છાતીમાં બળતરા ના આ આઠ લક્ષણોને ન કરો નજરઅંદાજ,  કેન્સર અને હાર્ટ એટેકનો આપી શકે છે સંકેત

હૃદયમાં બળાત્કાર થવાથી વ્યક્તિને છાતીની વચ્ચોવચ ખૂબ જ બળતરાનો અનુભવ થાય છે આ તકલીફ અમુક મિનિટો થી લઈને ઘણા કલાકો સુધી તમારી તકલીફ વધારી શકે છે તે ઘણી વખત પ્રેગનેન્સી, ગેસ્ટ્રોઇસોફેગલ રિફ્લક્સ ડિસીઝ અથવા એન્ટિ-ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ લેવાના કારણે બની શકે છે.

હૃદયમાં બળતરાની સમસ્યાને કારણે દરરોજ ન જાણે કેટલા લોકો તકલીફમાં મુકાય છે. હ્રદયમાં બળતરા વ્યક્તિની છાતીમાં વચ્ચોવચ ખૂબ જ બળતરા નો અનુભવ કરાવે છે પરંતુ છાતીમાં થતી આ બળતરા અમુક પરિસ્થિતિમાં ગંભીર બીમારીનો સંકેત પણ હોઇ શકે છે.

અત્યારની સ્ટડી એ દાવો કર્યો છે કે હાર્ટબર્નની સમસ્યા કેન્સર અને હાર્ટ એટેકનું જોખમ વધારવાની સાથે પણ જોડાયેલી હોઈ શકે છે તેથી શરીરમાં તેના વોર્નિંગ સાઇન જોતા જ તમારે તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

  • ઘણા કલાકો સુધી છાતીમાં સતત બળતરા રહેવી
  • છાતીમાં બળતરા ના લક્ષણો ગંભીર હોવા અને સતત હોવા
  • કોઈપણ વસ્તુ ગળવામાં તકલીફ અથવા તો દર્દનો અનુભવ થવો
  • છાતીમાં બળતરા ને કારણે ઊલટી થવી
  • શરીરમાં વજન નું અચાનક ઓછું થઇ જવું.
  • બે અઠવાડિયા સુધી હ્રદયમાં બળતરા અને ઇન ડાયજેશન ની દવાઓ લેવા છતાં આ લક્ષણોનો અનુભવ થવો
  • ગંભીર રીતે ગળું બેસી જવું અને ગભરામણ થવી.

કેન્સર

હૃદયમાં બળતરાથી જોડાયેલી સમસ્યા ઘણી વખત ગળા અથવા પેટ ના આંતરડા માં કેન્સરનું કારણ પણ બની શકે છે. પેટ ના આંતરડામાં વહેતું એસિડ એ ઘણી વખત આપણા ટીશ્યુ ડેમેજ કરી નાખે છે. અને તેનાથી એસોફૈગસ એડીનો કાર્સિનોમા વિકસિત થઇ જાય છે. એક પ્રસિદ્ધ બેરિયાટ્રીક સર્જન લીનાસ વેનકલોસકાસ ના અનુસાર હૃદયમાં બળતરા ના કારણો આપણને યોગ્ય સમય ઉપર જાણ ન થાય અને તેનો ઈલાજ ન કરવામાં આવે તો બેરેટ્સ એસોફૈગસને ટ્રીગર કરી શકે છે. જે ડાયજેશન સિસ્ટમ માં થતા પ્રી કેન્સરનો રોગ છે 

Image Source

હાઈટસ હર્નિયા

 જ્યારે પેટનો ભાગ પડદાની નબળાઈના કારણે છાતીના નીચેના ભાગને ઉપરની તરફ ધકેલે છે ત્યારે તેને હાઈટસ હર્નિયા કહેવામાં આવે છે. આ સમસ્યાને છાતીમાં દર્દ અને બળતરા વખતે તપાસ કરાવવા પર જ આપણને જાણકારી મળે છે.સામાન્ય રીતે આ સમસ્યા પચાસ વર્ષથી વધુની ઉંમરના લોકોમાં જોવા મળે છે જ્યાં સુધી લક્ષણ ગંભીર ન હોય ત્યાં સુધી તેનો ઈલાજ કરાવવાની જરૂર પડતી નથી છાતીમાં સતત બળતરા થવા ઉપર તેનો ઈલાજ જરૂરથી કરાવો.

પેપ્ટિક અલ્સર

પેપ્ટિક અલ્સરના રોગમાં ઝઝૂમી રહેલા લોકો લગભગ છાતીમાં બળતરા ને જાણીજોઈને નજર અંદાજ કરે છે. હૃદય માં બળતરા અને પેપ્ટીક અલ્સર રોગના લક્ષણ એક જેવા જ હોય છે તેથી જ ગભરામણ થવી, ઊલટી થવી, ઊબકા આવવા અને બળતરા વાળા ભાગમાં દુખાવો અને રક્તસ્ત્રાવ ને કારણે મળના રંગ બદલવા જેવા લક્ષણો પર પણ ખૂબ જ ધ્યાન આપવું જરૂરી છે આમ થવાથી તરત ડોક્ટરનો સંપર્ક સાધો.

હાર્ટ એટેક

હાર્ટ એટેકના કિસ્સામાં પણ ઘણી વખત લોકો તેને હૃદયની બળતરા સમજીને નજરઅંદાજ કરે છે તેમાં ફર્ક સમજવા માટે અમુક લક્ષણો ઉપર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે છાતીમાં દુખાવો, ઝડપી ધબકારા, ચીકણી ત્વચા, અને અપચો તથા ઊબકા જેવા લક્ષણો વોર્નિંગ સાઇન હોઈ શકે છે. છાતીમાં બળતરાની સાથે જ મોઢાનો કડવો સ્વાદ અને સુઈ જવા ઉપર દુખાવો વધવો તથા ચટપટુ ખાધા પછી ગળા સુધી બળતરા વધવી તે હાર્ટબર્નના પ્રમુખ લક્ષણો હોય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment