પણ આપણા શારીરિક શક્તિનો વધારે ઉપયોગ કરીએ છીએ ત્યારે હંમેશા આપણે શ્વાસ લેવાનું બંધ કરી દઈએ છીએ. તે કુદરતી હોય શકે છે અને તમે તેનો અનુભવ પણ કર્યો હશે.પરંતુ આ સ્થિતિ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. જ્યારે તમે આમ કરો છો ત્યારે તેનાથી તમારુ બ્લડ પ્રેશર અચાનક વધી જાય છે, જેનાથી તમને હર્નીયાની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત ઘણીવાર તો લોકો આ સ્થિતિમાં બેભાન પણ થઈ જાય છે. તેવામાં જો તમે વધારે વજન ઉંચકાવો છો અથવા હળવો વજન પણ ઉંચકાવો છો, તો તમે સંપૂર્ણ રીતે ધ્યાન કેન્દ્રિત કરો છો. તમે જ્યારે વજન ઉંચકાવો ત્યારે તમારે શ્વાસ છોડવાનો છે. ત્યારબાદ જ્યારે ફરીવાર વજન ઉંચકાવવાની સ્થિતિમાં પહોંચો ત્યારે શ્વાસ લેવાનો છે. તેનાથી તમારું બ્લડ પ્રેશર પણ સંતુલિત રેહશે.

Image Source

મસલ્સને આરામ આપવો નહિ:

સામાન્ય રીતે જીમમા જઈને સ્નાયુઓની તાલીમ લેતા લોકોને સ્નાયુઓમાં દુખાવાનો અનુભવ થાય છે. આ સ્થિતિમાં જો તમે તમારા સ્નાયુઓની વૃદ્ધિ કરવા ઇચ્છો છો તો તેને એક લાંબો આરામ જરૂર આપવો. ઘણીવાર સ્નાયુઓની તાલીમ આપ્યા પછી આગળના દિવસે પણ સ્નાયુઓમાં દુખાવો થઈ શકે છે જેની તમને તાલીમ આપી હતી. આ સ્થિતિમાં તમે તમારા શરીરના અંગોને ઓછામાં ઓછી ૪૮ કલાક સુધી આરામ આપો. એટલે આ દરમિયાન તમે ફરીથી તે અંગની કસરત ન કરો. તેનાથી સ્નાયુઓમાં સંપૂર્ણ રીતે રૂઝ આવી જશે અને વૃદ્ધિ પણ થશે. મસલ્સ ટ્રેનીંગમાં શરીરના દરેક અંગો માટે એક દિવસ નક્કી રાખો. જેમકે તમે એક દિવસ બાઇસેપ્સ ની કસરત કરો, પછીના દિવસે છાતીની, પછી પીઠ અને પગની. આ રીતે સ્નાયુઓને તાલીમ આપવાથી તમારા દરેક સ્નાયુઓને રૂઝ માટેનો સંપૂર્ણ સમય પણ મળશે અને તમને કોઈપણ પ્રકારની ઇજા પણ થતી નથી.

Image Source

ટેકનિકમાં ગડબડ

જીમ જતા મોટાભાગના લોકો હંમેશા કસરત પોતાની જાતે કરવાનું શરૂ કરી દે છે. આ દરમિયાન જ્યારે તે વજન ઉચકાવે છે ત્યારે તેની પોઝિશન અને ટેકનીક બંનેજ સાચી હોતી નથી. તેથી તમે જ્યારે પણ જીમ જાઓ અને મસલ્સ ટ્રેનીંગ કરો ત્યારે જીમના ટ્રેનરની સામેજ કસરત કરો. બની શકે છે કે તેના માટે તમારે થોડા વધારે પૈસા પણ ભરવા પડે, પરંતુ તેનાથી ફક્ત તમારા સ્નાયુઓનો જ વધારે વિકાસ નહીં થાય, પરંતુ તમને ઇજા થવાનું જોખમ પણ નહિ રહે. આ વાત ફકત નવા લોકો પર જ નહિ પરંતુ અનુભવી લોકો પર પણ લાગુ પડે છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાંતો જણાવે છે કે જો કોઈ લાંબા સમયથી તાલીમ લેતું હોય તો પણ તેણે ટ્રેનરની સામે વજન ઉચકવો જોઈએ. જેથી તેની સ્થિતિ અને ટેકનીક બરાબર રહે.

Image Source

તમારા શરીરને સાંભળો:

કસરત કરતી વખતે ઘણીવાર તમને જુદા જુદા ભાગોમાં ખેંચાણ કે દુખાવાનો અનુભવ થાય છે. ધ્યાન રાખવું કે અમે તે દુખાવાની વાત નથી કરી રહ્યા જે કસરત કરતી વખતે સ્નાયુઓમાં થાય છે. અમે વાત કરી રહ્યા છીએ બીજા ખેંચાણ અને દુખાવાની. જેના કારણે તમે પસંદ નથી કરી શકતા. પરંતુ તેમ છતાં પણ તમે થંભી નથી રહ્યા અને કસરત કર્યા કરો છો. આમ કરવાથી તમે કોઈ ગંભીર સમસ્યામાં મુકાઇ શકો છો. વિશેષજ્ઞો કહે છે કે જો કસરત દરમિયાન કોઈ બીજા પ્રકારના દુખાવાનો અનુભવ થઈ રહ્યો હોય, તો તમારે તે ભાગની કસરત તરત જ છોડી દેવી જોઈએ. આવી સ્થિતિમાં તમારા શરીરના દુખાવાને અવગણવું એ એક ભયંકર ઈજાને જન્મ આપી શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *