શું તમે પણ સવારે ખાલી પેટે ખાવ છો આ વસ્તુ?? જાણો શું ખાવાથી થઈ શકાય છે બીમાર

કેટલાક લોકો આ વાત ને લઈ ને પરેશાન થાય છે કે સવારે ખાલી પેટ શું ખાવું અને શું નહીં. તેઓ કઈ પણ ખાઈ ને બીમાર પડી જાય છે. આ લેખ માં આપણે બતાવીશું કે સવારે ખાલી પેટે કઈ વસ્તુ ન ખાવી જોઈએ.

નાસ્તો હોય કે ડિનર આપણ ને જે ભાવતું હોય એ જ ખાઈએ છીએ. પણ દિવસ ની શરૂઆત એક સારા ફૂડ થી કરવી જોઈએ. સવારે ખાલી પેટ આપણે જે પણ ખાઈએ છીએ તેની અસર આખા દિવસ દરમિયાન રહે છે. એટલે જ સવારે એવી કોઈ વસ્તુ ન ખાવી જેનાથી પેટ ને નુકશાન થાય .

એક્સપર્ટ ના અનુસાર,સવારે ઉઠયા પછી આપણું પાચન તંત્ર થોડા કલાક પછી કામ કરે છે. એટલે આપણે થોડો સમય આપવો જોઈએ અને જગ્યા ના 2 કલાક પછી જ કઈ ક હેલ્થી ખાવું જોઈએ. ચાલો સવારે ખાલી પેટે કઈ વસ્તુ ન ખાવી જોઈએ.

Image Source

કોફી

સામાન્ય રીતે લોકો દિવસ ની શરૂઆત એક કપ કોફી થી કરે છે. પણ ખાલી પેટ કોફી પીવાથી ગંભીર એસિડિટિ થઈ શકે છે. પાચન તંત્ર માં hcl નું પ્રમાણ વધારે છે. જેના કારણે કેટલાક લોકો ને ગેસટ્રસ્ટીક ની સમસ્યા થઈ જાય છે.

Image Source

ખાટા ફળ

જો ફળ ને સાચા સમયે ખાવા માં આવે તો તે ખૂબ જ ફાયદાકારક છે. ખાલી પેટ ખાટા ફળ ખાવાથી એસિડ વધુ અને છે. ફળો માં ભરપૂર માત્રા માં ફાઇબર અને fructoseહોય છે. જે પાચન તંત્ર ને ધીમું કરે છે. તમારે ખસ કરી ને સંતરા જેવા ખાટા ફળ સવારે ન ખાવા જોઈએ.

Image Source

ઠંડા પીણાં

દિવસ ની શરૂઆત ગરમ પાણી અને મધ સાથે કરવું એ ખૂબ લાભદાયી છે. પણ કેટલાક લોકો ખાલી પેટે કોલ્ડ કોફી પીવાની આદત ધરાવે છે. ખાલી પેટે ઠંડા પીણાં પીવાથી મ્યુકસ મેમ્બરેન ને નુકશાન પહોંચે છે. અને આખો દિવસ પાચન ધીમું થઈ જાય છે.. એટલે સવારે હુંફાળું પાણી પીવું જોઈએ.

Image Source

કાચા શાકભાજી

સલાડ અને કાચી શાકભાજી ખાલી પેટે ખાવાથી નુકશાન થાય છે. તેમા મોટું ફાઇબર હોય છે જે ખાલી પેટ ખાવાથી આસની થી નથી પચતા. તેમના સેવન થી પેટ ભારે લાગે છે. સાથે જ પેટ ફુલવણી અને પેટ દર્દ ની સમસ્યા પણ થાય છે.

Image Source

મસાલેદાર ભોજન

સવારે ખાલી પેટે મસાલેદાર ભોજન કરવાથી પેટ માં બળતરા થઈ શકે છે. તેની સાથે જ અકીડિક્ટ રિએક્શન પણ થઈ શકે છે. મરચું અને મસાલા તીખા હોય છે. જે અપચ ની સમસ્યા ને વધારી દે છે. એટલે જ ખાલી પેટે મસાલાદાર ભોજન ન કરવું.

Image Source

મીઠા ખાધ્ય પદાર્થ અને પીણાં

આમ તો ઘણા લોકો સવારે ખાલી પેટે ફળ નું જ્યુસ પીવાનું પસંદ કરે છે. પણ એક્સપર્ટ ના અનુસાર, ખાલી પેટે મીઠા પદાર્થ ખાવાથી અન્નાશય પર ભાર આવે છે. જેના કારણે પાચન ક્રિયા નબળી થઈ શકે છે. ફળ ના જ્યુસ માં fructose વધુ હોય છે. જે ખાંડ નું જ એક રૂપ છે. ખાલી પેટે તેનું સેવન કરવાથી લીવર માં પ્રોબ્લેમ થઈ શકે છે. સવારે આપણે જે કઈ પણ ખાઈએ છીએ તેનાથી આખા દિવસ માં એનર્જિ મળે છે. એટલા માંટે હમેશા હેલ્થી ફૂડ ખાવું જોઈએ.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *